For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયામાં સૌથી ઓછી રજાઓ લે છે ભારતીય, કામનો બોજ સૌથી મોટુ કારણ

જ્યાં દુનિયાભરના લોકો માટે ભારત એક મુખ્ય હોલીડે ડેસ્ટીનેશન છે પરંતુ ભારતીયો પોતે જ પોતાના કામ વચ્ચે રજાઓ નથી લઈ શકતા.

|
Google Oneindia Gujarati News

જ્યાં દુનિયાભરના લોકો માટે ભારત એક મુખ્ય હોલીડે ડેસ્ટીનેશન છે પરંતુ ભારતીયો પોતે જ પોતાના કામ વચ્ચે રજાઓ નથી લઈ શકતા. આનો ખુલાસો હાલમાં જ થયેલા એક સર્વેમાં થયો છે. એક્સપીડિયા વેકેશન ડેપ્રીવેશન સર્વેમાં ખુલાસો થયો છે કે સમગ્ર દુનિયામાં ભારતીયો સૌથી વધુ રજાઓ લે છે. 75 ટકા ભારતીયોનું કહેવુ છે કે તે ફરવા નથી જતા. આ સર્વે 19 દેશોમાં કરવામાં આવ્યો. વળી, ભારતમાં આનુ ખાસ વિશ્લેષણ કરવામાં આવ્યુ છે કે કેમ ભારતીયો ઓછી રજાઓ લે છે અને આમ કરવા પાછળ કામનો બોજ છે કે અન્ય કોઈ કારણ છે.

આ પણ વાંચોઃ 2019 પહેલા બીજો એક મોટો સર્વે, ભાજપ માટે 'ચિંતાના સમાચાર'આ પણ વાંચોઃ 2019 પહેલા બીજો એક મોટો સર્વે, ભાજપ માટે 'ચિંતાના સમાચાર'

75 ટકા ભારતીયોએ માન્યુ, નથી લેતા રજાઓ

75 ટકા ભારતીયોએ માન્યુ, નથી લેતા રજાઓ

એક્સપીડિયા વેકેશન ડેપ્રીવેશન સર્વેએ 19 દેશોમાં સર્વે કરીને માલુમ કર્યુ કે કયા દેશ ઓછામાં ઓછી રજાઓ લઈ ફરવા જાય છે. આમાં ભારત પહેલા નંબર પર છે જ્યાં 75 ટકા લોકોએ કહ્યુ કે તે છુટ્ટીઓ નથી લેતા. વળી, 41ટકા ભારતીયોએ માન્યુ કે તે ફરવા જવા ઈચ્છે છે પરંતુ કામના બોજના કારણે છેલ્લા 6 મહિનાથી ક્યાંય ફરવા નથી ગયા. 17 ટકા ભારતીયોએ છેલ્લા એક વર્ષમાં કોઈ પણ રજા લીધી નથી. માત્ર 3 ટકા લોકોએ કહ્યુ કે તે દર મહિને ફરવા જાય છે.

ઓફિસનું કામ કે ઓછો સ્ટાફ છે મોટુ કારણ

ઓફિસનું કામ કે ઓછો સ્ટાફ છે મોટુ કારણ

53 ટકા ભારતીયોએ કહ્યુ કે તેમને મળતી રજાઓમાંથી પણ તે ઓછી રજાઓ લે છે. વળી, 35 ટકા ભારતીયોએ કહ્યુ કે ઓફિસમાં કામના કારણે કે ઓછા સ્ટાફના કારણે તે રજાઓ નથી લઈ શકતા. આ વર્ષે 68 ટકા લોકોએ કામના કારણે પોતાની રજાઓના પ્લાનને આગળ વધારી દીધો. 19 ટકા લોકોને લાગે છે કે રજાઓ લેવાથી તે કામના પ્રત્યે ઓછા ગંભીર દેખાશે, 25 ટકાએ માન્યુ કે રજાઓ લેવાથી તે કોઈ મહત્વપૂર્ણ નિર્ણયમાં શામેલ નહિ થઈ શકે, 18 ટકા લોકોને લાગે છે કે સફળ લોકો રજા પર નથી જતા.

દક્ષિણ કોરિયા બીજા અને હોંગકોંગ ત્રીજા નંબર પર

દક્ષિણ કોરિયા બીજા અને હોંગકોંગ ત્રીજા નંબર પર

એક્સપીડિયાની આ યાદીમાં ભારત બાદ દક્ષિણ કોરિયા બીજા અને હોંગકોંગ ત્રીજા નંબર પર છે. દક્ષિણ કોરિયામાં 72 ટકા લોકો અને હોંગકોંગમાં 69 ટકા લોકો રજાઓ લઈને ફરવા નથી જઈ શકતા. ભારતીયો પોતાની બધી રજાઓ ન લઈ શકવા મામલે પણ પાંચમાં નંબરે છે. એક્સપીડિયા ઈન્ડિયાના માર્કેટિંગ હેડ મનમીત અહલૂવાલિયાએ કહ્યુ કે ભારતીયો ઓછી રજાઓ લેવા પાછળનું એક કારણ એ પણ સામે આવ્યુ કે તે ફ્રીલી પોતાની રજાઓ એન્જોય નથી કરી શકતા.

યુરોપીય દેશોની સ્થિતિ આપણાથી ઘણી સારી

યુરોપીય દેશોની સ્થિતિ આપણાથી ઘણી સારી

રજાઓ દરમિયાન તેમને પોતાના સહકર્મી કે સુપરવાઈઝર માટે હાજર રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે. રિપોર્ટ અનુસાર 34 ટકા ભારતીય દિવસમાં ઓછામાં ઓછુ એક વાર પોતાનો મેલ જરૂર ચેક કરે છે. જ્યે 75 ટકા ભારતીયોએ કહ્યુ કે તે રજાઓ નથી લઈ શકતા. વળી, બીજી તરફ સ્પેનમાં રહેતા 64 ટકા લોકોએ કહ્યુ કે તેમણે વર્ષમાં 21થી 30 દિવસની રજા લીધી છે. વળી, યુનાઈટેડ કિંગ્ડમના પણ અડધા લોકોએ માન્યુ કે તેમણે રજાઓ લીધી છે. વર્ક લાઈફ બેલેન્સ મામલે પણ ભારતની સ્થિતિ સારી નથી.

આ પણ વાંચોઃ અયોધ્યામાં 1992 જેવી સ્થિતિ, કિલ્લામાં ફેરવાઈ રામનગરી, હજારો શિવ સૈનિક પહોંચ્યાઆ પણ વાંચોઃ અયોધ્યામાં 1992 જેવી સ્થિતિ, કિલ્લામાં ફેરવાઈ રામનગરી, હજારો શિવ સૈનિક પહોંચ્યા

English summary
India Is The Most Deprived Vacation Country In The World, Claims Expedia's Survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X