For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં બાળ મૃત્યુદર સૌથી ઊંચો : યુએન રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

Infant Baby
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર : યુનાઇટેડ નેશન્સના તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર ભારતમાં બાળ મૃત્યુદર સૌથી વધારે છે. વર્ષ 2011ના આંકડા દર્શાવે છે કે એકથી પાંચ વર્ષની વયના 16.55 લાખ બાળકો ભારતમાં મૃત્યુ પામ્યા હતા. યુએનના અહેવાલ અનુસાર ભારતમાં દરરોજ એકથી પાંચ વર્ષ વચ્ચેની વયના 19,000 બાળકો મૃત્યુ પામે છે.

ભારત સરકારે બાળકો અને મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે અનેક યોજનાઓ બનાવી છે. છતાં બાળ મૃત્યુદર ઘટાડવામાં ખાસ સફળતા મળી નથી. નવા રિપોર્ટ અનુસાર બાળ મૃત્યુદરમાં ભારત વિશ્વભરમાં પ્રથમ ક્રમે છે.

યુનિસેફે જાહેર કરેલા 'બાળ મૃત્યુદર રિપોર્ટ 2012' અનુસાર વિશ્વમાં 50 ટકા બાળ મૃત્યુ ભારત, પાકિસ્તાન, કોંગો, નાઇજિરિયા અને ચીનમાં થાય છે. વર્ષ 2011ના આંકડા અનુસાર ભારતમાં 16.55 લાખ, નાઇજિરિયામાં 7.56 લાખ, કોંગોમાં 4.65 લાખ, પાકિસ્તાનમાં 3.52 લાખ અને ચીનમાં 2.49 લાખ બાળકો એકથી પાંચ વર્ષની વયમાં મૃત્યુ પામ્યા હતા.

વિશ્વમાં સિંગાપોરમા બાળ મૃત્યુદર સૌથી નીચો છે. વિશ્વભરમાં બાળ મૃત્યુ માટે જવાબદાર મુખ્ય કારણોમાં નિમોનિયા, મેલેરિયા, ઝાડા, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવી અને કુપોષણ છે. યુએનના અગાઉ જાહેર થયેલા એક રિપોર્ટ અનુસાર કુપોષણથી થતા બાળ મૃત્યુમાં પણ ભારત આગળ છે.

English summary
With almost 19,000 children under five years of age dying every day across the world, India tops the list of countries with the highest number of 16.55 lakh such deaths in 2011, according to a UN agency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X