For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી-ઓબામાની મિત્રતાથી ભારતને થશે આ 10 ફાયદા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના 5 દિવસના પોતાના સફળ પ્રવાસ પરથી સ્વદેશ પરત ફરી રહ્યાં છે. એક દાયકા સુધી વીઝા પર પ્રતિબંધને ભૂલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ ખોલીને રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરી.

બંને નેતાઓની ગર્મજોશી સાથે મુલાકાતથી એવું લાગ્યું કે જેમ કે કેટલા લાંબા સમય બાદ બે ખાસ મિત્રો મળ્યા હોય. નરેન્દ્ર મોદીના સ્વાગતમાં અમેરિકાએ કોઇ કસર છોડી નહી. બંને નેતાઓએ ખુલીને બધા મુદ્દાઓ પર વાતચીત કરી.

મોદી-ઓબામાની 'મહામુલાકાત'ની ખાસ વાતો જાણોમોદી-ઓબામાની 'મહામુલાકાત'ની ખાસ વાતો જાણો

નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાએ ''ચાલીએ સાથે-સાથે''નો મંત્ર આપ્યો તો શિખર વાર્તામાં બંને દેશોએ રક્ષા, પરમાણું સહયોગ સહિત ઘણા મુદ્દાઓ પર પરસ્પર સહયોગને લઇને કરાર કર્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા વચ્ચે લગભગ 2 કલાક સુધી શિખર વાર્તા ચાલી હતી. નરેન્દ્ર મોદીએ ઓબામાને ભારત આવવા માટે નિમંત્રણ આપ્યું. સાથે તેમણે ભવ્ય સ્વાગત માટે અમેરિકા અને ત્યાં વસતા ભારતીયોનો આભાર વ્યક્ત કર્યો.

મોદી-ઓબામાની 'મહામુલાકાત'ની ખાસ વાતો જાણોમોદી-ઓબામાની 'મહામુલાકાત'ની ખાસ વાતો જાણો

અમેરિકાની યાત્રાથી ભારતને શું-શું મળ્યું
નરેન્દ્ર મોદીએ આગામી પાંચ વર્ષમાં આધુનિક ભારતનું જે સપનું બતાવ્યું છે તેને પુરૂ કરવા માટે તે પહેલાં જાપાન અને પછી ચીનથી રોકાણ લાવ્યા બાદ અમેરિકાની યાત્રા પર ગયા હતા. અમેરિકાની યાત્રામાં તેમને ઘણી સફળતા મળી છે.

ફાયદા નંબર 1

ફાયદા નંબર 1

1- ભારત અને અમેરિકાએ આગામી 10 વર્ષ સુધી રક્ષા ક્ષેત્રમાં પરસ્પર સહયોગ કરારને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.

ફાયદા નંબર 2

ફાયદા નંબર 2

2- મોદી સરકારના 100 સ્માર્ટ સિટી બનાવવામાં અમેરિકાએ પણ મદદ કરવા માટે કહ્યું છે. અમેરિકા અલહાબાદ, અજમેર અને વિશાખાપટનમને સ્માર્ટ સિટી બનાવશે.

ફાયદા નંબર 3

ફાયદા નંબર 3

3- આર્થિક અને વ્યાપારિક સહયોગને વધુ સારો કરવા માટે બંને દેશ પોતાની નીતિઓમાં ફેરફાર કરશે.

ફાયદા નંબર 4

ફાયદા નંબર 4

4- અમેરિકા અને ભારત સુરક્ષા સહયોગ હેઠળ આંતકવાદ (પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન પણ સામેલ છે)નો સામનો કરવામાં એકબીજાની મદદ કરશે.

ફાયદા નંબર 5

ફાયદા નંબર 5

5- ભારત અને અમેરિકા મંગળ મિશન ઉપરાંત અંતરિક્ષના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ કરશે.

ફાયદા નંબર 6

ફાયદા નંબર 6

6- બરાક ઓબામાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વિસ્તારમાં ભારતની દાવેદારીનું સમર્થન કર્યું છે.

ફાયદા નંબર 7

ફાયદા નંબર 7

7- અમેરિકા ''વાશ'' કાર્યક્રમ હેઠળ ભારતના 500 શહેરોમાં પાણી, સાફ-સફાઇ અને સ્વાસ્થ્ય સેવાઓને સારી બનાવવામાં મદદ કરશે.

ફાયદા નંબર 8

ફાયદા નંબર 8

8- નાગરિક પરમાણું અને ઉર્જા ક્ષેત્રમાં અમેરિકા ભારતની મદદ કરશે. તેના હેઠળ ઘણા શહેરોમાં સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ્સ લગાવવામાં આવશે.

ફાયદા નંબર 9

ફાયદા નંબર 9

9- અમેરિકા ભારતમાં એક આઇઆઇટીનું નિર્માણ કરશે. આ ઉપરાંત એક કાર્યક્રમ હેઠળ શોર્ટ ટર્મ માટે 100 અમેરિકી ટીચર્સ ભારતીય યુનિવર્સિટીમાં ભણાવશે.

ફાયદા નંબર 10

ફાયદા નંબર 10

10- ભારત અને અમેરિકા સાથે મળીને આતંકવાદ અને ક્રાઇમ નેટવર્કો જેમ કે લશ્કર એ તૈયબા, જૈશ એ મોહંમદ, ડી કંપની, હક્કાની નેટવર્ક અને અલકાયદાને વેર વિખેર કરી દેશે.

English summary
India getting 10 Benefits from Modi-Obama Friendship.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X