For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2022માં જી-20 સંમેલનની મેજબાની કરશે ભારત

2022માં જી-20 સંમેલનની મેજબાની કરશે ભારત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિને મોટી સફળતા મળી છે. દેશની આઝાદીના 75મી વર્ષગાંઠ પર ભારત જી20 સંમેલનની મેજબાની કરશે. જી20 શિખર સંમેલનની મેજબાની કરવાનું એલાન શનિવારે અર્જેન્ટીનામાં થયું. બે દિવસના સંમેલનની સમાપ્તીના અવસર પર આ એલાન કરવામાં આ્યું છે. અગાઉ 2022માં જી20ની મેજબાની ઈટલી કરવાનું હતું.

ભારતને મોટી સફળતા

ભારતને મોટી સફળતા

ભારતને જી20ની મેજબાની મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશનો આભાર વ્યક્ત કર્યો. એમણે તમામ દેશના નેતાઓને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, એવામાં ભારત માટે જી20ની મેજબાની મળવી ખાસ વાત છે.

જી20ની મેજબાની કરશે ભારત

જી20ની મેજબાની કરશે ભારત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને જી20 મેજબાની મળ્યા બાદ ટ્વીટ કરી કહ્યું કે 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. એવામાં એ વર્ષે જી20માં તમામ દેશોનું ભારતમાં સ્વાગત છે. દુનિયાની સૌથી તેજીથી આગળ વધી રહેલી અર્થ વ્યવસ્થાઓ ભારતમાં આવીને અહીં ભારતના સ્વાગતનો અનુભવ કરો.

ટ્વીટ કરીને આપી જાણકારી

ટ્વીટ કરીને આપી જાણકારી

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અર્જેન્ટીનાની રાજધાની બ્યૂનસ આયર્સમાં જી20 શિખર સમ્મેલન દરમિયાન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. આ વર્ષામાં જિનપિંગ સાથે તેઓ ચોથી વાર મળ્યા. જી20 શિખર સમ્મેલનમાં પીએમ મોદીએ બ્રિક્સ ઈનફૉર્મલ સમિટમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે આતંકવાદ અને કટ્ટરપંથને વિશ્વ માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો.

વિશ્વ એઈડ્ઝ દિવસઃ ભારતની સેક્સ વર્કરની દીકરીની કહાની સાંભળી રોઈ પડ્યા બિલ ગેટ્સવિશ્વ એઈડ્ઝ દિવસઃ ભારતની સેક્સ વર્કરની દીકરીની કહાની સાંભળી રોઈ પડ્યા બિલ ગેટ્સ

English summary
India to host G-20 summit in 20122 on the 75th anniversary of independence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X