બેંગકોકમાં થઇ NSAની વાર્તા, બે દેશ મળ્યા, ત્યાં દેશમાં પડ્યાં ભાગલા
રવિવારે, ભારત અને પાકિસ્તાન વચ્ચે બેંગકોકમાં એનએસઆઇ લેવલની વાર્તા થઇ. નોંધનીય છે કે પેરિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે ટૂંકી વાત ચીત થઇ હતી. અને મોદીએ શરીફ સાથે વાતચીત ચાલુ રાખવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો જે અંગે શરીફે પેરિસમાં પ્રેસને જણાવ્યું હતું. તે બાદ બન્ને દેશોના સંબંધોમાં બદલાવ જોવા મળ્યો હતો. અને તેના જ ફળસ્વરૂપે બેંગકોકમાં NSA લેવલની વાર્તા થઇ છે તેમ માનવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે આ પહેલા પણ ઓગસ્ટમાં બન્ને દેશો વચ્ચે એનએસએ લેવલની વાર્તા થવાની હતી. પણ અલગાવવાદીને સાથે જોડવાનો મુદ્દો વચ્ચે આવતા આ વાર્તાને રદ્દ કરવામાં આવી હતી. જો કે તે બાદ હાલ જે વાર્તા થઇ છે તે બન્ને દેશોના ભવિષ્ય માટે એક માસ્ટર સ્ટ્રોક છે.
જો કે બે દેશો તો વાતો કરવા આગળ આવ્યા છે અને તેમાં સફળતા પણ મળી છે. પણ દેશમાં આના કારણે જે ક્રોંગ્રેસ અને શિવસેનાએ મળીને ભાજપ સરકારની જાટકણી કાઢી છે. ત્યારે ક્રોંગ્રેસ અને શિવસેનાએ શું કહ્યું તે અને આ વાતચીતમાં ખરેખરમાં દેશનું શું હિત રહેલું છે તે જાણવા વાંચો નીચેનો આ રસપ્રદ ફોટોસ્લાઇડર...

ભારત અને પાકિસ્તાન બન્નેની જીત
બેંગકોકમાં મળેલી NSA લેવલની બેઠકથી ભારત અને પાકિસ્તાન બન્નેની એક રીતે જીત થઇ છે. પાકિસ્તાનનો કાશ્મીર મુદ્દો પણ આ વાર્તામાં ચર્ચાઓ. અને ભારતની લાંબા સમયથી સીમા વિવાદ અને સુરક્ષાના જે મુદ્દા હતા તે પર પણ આ મુલાકાતમાં ચર્ચા થઇ.

ભારતનો મોટો ફાયદો
ભારતની મોટી જીત તે રીતે થઇ છે કે પહેલી વાર એનએસએ ચર્ચામાં અલગાવવાદી નેતાઓને દૂર રાખવામાં ભારત સફળ રહ્યું છે. નોંધનીય છે કે આ પહેલા પણ અલગવાદી નેતાઓ અને પાકિસ્તાન ચર્ચાઓ દિશા ખાલી કાશ્મીર પૂરતી કરી દેતા હતા. પણ દેશની બહાર યોજાયેલી આ બેઠક ભારતને બીજી વાત કરવાનો મૌકા મળ્યો છે. તે રીતે ભારતને મોટા ફાયદો થયો છે.

શિવસેનાએ શું કહ્યું
આ વાર્તા પર શિવસેના પ્રવક્તા સંજય રાઉત કહ્યું કે પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારની વાતચીત કરવામાં શિવસેના ક્યારેય પણ વિશ્વાસ નથી રાખતી. અને ભારત અને પાકિસ્તાન ત્રીજી દેશમાં જઇને વાત કરી રહ્યા છે જે બતાવે છે કે આ વાર્તા કેટલી સફળ રહેશે!

ક્રોંગ્રેસે કહ્યું કે ભાજપે સદનને વિશ્વાસમાં લેવું જોયતું હતું
તો બીજી તરફ ક્રોંગ્રેસનું કહેવું છે કે આ વાર્તા પહેલા સરકારે રાજનીતિક પાર્ટી અને સદનને વિશ્વાસમાં લેવું જોયતું હતું. પાછળા એક વર્ષથી ભારત પાકના સંબંધોમાં કોઇ પરિવર્તન નથી આવ્યું. ત્યારે આ વાર્તા સદન રીતે નિષ્ફળ રહેશે.
ક્રોંગ્રેસના નેતા મનીષ તિવારીએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાજપે દેશની જનતા જોડે વિશ્વાસધાત કર્યો છે.

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ જશે પાકિસ્તાન
ત્યારે આ વાતચીત બાદ મંગળવારે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પણ પાકિસ્તાનની મુલાકાતે જશે તે વિષે આજે અધિકૃત જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે સુષ્મા સ્વરાજ હાર્ટ ઓફ એશિયા સમિટ હેઠળ પાકિસ્તાનની આ મુલાકાતે જવાની છે.

રક્ષા સલાહકારો આ વાતને આવકારી
નોંધનીય છે કે દેશના જાણીતા રક્ષા સલાહકારોએ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલી આ ચર્ચાને આવકારી છે. તેમનું કહેવું છે કે શાંતિપૂર્ણ પ્રક્રિયા માટે વાતચીત હંમેશાથી એક સારો ઉકેલ રહ્યો છે.
ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલી આ વાતચીત અંગે તમારો શું મત છે તે અમને નીચેના કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.