For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયા, રૂસ અને ફ્રાંસમાં નહી પણ ભારતમાં છે સૌથી વધુ મલ્ટી-મિલેનિયર્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ: ન્યૂ વર્લ્ડ વેલ્થ દ્વારા જાહેર કરવામાં આવેલ વેલ્થ ઇંડેલ્સના એક રિપોર્ટના હવાલેથી કહેવામાં આવ્યું છે કે ભારત પણ હવે તે દેશોનો ભાગ બની ગયો છે જ્યાં મલ્ટી મિલેનિયર્સની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

આ રિપોર્ટમાં 10 મિલિયન ડોલરની વ્યક્તિગત સંપત્તિ પર કરવામાં આવેલા એક સર્વે બાદ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ભારતને આઠમું સ્થાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર ભારત, અમેરિકા, ચીન, જર્મની, સિંગાપુર અને કેનેડા જેવા દેશોનો ભાગ બની ગયો છે. ઇંડેક્સને ગ્લોબલ રિચ લિસ્ટનું નામ આપવામાં આવ્યું છે. આ યાદીમાં દુનિયાના જે શહેર સામેલ કરવામાં આવ્યા છે તેમાં મુંબઇ એકમાત્ર એવું ભારતીય શહેર છે, જે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.

તસવીરોમાં જોઇએ કે મુંબઇ ઉપરાંત બીજા કયા-કયા દેશોને આ રિપોર્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ ભારત વિશે રિપોર્ટમાં શું વાત કહેવામાં આવી છે.

મુંબઇ 30મા સ્થાને

મુંબઇ 30મા સ્થાને

આ રિપોર્ટ અનુસાર ભારતની આર્થિક રાજધાની મુંબઇને મ્યૂનિખને પાછળ ધકેલી દિધું છે. મુંબઇમાં અત્યારે લગભગ 2,700 મલ્ટી મિલેનિયર્સ છે જે મ્યૂનિખની સંખ્યા કરતાં ઘણા વધુ છે.

15,400 મલ્ટી મિલેનિયર્સ

15,400 મલ્ટી મિલેનિયર્સ

આ યાદીમાં હોંગકોંગને પહેલી પોજિશન પર રાખવામાં આવ્યું છે. હોંગકોંગમાં અત્યારે 15,400 મલ્ટી મિલેનિયર્સ છે.

 14,300 મલ્ટી મિલેનિયર્સ

14,300 મલ્ટી મિલેનિયર્સ

અમેરિકાનું એકદમ સુંદર શહેર ગણાવામાં આવતું ન્યૂયોર્કમાં અત્યારે 14,300 મલ્ટી મિલેનિયર્સ છે.

9,700 મલ્ટી મિલેનિયર્સ

9,700 મલ્ટી મિલેનિયર્સ

બ્રિટેનની રાજધાની લંડનમાં અત્યારે 9,700 મલ્ટી મિલેનિયર્સ છે અને રિપોર્ટ અનુસાર આ ભારતીય મલ્ટી મિલેનિયર્સની મનપસંદનું શહેર છે.

 રૂસની રાજધાનીમાં 7,600 મલ્ટી મિલેનિયર્સ

રૂસની રાજધાનીમાં 7,600 મલ્ટી મિલેનિયર્સ

રૂસની રાજધાની મોસ્કોમાં અત્યારે 7,600 મલ્ટી મિલેનિયર્સ છે ટૂંક સમયમાં આ સંખ્યા બમણી થઇ જશે.

 7,400 મલ્ટી મિલેનિયર્સની સાથે પાંચમા ક્રમે

7,400 મલ્ટી મિલેનિયર્સની સાથે પાંચમા ક્રમે

અમેરિકાના જગમગતા શહેર લોસ એજિલ્સ આ યાદીમાં પાંચમા ક્રમે છે જ્યાં અત્યારે 7,400 મલ્ટી મિલેનિયર્સ રહે છે.

 6,600 મલ્ટી મિલેનિયર્સ

6,600 મલ્ટી મિલેનિયર્સ

રિપોર્ટ અનુસાર સિંગાપુરમાં અત્યારે 6,600 મલ્ટી મિલેનિયર્સ રહે છે. જેમની વ્યક્તિગત આવકમાં આગામી સમયમાં ઝડપથી વધારો થવાનો છે.

 અમેરિકાનું વધુ એક શહેર

અમેરિકાનું વધુ એક શહેર

હૉલીવુડ ફિલ્મોનું સૌથી ખાસ લોકેશન રહી ચૂકેલા અમેરિકાનું શિકાગો શહેર આ યાદીમાં સાતમા ક્રમે છે જ્યાં અત્યારે 6,000 મલ્ટી મિલેનિયર્સ છે.

 આઠમા ક્રમે

આઠમા ક્રમે

એપલ, ફેસબુક, ટ્વિટર અને એવી કંપનીઓના મુખ્યાલય વાળા સેન ફ્રાંસિસ્કોમાં પણ રિપોર્ટ અનુસાર અત્યારે 6,000 મલ્ટી મિલેનિયર્સ છે.

5,600 અરબપતિ

5,600 અરબપતિ

જર્મનીના સૌથી સુંદર શહેર જ્યૂરિખ પણ આ યાદીનો ભાગ બન્યા છે. આ યાદીમાં 5,600 મલ્ટી મિલેનિયર્સની સાથે જ્યૂરિખને નંબર નવ પર રાખવામાં આવ્યું છે.

 દસમા ક્રમે

દસમા ક્રમે

ડ્રગ્સ, માફિયા અને તીખું ખાવા માટે જાણીતા શહેર મેક્સિકો શહેરની રાજધાની મેક્સિકો સિટીને દસમો નંબર આપવામાં આવ્યો છે. મેક્સિકો સિટીમાં અત્યારે 5,600 મલ્ટી મિલેનિયર્સ છે.

English summary
India ranks 8th in New Wealth report with 14,800 multimillionaires. While Mumbai secures 30th place in terms of numbers of multimillionaires.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X