For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાવુક થયા પીએમ મોદી, કહ્યું અટલજીનું નિધન પિતા ગુમાવવા જેવું

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધનથી આખો દેશ દુઃખમાં ડૂબી ગયો છે. દિલ્હીના એમ્સમાં લાંબા સમય સુધી ચાલેલા ઉપચાર પછી તેમનું નિધન થયું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધનથી આખો દેશ દુઃખમાં ડૂબી ગયો છે. દિલ્હીના એમ્સમાં લાંબા સમય સુધી ચાલેલા ઉપચાર પછી તેમનું નિધન થયું છે. અટલજીના નિધનના સમાચાર મળતા જ આખો દેશ દુઃખમાં ડૂબી ગયો છે. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણી સહીત સત્તા અને વિપક્ષના બધા જ દળો ઘ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

narendra modi

અટલજીના મોત સાથે પ્રધાનમંત્રી મોદી ભાવુક બની ગયા હતા. નમ્ર આંખોથી, તેમણે અટલજીને શ્રદ્ધાંજલી આપી. તેમણે કહ્યું હતું કે અટલ બિહારી વાજપેયીની જગ્યાએ તેમના પિતાને ગુમાવવા જેવું છે. તેમણે જણાવ્યું હતું કે આજે ભારતે તેમનું અટલ રત્ન ગુમાવ્યું છે. તેમણે કહ્યું હતું કે અટલજી દેશના સાચા પુત્ર હતા. અટલ જીના અંતથી યુગનો અંત આવી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે તેમની સંવેદના પરિવાર અને દેશ તરફ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અટલજી હંમેશા દરેક માટે પ્રેરણા હતા.

વાંચો: નહેરુની 'અટલ' ભવિષ્યવાણી અને વાજપેયીના એ શબ્દ જે ઈતિહાસ બની ગયા

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતે પોતાનું અટલ રત્ન ગુમાવ્યું છે. અટલજી અમને પ્રેરણા આપે છે. તેમણે જણાવ્યું હતું કે અટલજીનું વિરાટ વ્યક્તિત્વ અને તેની વિદાયની વેદના બંને શબ્દોમાં વર્ણન કરી શકાય તેવું નથી. પીએમ મોદીએ જણાવ્યું કે અટલ બિહારી વાજપેયીના મૃત્યુથી એક યુગનો અંત આવી ગયો છે. પીએમ મોદીએ જણાવ્યું કે તેમને મને સંગઠન અને શાશનનું મહત્વ સમજાવ્યું. તેમને મને કામ કરવાની શક્તિ અને સહારો આપ્યો.

English summary
India has lost its 'anmol ratna'. We are at a loss of words: PM Narendra Modi on Atal Bihari Vajpayee death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X