For Daily Alerts
ભારત સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઇ મર્યાદા વધારી 49 ટકા કરી શકે
નવી દિલ્હી, 3 એપ્રિલ : કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન આનંદ શર્માએ જણાવ્યું હતું કે બુધવારે કેન્દ્ર સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં વર્તામાન એફડીઆઇ મર્યાદા 26 ટકાથી વધારીને 49 ટકા સુધી કરી શકે છે.
તેમણે જણાવ્યું કે "હું ચાહું છું કે સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઇની મર્યાદા વધારીને 74 ટકા ના કરવામાં આવે તો ઓછામાં ઓછી 49 ટકા તો કરવામાં આવે જ." આનંદ શર્મા સીઆઇઆઇની વાર્ષિક સામાન્ય સભા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આમ જણાવી રહ્યા હતા.
શર્માએ જણાવ્યું કે ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયે સંરક્ષણમાં એફડીઆઇ વધારાની તરફેણ કરી છે. સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઇ વધતા ભારત સંરક્ષણ ઉત્પાદનોના ઉત્પાદન કરતા દેશો સાથે અગ્ર હરોળમાં આવી જશે.
સંરક્ષણ ક્ષેત્રમાં 26 ટકા એફડીઆઇ ખરેખર ખૂબ ઓછી છે. હું સંરક્ષણમાં વધારે એફડીઆઇનું સૂચન કરું છું અને આ બાબતની કાયમ તરફેણ કરતો રહીશ. આ માટે સરકાર અને ઉદ્યોગો વચ્ચે ભાગીદારી હોવી જોઇએ. આ ઉપરાંત સરકાર એફડીઆઇ મુદ્દે વધારે ઉદાર વલણ અપનાવશે. ખાસ કરીને બેંકિંગ અને ઇન્શ્યોરન્સ ક્ષેત્રોમાં મર્યાદા વધારી આપવા છૂટ આપશે.