For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીડિયાએ બનાવેલ સંત છે મધર ટેરેસા : સર્વે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી : સમગ્ર દુનિયામાં ગરીબો તથા અસહાયોની મદદ કરવા માટે જાણીતાં મધર ટેરેસા અંગે એક કૅનેડિયન રિસર્ચમાં દાવો કરાયો છે કે મધર ટેરેસાને લોકોની સહાય કરવામાં કોઈ રસ નહોતો, પણ તેઓ માત્ર લોકપ્રિયતા પામવા તથા પોતાની છબી જાળવી રાખવા એવું કરતા હતાં. આ કામમાં મીડિયાએ તેમની મદદ કરી.

mother-teresa

હકીકતમાં મધર ટેરેસા મીડિયા દ્વારા બનાવવામાં આવેલ સંત છે. કૅનેડિયન મૅગેઝીનમાં પ્રકાશિત શોધમાં શોધકર્તા સર્જ લારવી તથા જિનેવેવે જણાવ્યું કે મધર ટેરેસાની છબી ચમકાવવામાં માત્ર મીડિયાની જ મદદ નહોતી લેવાઈ, પણ તેમને પ્રમોટ કરવા માટે મૅકકન મુગરેજે મિશન ઑફ ચૅરિટી પર એક ફિલ્મ પણ બનાવી હતી. આ ફિલ્મમાં દર્શાવાયું છે કે એક મોનિકા નામની છોકરીના ચમત્કારના કારણે દુઃખાવાથી પીડાતાં દર્દી સાજાં થઈ જાય છે. હકીકતમાં આવું કેટલીક દવાઓના કારણે શક્ય બન્યુ હતું. તેમાં ચમત્કાર જેવી કોઈ વસ્તુ નહોતી.

શોધમાં મધર ટેરેસા અંગે જણાવાયું છે કે તેઓ લોકોના હમદર્દ હોવાનો દેખાવ કરતા હતાં અને દુનિયા સામે પોતાની છબી બનાવવા માંગતા હતાં. તેમણે નાણાંનો ઉપયોગ કરી પોતાની શૉર્ટ ફિલ્મ બનવાડાવી તથા સાથે જ તેમને મીડિયામાં પ્રમોટ પણ કરાવાયાં. આ કામમાં મધર ટેરેસાએ જાણીતા કોડેક કમ્પનીની પણ મદદ લીધી.

સર્વેમાં મધર ટેરેસાને ખ્રિસ્તી ધર્મનું પ્રચાર-પ્રસાર કરનારા બતાવાયાં છે અને જણાવાયં છે કે તેઓ તેવા સમયે ભારત આવ્યા હતાં કે જ્યારે ખ્રિસ્તી ધર્મ સંકટમાં હતો. તેમણે ધર્મનું પ્રચાર-પ્રસાર તો કર્યું, સાથે જ વિશ્વ કક્ષાએ પોતાની ઈમેજ પણ ઊભી કરી. શોધમાં વર્ણવવામાં આવ્યું છે કે મધર ટેરેસાના મોત બાદ વેટિકન દ્વારા તેમને સંતનો દરજ્જો આપવાની કવાયત પણ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પ્રમાણોના અભાવે આ કોશિશને અંતિમ રૂપ ન આપી શકાઈ. શોધકર્તાઓની આ રિપોર્ટથી પશ્ચિમ બંગાલના લોકોને ખૂબ દુઃખ થયું, કારણ કે મધર ટેરેસા પશ્ચિમ બંગાળ સાથે ખાસ જોડાણના કારણે જાણીતા હતાં.

English summary
According to a Canadian magzine Mother Teresa was a 'media created' saint.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X