For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નહેરુથી માંડીને મોદી સુધી ચીન સાથે દ્વિપક્ષીય સંવાદની સફર

ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના વુહાન શહેરમાં પહોંચીને રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી છે.

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના વુહાન શહેરમાં પહોંચીને રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી છે. ગયા વર્ષે ડોકલામ અવરોધ બાદ બંને દેશો વચ્ચે ઘણી બેકડોર ચર્ચાઓ થઈ, પરંતુ ચીનમાં પીએમ મોદી અને શી જિનપિંગની આ મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. બંને દેશના નેતા, સીમા સંવાદ, વેપાર અને આતંકવાદથી માંડીને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના નેતાઓ ચીન સાથે ઘણા દ્વિપક્ષીય સંવાદ કરી ચૂક્યા છે. આવો જાણીએ તેના વિશેઃ

1950 માં ચીનનો કમ્યૂનિસ્ટ નેશનના રુપમાં સ્વીકાર

1950 માં ચીનનો કમ્યૂનિસ્ટ નેશનના રુપમાં સ્વીકાર

દુનિયામાં ભારત જ પહેલો નોન-કમ્યુનિસ્ટ દેશ હતો જેણે 1950 માં એક કમ્યૂનિસ્ટ નેશનના રુપમાં ચીનના અસ્તિત્વનો સ્વીકાર કર્યો હતો. એક નોન-કમ્યૂનિસ્ટ દેશના રુપમાં ભારતે જ ચીન સાથે સૌથી પહેલા દ્વિપક્ષીય સંબંધો સ્થાપિત કર્યા હતા. 1962 ના યુદ્ધ બાદ બંને દેશોના સંબંધો પાટા પરથી ખડી પડ્યા હતા પરંતુ 1988 માં તત્કાલિન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ બેઈજીંગ જઈને ટેન્શન ખતમ કરીને ફરીથી ભારત-ચીન સંબંધોને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા નિભાવી.

નરસિંહરાવ અને વાજપેયીની ચીન યાત્રા

નરસિંહરાવ અને વાજપેયીની ચીન યાત્રા

1993 માં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલઓસી) પર શાંતિ અને સ્થિરતા જાળવવા માટે ભારત અને ચીન વચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર થયા. તે દરમિયાન તત્કાલિન પ્રધાનમંત્રી નરસિંહરાવે ચીનની યાત્રા કરીને બંને દેશો વચ્ચે સ્થિરતા અને દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવામાં નવી પહેલ કરી હતી. ત્યારબાદ 2003 માં તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ચીનનો પ્રવાસ કરીને અરસપરસ સમજૂતીથી રાજનૈતિક રીતે ઉકેલ લાવવા માટે બંને તરફથી વિશેષ પ્રતિનિધિઓને નિયુક્ત કર્યા.

ચીનમાં મનમોહન સિંહનું 21 મી શતાબ્દી પર વિઝન

ચીનમાં મનમોહન સિંહનું 21 મી શતાબ્દી પર વિઝન

2008 માં તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહન સિંહે ચીનનો પ્રવાસ કર્યો જ્યાં એક જોઈન્ટ ડોક્યુમેન્ટ ટાઈટલમાં 21 મી સદીનું વિઝન શેર કરવામાં આવ્યું. ડિસેમ્બર 2010 માં ચીનના પ્રધાનમંત્રી વેન જિયાબાઓએ નવી દિલ્હીનો પ્રવાસ કરીને 2015 સુધીમાં બંને દેશો વચ્ચે 100 બિલિયન ડોલરના વેપારનો ટાર્ગેટ નક્કી કર્યો. જો ડિફેન્સ એક્સચેન્જની વાત કરવામાં આવે તો જાન્યુઆરી, 2013 માં બંને દેશો વચ્ચે ફાઈવ રાઉન્ડ ડિફેન્સ ડાયલોગ સંપન્ન થયા.

શી-મોદી સંવાદ અને 4 વર્ષ

શી-મોદી સંવાદ અને 4 વર્ષ

2014 માં વર્તમાન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતનો પ્રવાસ કર્યો અને બંને દેશો વચ્ચે વાણિજ્ય, વેપાર, રેલવે, અંતરિક્ષ સહયોગ, ફાર્માસ્યૂટિકલ્સ, ઓડિયો-વિઝ્યુઅલ, કો-પ્રોડક્શન, સંસ્કૃતિ અને ઈન્ડસ્ટ્રીયલ પાર્કોની સ્થાપના સહિત વિભિન્ન ક્ષેત્રોમાં કુલ 16 સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. હાલમાં જ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ જી-શિખર સંમેલન અને સપ્ટેમ્બર 2017 માં જિયામેનમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 2017 માં ચીનનો પ્રવાસ કર્યો હતો.

English summary
india china ties bilateral talk from jawaharlal nehru to narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X