For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-પાક.એ ન્યૂક્લિયર ઠેકાણાઓની યાદી જાહેર કરી

ભારત અને પાકિસ્તાને સોમવારે પોતાના ન્યૂક્લિયર ઠેકાણાઓની સૂચિ જાહેર કરી છે. એક કરાર હેઠળ ન્યૂક્લિયર ઠેકાણાઓની સૂચિ જાહેર કરવાનો હેતુ બંને દેશો વચ્ચેની આક્રમક ગતિવિધિઓને રોકવાનો છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાને સોમવારે પોતાના ન્યૂક્લિયર ઠેકાણાઓની સૂચિ જાહેર કરી છે. એક કરાર હેઠળ ન્યૂક્લિયર ઠેકાણાઓની સૂચિ જાહેર કરવાનો હેતુ બંને દેશો વચ્ચેની આક્રમક ગતિવિધિઓને રોકવાનો છે. દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ બંને દેશો વચ્ચે થયેલ કરાર હેઠળ કરવામાં આવે છે. આ ન્યૂક્લિયર ઠેકાણાઓની સૂચિ ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં એક-બીજા સમક્ષ રજૂ કરી હતી. વિદેશ મંત્રાયલ અનુસાર, બંને દેશો વચ્ચે આ 27મી વાર સૂચિ જાહેર કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 31 ડિસેમ્બર, 1988ના રોજ કરાર થયો હતો, જે હેઠળ બંને દેશો એકબીજાના એટમી ઠેકાણાઓ પર હુમલો નહીં કરી શકે. આ કરાર 27 જાન્યુઆરી, 1991ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.

India

બંને દેશો વચ્ચે વધતા ન્યૂક્લિયર જોખમને પૂર્ણ કરવાના હેતુથી દર વર્ષે જાન્યુઆરીમાં બંને દેશોના ન્યૂક્લિયર ઠેકાણાઓની સૂચિ જાહેર કરવામાં આવે છે. પાકિસ્તાન પાસે ભારત કરતાં વધુ પરમાણુ હથિયારો છે. બિઝનેસ ઇનસાઇડર(27 નવેમ્બર, 2017) અનુસાર, પાકિસ્તાન પાસે કુલ 140 પરમાણુ હથિયાર છે, જ્યારે ભારત પાસે 130 છે. રશિયા 7 હજાર પરમાણુ હથિયારો સાથે પહેલા નંબરે છે અને યુએસ 6800 વિનાશકારી બોમ્બ સાથે બીજા નંબરે છે.

English summary
India Pakistan exchange nuclear installations list in New Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X