For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકના કાશ્મિર નિવેદન પર પીએમ નારાજ

By Super
|
Google Oneindia Gujarati News

manmohan singh
નવીદિલ્હી, 04 ઑક્ટોબરઃ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કાશ્મિરને લઇને સંયુક્ત રાષ્ટ્રમાં આપવામા આવેલા નિવેદન પર ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. ઝરદારીના એ નિવેદન બાદ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો પાકિસ્તાન પ્રવાસ રદ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહ આ વર્ષના અંતમાં પાકિસ્તાન પ્રવાસ પર જવાના હતા. મનમોહન સિંહે કાશ્મિરને લઇને કરેલા ઝરદારીના નિવેદન પર નારાજગી જાહેર કરી છે. નોંધનીય છે કે ઝરદારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે કાશ્મિર ભારતનો ભાગ નથી.

ઝરદારીનું કહેવું છે કે વિદેશમંત્રી એસએમ કૃષ્ણા ઉશ્કેરાઇ ગયા અને ઝરદારીના દાવાને ખારીજ કરી દીધો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા શરુ કરવામાં આવેલું વાક યુદ્ધ એ સમયે ઉગ્ર થઇ ગયું, જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને ઉપ સ્થાયી પ્રતિનિધિ રજા બશીર તરારે પણ કહ્યું કે જમ્મૂ-કાશ્મિર ક્યારેય ભારતનો અવિભાજ્ય અંગ નહોતું.

ભારતે આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, જમ્મૂ-કાશ્મિર ભારતનું અવિભાજ્ય અંગ છે. વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય અધિવેશનને સંબોધિત કરતા કહ્યું છે કે કાશ્મિર અંગે ભારતની નીતિ હમેંશા એક જેવી રહી છે અને આખું વિશ્વ એ જાણે છે. નોંધનીય છે કે નવેમ્બરના અંતમાં મનમોહન સિંહ પાકિસ્તાન યાત્રા પર જવાના હતા જે આ મામલા પછી ટળી શકે છે.

English summary
Strongly reacting to Indian External Affairs Minister SM Krishna's reference to Kashmir at the UN, Pakistan has claimed that Jammu and Kashmir had never been an integral part of India and said President Asif Ali Zardari's statement on the issue was "not unwarranted".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X