• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત કાળાનાણાંની યાદીમાં ત્રીજા ક્રમે, 10 વર્ષમાં 440 અરબ ડોલર બહાર ગયાં

By Kumar Dushyant
|

વોશિંગ્ટન, 17 ડિસેમ્બર: વિદેશમાં સંદિગ્ધ રીતે જમા કાળુનાણું પરત લાવવાના ભારતના પ્રયત્નો વચ્ચે એક આંતરરાષ્ટ્રીય રિસર્ચ સંસ્થાએ કહ્યું કે દેશમાંથી 10 વર્ષમાં લગભગ 440 અરબ ડોલર ગેરકાનૂની કાણું બહાર લઇ જવામાં આવ્યું. રિપોર્ટ અનુસાર દેશમાંથી 2012માં જ અંદાજે 94.76 અરબ ડોલર (છ લાખ કરોડ રૂપિયા)ની ગેરકાનૂની સંપત્તિ બહાર ગઇ અને આ મુદ્દે આ ચીન અને રશિયા બાદ ત્રીજા નંબર છે.

ગ્લોબલ ફિનાંશન ઇંટેગ્રિટી (જીએફઆઇ) દ્વારા રજૂ કરવામાં આવેલા તાજા અનુમાન અનુસાર ભારતમાંથી 2003 થી 2012ની અવધિમાં કુલ 439.59 અરબ ડોલર (28 લાખ કરોડ રૂપિયા)ની રકમ બહાર ગઇ. ચીનમાંથી 2012માં 249.57 અરબ ડોલર અને રશિયામાંથી 122.86 અરબ ડોલરની ગેરકાનૂની રકમ દેશમાંથી બહાર ગઇ. રિપોર્ટમાં 2012 સુધીનું આંકલન કરવામાં આવ્યું છે.

વોશિંગ્ટનના સંસ્થાએ કહ્યું કે 2012 દરમિયાન બધા વિકાસશીલ અને વિકસતા દેશો પાસે ક્રાઇમ, ભ્રષ્ટાચાર અને કરચોરીનું કુલ 991.2 અરબ ડોલર ધન બહાર મોકલવામાં આવ્યું. તેમાંથી ભારતમાંથી મોકલવામાં આવેલા આ પ્રકારના ધનનો ભાગ લગભગ 10 ટકા રહ્યો. ગેરકાનૂની નાણાંકીય પ્રવાહ પર જીએફઆઇના આ રિપોર્ટના અનુસાર વિકાસશીલ દેશોમાંથી 2003 થી 2012ના 10 વર્ષ દરમિયાન 6,600 અરબ ડોલરની રકમ બહાર મોકલવામાં આવી.

તેમાં 439.50 અરબ ડોલરનું કાળુનાણું પણ સામેલ રહ્યું જે આ 10 વર્ષોમાં ભારતમાંથી બહાર ગયું. રિપોર્ટ અનુસાર ગત એક દાયકામાં કાળુનાણું બહાર જવાના પ્રમાણે ભારત ચોથા ક્રમ પર છે. 2003-2012 દરમિયાન આ પ્રક્રારનું સૌથી વધુ 1,250 અરબ ડોલરનું કાળુનાણું ચીનમાંથી બહાર ગયું. ત્યારબાદ રશિયા (937.86 અરબ ડોલર) અને મેક્સિકો (514.26 અરબ ડોલર)નું સ્થાન રહ્યું.

જીએફઆઇએ કહ્યું કે આ 10 વર્ષોમાં દર વર્ષે ભારતમાંથી સરેરાશ 43.96 અરબ ડોલરનું કાળુનાણું બહાર ગયું. કાળાનાણાંની આ વિશાળ રકમના આંકલન થયાના થોડા દિવસો પહેલાં ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી તપાસ ટીમે વૈશ્વિક બેંક એચએસબીસીની જિનીવા શાખામાં સંદિગ્ધ ખાતા ધરાવતા કેટલાક ભારતીય નામોની એક યાદીના લોકોના ખાતામાં 4,479 કરોડ રૂપિયા જમા હોવાનું શોધી કાઢ્યું છે. આ ઉપરાંત એસઆઇટીએ કહ્યું કે ભારતની અંદર પણ 14,958 કરોડ રૂપિયા રૂપિયાના કાળાનાણાંની તપાસ ઇડી અને ઇન્કમ ટેક્સ વિભાગ કરી રહ્યું છે.

