ડાયનાસોર પ્રજાતિના 1500 ઘેરિયલનો જન્મ, લૉકડાઉનમાં વસતી વધી
ધોલપુરઃ ચંબલ નદીમાં હજારોની સંખ્યામાં ઘેરિયાલ મઘરના બચ્ચાં જન્મ્યાં છે. જેમને જોઇ ચંબલ સેંચ્યુરી ઑફિસરોના ચહેરા પર પણ રોનક આવી ગઇ છે. દુર્લભ ડાયનાસોર પ્રજાતિના આ ઘેરિયલ દેશ-દુનિયાથી વિલુપ્ત થવા લાગ્યા હતા, એવામાં ચંબલ નદીમાં તેમની સંખ્યા વધવી ભારત માટે ગર્વની વાત છે. જણાવી દઇએ કે ચંબલ નદીના 435 કિમી ક્ષેત્રમાં ઘેરિયલ અભ્યારણ્ય બનેલું છે. સીમાવર્તી ધૌલપુર અને મધ્ય પ્રદેશના દેવરી સાથે ઉત્તર પ્રદેશમાં આગરા જિલ્લાના વાહ વિસ્તારમાં ઘેરિયલના રક્ષણ માટે ઘણા પ્રયાસો કરવામાં આવે છે. ચંબલ નદીમાં વર્તમાન સમયમાં ઘેરિયલની સંખ્યા 1859 છે.

લૉકડાઉનમાં ઘેરિયલનો પરિવાર વધ્યો
લૉકડાઉન બાદથી ચંબલ નદીમાં ઘેરિયલનો પરિવાર સતત વધી રહ્યો છે. ચંબલ નદીમાં વર્તમાન સમયમાં ઘેરિયલોની સંખ્યા 1859 છે. જો જન્મ લેનારા ઘેરિયલના બચ્ચાંની સંખ્યા જોડી જેવામાં આવે તો ચંબલમાં ઘેરિયલની સંખ્યા 3 હજારની આસપાસ થઇ જશે. મધ્ય પ્રદેશના દેવરી અભ્યારણ્ય કેન્દ્ર અને ધૌલપુર રેન્જમાં 1188 ઇંડામાંથી ઘેરિયલના બાળકો સુરક્ષિત નીકળી આવ્યાં છે. હજી 512 ઇંડા બચ્યાં છે જેમાંથી ઘેરિયલનો જન્મ થવાનો બાકી છે.

ડાયનાસોરની પ્રજાતિની લંબાઇ કેટલીય હોય
એપ્રિલથી જૂન સુધી ઘેરિયલનો પ્રજનન કાળ રહે ચે. મે-જૂનમાં માદા રેતીમાં 30-40 સેમીનો ખાડો ખોદી 40-70 ઇંડા આપે છે. એક મહિના બાદ ઇંડામાંથી બચ્ચાં મધર કૉલ કરે છે જે સાંભળી માદા રેતી હટાવી બચ્ચાંને ત્યાંથી કાઢે છે અને ચંબલ નદીમાં લઇ જાય છે. નદી સુધી પહોંચવામાં નર ઘેરિયલ તેમની મદદ કરે છે. રેંજરે જણાવ્યું કે સ્વસ્થ ઈંડાનું વજન 112 ગરામ હોય ચે. જન્મના ત્રણ મહિના સુધી બાળકોને ભોજનની જરૂરત નથી પડતી. નવજાત ઘેરિયલોની લંબાઇ 1.2 મીટર હોય છે, ત્યારે જ તેમને ચંબલ નદીમાં છોડી દેવામા ંઆવે છે. જો લંબાઇ ઓછી હોય તો તેમને દેવરી અભ્યારણ કેન્દ્રમાં રાખવામાં આવે છે અને લંબાઇ પૂરી થવા પર ચંબલ નદીમાં છોડી દેવમાં આવે છે.

વરસાદથી નુકસાન થાય
ધોલપુર સ્થિત રાષ્ટ્રીય ચંબલ અભ્યારણના વન રક્ષક સંતોષ મૌર્યએ જણાવ્યું કે સૌથી વધુ નુકસાન વરસાદી દિવસોમાં થાય છે. આ ઉપરાંત બાજ, સાપ, મઘર સહિત અન્ય માંસાહારી જળીય જીવોથી પણ ખતરો બની રહે ચે. ઘેરિયલ અત્યંત દુર્લભ જીવ છે અને દુનિયાભરના તમામ સ્થળોથી તે લુપ્ત થઇ ચૂક્યાં છે. ભારતમાં જ તેની સંખ્યા સૌથી વધુ છે અને તેમાંપણ ચંબલ નદીના વિસ્તારમાં તેની સંખ્યા વધુ છે.

1980માં 40 ઘેરિયલ મળ્યા હતા
ઉલ્લેખનીય છે કે 1980થી પહેલા ભારતીય પ્રજાતિના ઘેરિયલનો સર્વે થયો હતો, જેમાં ચંબલ નદીમાં માત્ર 40 ઘેરિયલ મળ્યાં હતાં. ત્યારથી આ વિસ્તારને ઘેરિયલ અભ્યારણ ક્ષેત્ર ઘોષિત કરી દેવામાં આવ્યો હતો અને તેના સંવર્ધન માટે સરકારે કેટલાય પ્રયાસો કર્યા. દેવરી કેન્દ્ર પર દર વર્ષે 200 ઈંડા રાખવામાં આવે છે, જે નદીના વિવિધ ઘાટ પરથી લાવવામાં આવે છે. જ્યાં તેમની હેચિંગ થાય છે. જ્યારે ધૌલપુર રેંજમાં શંકરપુરા, અંડવાપુરૈની, હરિગિર બાબા વગેરે ઘાટ પર ઘેરિયલ હજારો ઈંડા આપે છે અને હવે આ ઇંડામાંથી બાળકો નીકળી ચૂક્યાં છે.
Solar Eclipse 2020: 21 જૂનનુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આ 4 રાશિઓની કિસ્મત ખોલી દેશે