For Quick Alerts
For Daily Alerts
India- China Tension: ઇઝરાયનું આ ઘાતક હથિયાર ચીનની હરકત પર નજર રાખશે
નવી દિલ્હીઃ ભારતે લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર હવે ઇઝરાયલમાં બનેલ હેરોન ડ્રોનથી પેટ્રોલિંગ વધારી દીધું છે. ઇઝરાયલમાં બનેલ આ ડ્રોનને દુનિયાનું બેસ્ટ હથિયાર માનવામાં આવે છે. ભારતે વર્ષ 2015માં ઇઝરાયલથી હેરોન ડ્રોનની ડીલ કરી હતી. જો કે ત સમયે આ ડીલ ઇન્ડિયન એરફોર્સ માટે કરવામાં આવી હતી. પરંતુ વર્ષ 2017માં સેના માટે પણ આવા ડ્રોન ખરીદવા માટે ડીલ કરવામાં આવી હતી. ભારત અને ચીન વચ્ચે પાંચ મેથી પૂર્વી લદ્દાખમાં પૈંગોંગ ત્સો ઝીલ પર અથડામણ ચાલુ છે.
30,000 ફીટની ઉંચાઇથી દુશ્મનનો પતો લાવી શકે
- આ ડ્રોનને ઇઝરાયલની એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીએ તૈયાર કર્યું છે. આ ડ્રોનને એવા હથિયારોથી સજ્જ કરવામાં આવ્યું છે જે જમીન પર આસાનીથી ટાર્ગેટને તબાહ કરી શકે છે.
- જો તેને દિલ્હીથી લૉન્ચ કરવામાં આવે તો માત્ર 30 મિનિટમાં જ બોર્ડર પર પહોંચી શકે છે.
- આ ડ્રોનમાં સેંસર એઠલાં તેજ છે કે 30 હજાર ફીટની ઉંચાઇથી આ દુશ્મનોની જાણકારી આસાનીથી મેળવી શકે છે.
- ઇઝરાયલે ફેબ્રુઆરી 2015માં બેંગ્લોરના એર ઇન્ડયા શોમાં પહેલાવર હેરોન ટીપી ડ્રોનનું પ્રદર્શન કર્યું હતું.
- 11 સપ્ટેમ્બર 2015માં રક્ષા મંત્રાલયે 400 મિલિયન ડોલરમાં 10 હેરોન ડ્રોનની ખરીદીને મંજૂરી આપી હતી.
- વર્ષ 2016માં જ્યારે ભારત એમટીસીઆરનો સભ્ય દેશ બન્યો તો આ ડ્રોનની ખરીદીનો રસ્તો પણ ખુલી ગયો.
પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ
Comments
English summary
indi- china tension: heron drones will keep eye on LAC
Story first published: Tuesday, June 23, 2020, 9:27 [IST]