કાળાનાણાંના મુદ્દે ભારતમાં ગંભીર રાજકીય ચર્ચા થઇ રહી છે અને ગત ચૂંટણીમાં આના પર જોરશોરથી ચર્ચા થઇ. નવી સરકારે કહ્યું કે તે આ સમસ્યાનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે જો કે તેની પાસે એવો કોઇ આધિકારીક આંકડો નથી જેનાથી ખબર પડી શકે કે દેશ-વિદેશમાં ભારતના લોકોએ કેટલું ગેરકાયદેસર કાળુનાણું જમા કરાવી રાખ્યું છે. જીએફઆઇના આંકલન અનુસાર 2012માં કાળુનાણું બહાર મોકલવાના મુદ્દે મેક્સિકો ચોથા ક્રમે (59.66 અરબ ડોલર) અને મલેશિયા પાંચમા ક્રમે (48.93 અરબ ડોલર) પર છે. જીએફઆઇના મુખ્ય અર્થશાસ્ત્રી દેવકાર અને કનિષ્ઠ અર્થશાસ્ત્રી જોસફ સ્પૈંજર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2012માં રેકોર્ડ 991.2 અરબ ડોલરનું કાળુનાણું વિભિન્ન દેશોમાંથી દેશોમાંથી બહાર ગયું જ્યારે 2003માં આ 297.4 અરબ ડોલર હતું.

રિસર્ચમાં જાણવા મળ્યું કે 2003-2012માં ગેરકાનૂની નાણાનો પ્રવાહ મુદ્રાસ્ફ્રીતિને સમાયોજિત કર્યા બાદ 9.4 પ્રતિ વર્ષની દરે વધ્યું. જો કે આ દરમિયાન પશ્વિમ એશિયા તથા ઉત્તરી આફ્રિકા (મેના) અને ઉપ-સહારા આફ્રિકાથી કાળાનાણાંનો પ્રવાહ વર્ષે સરેરાશ ક્રમશ: 24.2 અને 13.2 ટકાના દરે વધી રહ્યો છે.

જીએફના અધ્યક્ષ રેમંડ બેકરે કહ્યું 'જેવું રિપોર્ટમાં જાહેર થાય છે, વિકાસશીલ અને વિકસતી અર્થવ્યવસ્થાઓની સામે ગેરકાનૂની નાણાંકીય પ્રવાહ સૌથી ખતરનાક આર્થિક સમસ્યા છે.'' તેમણે કહ્યું 'કાળાનાણાંનો પ્રવાહ આ દેશોમાં આવનાર કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને આધિકારીક વિકાસ સહાયતાની કુલ રકમથી વધુ છે. વિશ્વની ગરીબ અને મધ્યમ આવકવાળી અર્થવ્યવસ્થાઓથી વાર્ષિક સરેરાશ 1,000 અરબ ડોલર બહાર (ગેરકાનૂની રીતે) નિકળી રહ્યો છે.' બેકરે કહ્યું કે જો કે સમસ્યા એ છે કે કાળુનાણું દેશમાંથી બહાર જવાની ગતિ વધી રહી છે જે વૈશ્વિક વૃદ્ધિ દરના મુકાબલે બમણી છે. તેમના અનુસાર વિશ્વના નેતા જ્યાં સુધી આ સમસ્યાના સમાધાન માટે સહમત થતા નથી સતત વૈશ્વિક વિકાસ પ્રાપ્ત કરવો લગભગ અસંભવ છે.

English summary
Washington: As India continues its pursuit of suspected black money stashed abroad, an international think-tank has ranked the country third globally with an estimated USD 94.76 billion (nearly Rs 6 lakh crore) illicit wealth outflows in 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X