ભારતના ગુપ્તચર વિભાગે જાહેર જનતાને ચેતવણી આપી છે કે દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) ભારતના મુખ્ય શહેરો પર કોઇ મોટો આતંકી હુમલો કરી શકે છે. આ સૂચના મળ્યા બાદ ગૃહ મંત્રાલયે પણ એલર્ટ જાહેર કરી તમામ રાજ્યોની પોલિસને સચેત રહેવાની સલાહ આપી છે.
આઇબીનું કહેવું છે કે ISIS ભારતના પડોશી રાજ્યો સુધી પહોંચી ગયું છે. અને ભારતમાં પણ આ સંગઠનના અનેક એન્જટો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એવામાં દેશના મોટા શહેરો જેમ કે દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, કોલકત્તા, પુણે, ચેન્નઇને આ સંગઠન પોતાનો નિશાનો બનાવી શકે છે.
વધુમાં ગુપ્તચર વિભાગે કહ્યું કે તુર્કીમાં સ્થિત ભારતીય નાગરિકોને પણ ISIS પોતાના નિશાનો બનાવી શકે છે. અને ત્યાં પણ ભારતના વિદેશ મંત્રાલયને જાણકારી આપી સુરક્ષા વધારવામાં આવી છે.
વળીમાં, તેવું જરૂરી નથી કે ISISના આતંકી પોતે ભારત પર હુમલો કરવા આવે. બની શકે કે તે ઇન્ડિયન મુજાહિદ્દીન, સિમી, લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનોની મદદ લઇને ભારત પર કોઇ મોટો હુમલો કરે. વધુમાં ISIS આ માટે ભારે માત્રામાં ધન એકત્રિત કરી રહી છે. અને તે ધનનો ઉપયોગ તે ભારતની આસપાસ અને ભારતમાં આવેલા સક્રિય સંગઠનોને ખરીદવા માટે કરી રહી છે.
ત્યારે ISIS વિષે કેટલીક અન્ય ચોંકાવનારી માહિતીઓ જાણો આ ફોટોસ્લાઇડરમાં...
ISIS
17 વર્ષની એક યુવતીએ પોતાના જીવનના 9 મહીના જે રીતે કાઢ્યા છે તેની કલ્પના માત્ર મોત કરતા પણ વધારે ભયાનક હશે. ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના કેદમાંથી છૂટીને આવેલી 17 વર્ષની યજીદી યુવતીએ જ્યારે પોતાની આપવીતી સંભળાવી તો રૂંવાડા ઊભા થઇ ગયા.
તસવીરોમાં જુઓ ISISની ક્રૂરતા, 40 આતંકીઓ કરતા હતા બળાત્કાર
ISIS
આ વખતે આઇએસઆઇએસે લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવાના આરોપમાં એક યુવક અને યુવતીને ચોંકાવનારી સજા આપી. આતંકવાદીઓએ ભરબજારમાં તેમની પર ત્યાં સુધી પત્થર ફેંક્યા જ્યાં સુધી તેમનું મોત ના થઇ ગયું.
લગ્ન પહેલા કર્યું સેક્સ તો પત્થર મારીને કરી હત્યા
ISIS
જૉર્ડન સશસ્ત્ર દળ આતંકવાદી સમૂહ ઇસ્લામિક સ્ટેટના નવા ઓડિયો ક્લિપની તપાસ બાદ આ વાત સામે આવી છે. સશસ્ત્ર દળોએ જણાવ્યું છે કે આઇએસે પાયલટને મૂઢ માર માર્યા બાદ તેને જીવતો સળગાવી દીધો.
ISISએ પાયલોટને જીવતો સળગાવ્યો
ISIS
અમેરિકાના પ્રથમ નાગરિક અને દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું વ્હાઇટ હાઉસમાં ઘુસીને માથું ધડથી અલગ કરી દેવાની ધમકી આપવામાં આવી છે
ઓબામાનું માથું વાઢીને અમેરિકાને બનાવીશું મુસ્લિમ રાષ્ટ્ર
ISIS
આંતકી સંગઠન આઇએસઆઇએસે પોતાના કૃત્યને ઉજાગર કરતો વધુ એક વીડિયો ફરતો કર્યો છે. આ વીડિયોમાં આઇએસઆઇએસના આતંકવાદીઓ ભરબજારમાં યુવતીઓની બોલીઓ લગાવી રહ્યા છે.
Video: 'સેક્સ સ્લેવ' બનાવવા માટે યુવતીઓની હરાજી કરતા આતંકીઓ
ISIS
ઇરાકી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસે અમેરિકાને ધમકી આપી છે કે અમેરિકન નાગરિકો પર દુનિયાના કોઇ પણ સ્થળે હુમલા કરવામાં આવશે.
અમેરિકનો, અમે તમને ખૂનમાં ડૂબાડી દઇશું: ISIS
ISIS
આઇએસઆઇએસે મોસુલ અને તિકરિત જેવા શહેરોમાં રીતસર પેમ્પલેટ પણ વહેચ્યા છે. સાથે જ કહ્યું છે કે ફરમાનનું ઉલ્લંઘણ અલ્લાહના અવ્હેલના થશે અને જે પણ આને નહી માને તેને મોતના ઘાટ ઉતારી દેવામાં આવશે.
પોતાની પુત્રીઓ અને પત્નીઓને સેક્સ માટે મોકલો નહીતર મરશો