ભારતમાં માનવ તસ્કરી પર ચોંકાવનારો રિપોર્ટ, મજૂરોના હાલ બેહાલ
નવી દિલ્હીઃ ભારમતાં માનવ તસ્કરી (Human Trafficking)ને લઇ અમેરિકી વિદેશ વિભાગના એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં સરકાર વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં આતંકવાદી સંગઠનોનો હવાલો આપતા કહેવમાં આવ્યું કે સંગઠનો દ્વારા સગીર બાળકોને બિન-રાજ્ય સશસ્ત્ર સમૂહોમાં ભરતી કરવામાં આવે છે.

ભારતમાં માનવ તસ્કરી
ગુરુવારે જાહેર લેટેસ્ટ ટ્રેફિકિંગ ઇન પર્સન્સ રિપોર્ટ 2019માં એમ પણ કહેવામાં આવ્યું કે માત્ર 12 વર્ષની ઉંમરે જ બાળકોને હથિયાર અને તાત્કાલિક વિસ્ફોટક ઉપકરણો (UIID) સંભાળવા માટે માઓવાદી વિદ્રોહિઓ દ્વારા નજરલ ઉપયોગ કરવમાં આવે છે. એટલું જ નહિ, તેઓ કેટલાક મામલામાં માનવ ઢાલના રૂપમાં કામ કરે છે.

રિપોર્ટમાં થયા કેટલાય ખુલાસા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે માનવ તસ્કર ભારતીય અને નેપાળી મહિલાઓ અને છોકરીઓનું અપહરણ કર છે અને તેમને ભારતમાં વિશેષ રૂપે બિહાર રાજ્યમાં આર્કેસ્ટ્રા નર્તકીઓના રૂપામં જબરદસ્તી કામ કરાવ છે , જ્યાં છોકરીઓ નૃત્ય સમૂહો સાથે ત્યાં સુધી પ્રદર્શન કરે છે જ્યાં સુધી ઋણ નથી ચકૂવી લેતી. એટલું જ નહિ તસ્કર ધાર્મિક તીર્થસ્થળો અને પર્યટન સ્થળોમાં પણ યૌન તસ્કરીમાં મહિલાઓ અને બાળકોનું શોષણ કરે છે.

માનવ તસ્કરી માટે ઑનલાઇન ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે તસ્કર
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે માનવ તસ્કર સેક્સ ટ્રાફિકિંગ અને ફેક ભરતી માટે ઓનલાઇન ટેક્નિકનો તેજીથી ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક તસ્કર રેલવે સ્ટેશનો સહિત સાર્વજનિક સ્થલોથી બાળકોનું અપહરણ કર છે, છોકરીઓને ડ્રગ્સ આપે છે અને 5 વર્ષની ઉંમરમાં છોકરીઓને જબરદસ્તી સેક્સ ટ્રાફિકિંગમાં ધકેલી દે છે અને વયસ્ક દેખાડવા માટે તેમને હોર્મોન ઇંજેક્શન આપે છે.

માઓવાદી વિદ્રોહીઓ પણ પોતાના શિબિરોમાં યૌન ગુલામીમાં લિપ્ત છે
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું કે માઓવાદી વિદ્રોહી પણ પોતાની શિબિરોમાં યૌન ગુલામીમાં લિપ્ત છે, જેના માટે માઓવાદી સમૂહો સાથે જોડાયેલી કેટલીય મહિલાઓ અને છોકરીઓનો હવાલો આપવામાં આવ્યો છે અને પ્રોપેગેંડા માટે બાળ સૈનિકોનો ઉપયોગ વિશેષ રૂપે છત્તીસગઢ અને ઝારખંડના વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોમાં થયો છે.

ભારત માનવ તસ્કરી નાબૂદ કરવાના માપદંડોનું પાલન નથી કરતું
એમ કહીને કે ભારત માનવ તસ્કરી નાબૂદ કરવાના માપદંડોનું યોગ્ય પાલન નથી કરતું. માટે અમેરિકાએ ભારતના પ્રયાસોના આધારે તેને શ્રેણી 2 દેશોમાં રાખ્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે માનવ તસ્કરીના માપદંડોના પ્રયાસોના આધારે ભારતને પાછલા એક દશકથી શ્રેણી 2માં રાખવામાં આવ્યું છે.

