ભારત પાકિસ્તાને એકબીજાને આપી કેદીઓની લીસ્ટ, સમજોતા મુજબ દર વર્ષે આપે છે યાદી
ભારત અને પાકિસ્તાનમાં તનાવ વચ્ચે બંને દેશોએ એકબીજાની જેલમાં બંધ કેદીઓની સૂચિ શેર કરી છે. બુધવારે પાકિસ્તાને તેમની જેલોમાં 227 માછીમારો સહિત 55 ભારતીય નાગરિક કેદીઓની સૂચિ ભારતને સુપરત કરી હતી. તે જ સમયે, ભારતમાં કેદ થયેલ 99 માછીમારો સહિત 267 પાકિસ્તાની નાગરિક કેદીઓની સૂચિ પણ પાકિસ્તાનને આપવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2008 માં રાજદ્વારી એક્સેસ કરારની જોગવાઈઓ હેઠળ, દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ આવી યાદીઓની આપલે કરવામાં આવે છે. પાકિસ્તાને કેદીઓની યાદી ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનને સુપરત કરી છે અને ભારતે કેદીઓની સૂચિ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનને આપી છે. તમને જણાવી દઈએ કે હાલમાં પાકિસ્તાની જેલોમાં 55 ભારતીય નાગરિકો છે અને ત્યાં 227 માછીમારો છે કે જેઓ ભારતીય છે અથવા ભારતીય હોવાનો દાવો કરે છે.
ટીવીની સૌથી સેક્સી ડાયન મોનાલિસાએ બ્લેક બિકિનીમાં લગાવી આગ, એકલમાં જોવો