For Quick Alerts
For Daily Alerts
India Covid Update : કોરોના પોઝિટિવ રેટ 19.65 ટકા, 24 કલાકમાં 2.58 લાખ નવા કેસ નોંધાયા
India Covid Update : દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને લઈને વધુ ખતરનાક બની ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 2 લાખ 58 હજાર 089 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કોવિડ 19ને કારણે 385 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 51 હજાર 740 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
જો કે, ગઈકાલ (રવિવાર) કરતા દેશમાં 13,113 ઓછા કેસ નોંધાયા છે. રવિવારના રોજ દેશમાં કોરોના વાયરસના 2 લાખ 71 હજાર 202 કેસ નોંધાયા હતા. દેશમાં કોવિડ 19ના સક્રિય કેસની સંખ્યા 16 લાખ 56 હજાર 341 છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 લાખ 86 હજાર 451 છે.
દેશમાં રસીકરણનો કુલ આંકડો 1.57 કરોડથી વધુ છે. હાલમાં, દેશમાં 1,57,20,41,825 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોનાના કુલ રિકવરી કેસ 3,52,37,461 છે.
Comments
English summary
India Covid Update : Corona positive rate 19.65 per cent, 2.58 lakh new cases registered in 24 hours.
Story first published: Monday, January 17, 2022, 10:55 [IST]