શ્રેણી 2 રેન્કિંગ એવા દેશોને આપવામાં આવે છે, જેમણે અનુપાલન નથી કર્યું
શ્રેણી 2 રેન્કિંગ એવા દેશોને આપવામા આવે છે, જેમણે માનવ તસ્કરીના ઉપયાોનું સંપૂર્ણપણે પાલન નથી કર્યું, પરંતુ પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે શ્રણી 1 એ દેશ આવે છે, જેમણે પૂરી રીતે ઉપાયોનું અનુપાલન કર્યું છે. ભારતમાં તસ્કરી પીડિતો વિરુદ્ધ શારીરિક હિંસા, સ્લેવરી અને યૌન તસ્કરી બંને કરવામા ંઆવે છે અને કેટલાક તસ્કરો તો બાળકોને વેચવા માટે મહિલાઓ અને છોકરીઓને જબરદસ્તી ગર્ભ ધારણ કરવા અને બાળકો પેદા કરવા મજબૂર કરે છે.

તસ્કર ભારતની અંદર કોમર્શિયલ સેક્સમાં લાખો લોકોનું શોષણ કરે છે
રપોર્ટ કહે છે કે માનવ તસ્કર ભારતની અંદર કોમર્શિયલ સેક્સમા લાખો લોકોનું શોષણ કરે છે. તેઓ ભારતીય મહિલાઓ અને છોકરીઓને સેક્સ ટ્રાફિકિંગ માટે ભારમતાં ભરતી કરે છે. આ ઉપરાંત ખાસકરી ગામોમાં તસ્કર કોમર્શિયલ સેક્સમાં મધ્ય એશિયા, યૂરોપીય અને આફ્રિકિ દેશોની મહિલાઓ અને છોકરીઓનું યૌન શોષણ કર છે. જેમાં કહેવામાં આવ્યું કે ભારત બાળ યૌન પર્યટકોનો એક સ્રોત છે, સાથે જ બાળ યૌન પર્યટન માટે એક ડેસ્ટીનેશન પણ છે.

માનવ તસ્કરી માટે કેટલાક ભ્રષ્ટ કાનૂન પર્વર્તન અધિકારી જવાબદાર છે
રિપોર્ટમાં જાણવા મળ્યું કે તસ્કરી માટે કેટલાક ભ્રષ્ટ કાનૂન પ્રવર્તન અધિકારીઓ જવાબદાર છે, કેમ કે સંદિગ્ધ ટ્રાફિકર્સ અને વેશ્યાલય માલિકોને કાનૂની ફંદામાંથી બચાવવામાં તેમની પ્રમુખ ભૂમિકા હોય છે અને બદલામાં સેક્સ ટ્રાફિકિંગ પ્રતિષ્ઠાનોથી રિશ્વત અને યૌન પીડિતોનું શોષણ કર છે. માત્ર એટલું જ નહિ, રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તસ્કર ભારત અને પશ્ચિમ એશિયાઇ રાજ્યોની અંદર લગ્નની વ્યવસ્થઆ કરે છે જેથી તેઓ મહિલાઓની સેક્સ તસ્કરી કરી શકે.

આર્મોનિયા, પુર્ગાલ, ગૈબોન અને જામ્બિયામાં ભારતીય શ્રમ પીડિતો મજબૂર છે
રિપોર્ટ મુજબ અધિકારીઓએ હાલમાં જ આરમેનિયા, પુર્તગાલ, ગૈબૉન અને ઝામ્બિયામાં મજબૂર ભારતીય શ્રમ પીડિતો અને કેન્યામાં યૌન તસ્કરીથી પીડિત ભારતીય મહિલાઓની ઓળખ કરી છે. તસ્કર રોહિંગ્યા, શ્રીલંકાઇ તમિલ અને અન્ય શરણાર્થી વસ્તીનું યૌન અને શ્રમ તસકરીમાં શોષણ કરે છે. તસ્કરોએ આસામ, બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક છોકરાઓને નેપાળણાં સ્લેવરી કરવા માટે મજબૂર કર્યા છે.

