India-china standoff: ભારત-ચીન વચ્ચે આજે 10મા દોરની વાતચીત, સૈનિકોને હટાવવા મુદ્દે થશે ચર્ચા
India-china standoff Ladakh LAC issue: 10th round talks: ભારત અને ચીન વચ્ચે આજે કોર કમાંડર સ્તરની 10મા દોરની વાતચીત થવાની છે. લદ્દાખમાં ચાલી રહેલ સીમા વિવાદ વચ્ચે બંને દેશ બેઠકમાં સૈનિકોના પૂર્વ લદ્દાખના હૉટ સ્પ્રિંગ્ઝ, ગોગરા અને દેપસાંગ ક્ષેત્રોથી હટાવવા પર ચર્ચા કરશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત અને ચીન બંનેએ પેંગોંગ ઝીલના ઉત્તર અને દક્ષિણ કિનારે સૈનિકોની વાપસી કરાવી લીધી છે. આ બેઠક એલએસી પર ચીન તરફથી મોલ્ડો સીમા બિંદુ પર થશે. બેઠક સવારે 10 વાગે શરૂ થશે. ભારત તરફથી બેઠકનુ નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનન કરશે જે લેહ સ્થિત 14મી કોરના કમાંડર છે. વળી, ચીન તરફથી બેઠકનુ નેતૃત્વ મેજર જનરલ લિઉ લિન કરશે જે ચીન સેનાના દક્ષિણ શિનજિયાંગ સૈન્ય જિલ્લાના કમાંડર છે.
ભારત અને ચીન વચ્ચે આ બેઠક એવા સમયમાં થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે ડિસએંગેજમેન્ટ સમજૂતીનો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે. કોર કમાંડર સ્તરની દસમાં દોરની બેઠક બીજા તબક્કાના ડિસએંગેજમેન્ટ પર પણ બંને દેશો ચર્ચા કરશે. રિપોર્ટ મુજબ પેંગોંગ ઝીલના ઉત્તર-દક્ષિણ કિનારાથી બંને દેશોના સૈનકોએ વાપસી કરી લીધી છે. વળી, અસ્ત્ર-શસ્ત્ર, બંકરો, તંબુઓને પણ હટાવવાનુ કામ ગુરુવારે પૂરુ થઈ ગયુ છે. આજની બેઠકના એક દિવસ પહેલા ચીનના સરકારી વર્તમાનપત્રએ અધિકૃત રીતે જણાવ્યુ કે જૂ, 2020માં ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલ ઝડપમાં તેમના ચાર જવાનોના મોત થઈ ગયા હતા.
ચીને કહ્યુ કે તેમણે પોતાના જવાનોને શ્રદ્ધાંજલિ આપી દીધી છે. આટલા મહિનાઓથી ચીને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. ગલવાન ઘાટી ઝડપમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. જો કે અમેરિકાના એક ખુફિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે આ ઝડપમાં ચીનના 35 સૈનિકો માર્યા ગયા હતા. ભારત અને ચીન વચ્ચે છેલ્લા 9 મહિનાથી પૂર્વ લદ્દાખમાં સૈન્ય ગતિરોધ ચાલુ છે. આ મામલે સંસદમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 11 ફેબ્રુઆરીએ કહ્યુ હતુ કે ભારત અને ચીન વચ્ચે પેંગોંગ ઝીલ ક્ષેત્રના સૈનિકોને તબક્કાવાર રીતે હટાવવા માટે સમજૂતી થઈ ગઈ છે.
પ્રધાનમંત્રી મોદી આજે નીતિ પંચની બેઠકની કરશે અધ્યક્ષતા