ભારતમાં તસ્કરોની તપાસ, ફરિયાદ અને દોષિ સિદ્ધિ પ્રક્રિયા ઘટાડી દીધી છે
રિપોર્ટમાં ભારત સરકારની આલોચના કરતા અમેરિકી રાજ્ય વિભાગે કહ્યું કે ભારત સરકારે તસ્કરોની તપાસ, ફરિયાદ અને દષ સિદ્ધ પ્રક્રિયા ઘટાડી દીધી છે, જેનાથી માનવ તસ્કરો માટે છૂટવાનો દર 83 ટકા સુધી વધી ગયો છે. એમ પણ કહેવામાં આવ્યું કે લૉ ઇન્ફોર્સમેન્ટે પીડિતોની ઓળખના પ્રયાસોમાં કમી કરી દીધી છે અને સરકારે રિપોર્ટ કર્યું કે તેણે 1976 બાદથી લગભગ 3,13,000 સ્લેવરીની ઓળખ કરી છે. રિપોર્ટ કહે છે કે 4 ટકાથી ઓછી એનજીઓના અનુમાન મુજબ ભારતમાં ઓછામા ઓછા 80 લાખ તસ્કરીથી પીડિત છે, જેમાંથી મોટાભાગના સ્લેવ છે.

પોલીસે ઓછામા ઓછા અડધા સ્લેવ મજૂર મામલે FIR નોંધી છે
રિપોર્ટમાં આગળ કહેવામા આવ્યું કે બિન સરકારી સંગઠનોએ અનુમાન લગાવ્યું કે પોલીસે ઓછામા ઓછા અડધા સ્લેવ મજૂરો મામલામાં એફઆઇઆર નોંધી નથી અને એનજીઓ રિપોર્ટ અસંગત 36માંથી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્દેશોએ વર્ષ 2017 અથવા 2018માં કોઇપણ સ્લેવ શ્રમિક પીડિતોની ઓળખ નથી થઇ.

વર્ષ 2018માં IPC અંતર્ગત 1830 તસ્કરીના મામલાનો રિપોર્ટઃ NCRB
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડાનો હવાલો આપતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વર્ષ 2018માં ભારત સરકારે ભારતીય દંડ સંહિતા અંતર્ગત તસ્કરીના 1830 મામલાનો રિપોર્ટ નોંધ્યો, જ્યારે વર્ષ 2017માં 2854 મામલા અને વર્ષ 2016માં 5217 મામલા નોંધવામાં આવ્યા હતા. મામલાના રિપોર્ટમાં વર્ષ 2016થી 2018દરમિયાન સતત ગિરાવટ આવી છે.

બિહાર અને ઉત્તર પ્રદેશમા આશ્રય ગૃહોમાં છોકરીઓ અને છોકરાઓનું યૌન શોષણ
અમેરિકી રિપોર્ટમાં બિહાર અને ઉત્તર પ્રદેશમાં આશ્રય ગૃહોમાં છોકરીઓ અને છોકરાઓના યૌન શોષણની સીબીઆઇ તપાસનો વિશિષ્ટ ઉલ્લેખ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સીબીઆઇએ 16 સૌથી ખરાબ આશ્રયોની તપાસ પૂરી કરી અને 12 વધારાના મામલામાં આરોપ દાખળ કર્યા. સીબીઆઇએ બિહારના 94 અન્ય નાણા પોષિત આશ્રય ગૃહોમાંથી કેટલાક વિરુદ્ધ વધારાની 19 એફઆઇઆર નોંધી છે.

કાર્યવાહી છતાં વ્યાપક રૂપે લાપરવાહીને કારણે તપાસમાં કમી
બિહારમાં આ કાર્યવાહી છતાં વ્યાપક રૂપે લાપરવાહીના કારણે સરકાર દ્વારા સંચાલિત અને અન્ય રાજ્યોમાં સરકારી ઠેકાણાઓ પર તસ્કરીના અપરાધો અને વ્યાપક શારીરિક અને યૌન શોષણ મામલાની તપાસમાં કમીએ તસ્કરીમાં સામેલ થવા માટે આશ્રય કર્મચારીઓ અને સરકારી અધિકારીઓ માટે માહોલ બનાવી દીધો. આ રિપોર્ટે વિશ રૂપ ભારતીય પોલીસને તસ્કરીના અપરાધો માટે વ્યાપક રૂપે દોષી ઠેરવ્યા છે.