For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાં ચીન બીજા ને ભારત આઠમાં ક્રમે

By Super
|
Google Oneindia Gujarati News

india-gate
નવી દિલ્હી, 27 એપ્રિલઃ તાજેતરમાં એક અધ્યયન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના સૌથી શક્તિશાળી 10 દેશોમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે. કૂટનીતિક વિશેજ્ઞો અને વિદ્વાનોના એક સમૂહ દ્વારા રાષ્ટ્રીય તાકાત પર કરવામાં આવેલા આ અધ્યયનામાં ભારતને વિશ્વના 10 શક્તિશાળી દેશોમાં આઠમાં સ્થાન પર મુકવામાં આવ્યું છે.

નવી દિલ્હી સ્થિત ફાઉન્ડેશન ફોર નેશનલ સિક્યુરિટી રિસર્ચ તરફથી કરવામાં આવેલા આ સર્વેમાં અધ્યયનમાં રાષ્ટ્રીય તાકાતનું અવલોકન ઉર્જા સુરક્ષા, આબાદી, ટેક્નલોજી ક્ષમતા જેવી યાદીઓને ધ્યાનમા રાખીને કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકા પછી ચીન વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે. જો કે, ચીનનીની વિદેશી મામલાઓની યોગ્યતા નવી દિલ્હી જેવી જ છે, પરંતુ સંપૂર્ણ તાકાતને ધ્યાનમાં રાખવામાં આવે તો બેઇજિંગથી આપણે ઘણા પાછળ છીએ.

એમા બે મત નથી કે અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે અને તે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી ચીનથી ઘણો આગળ છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ચીન, અમેરિકાની ઉર્જા સુરક્ષા, ટેક્નોલોજીની ક્ષમતા અને વિદેશી મામલાઓમાં ઘણું નીચે છે. એટલે સુધી કે આર્થિક અને સૈન્ય ક્ષેત્રમા પણ અમેરિકા, ચીન કરતા ઘણું આગળ છે. અધ્યયન અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે, નજીકના ભવિષ્યમાં ચીન, અમેરિકા માટે મોટો ખતરો સાબિત થશે, પરંતુ તે કહેવું ઘણું વહેલું છે.

અધ્યયન અનુસાર ભારતની આર્થિક કાબેલિયતે તેને આઠમા ક્રમાંકે રાખવામાં આવ્યું છે, જ્યારે સૈન્ય ક્ષમતામાં તે સાતમા ક્રમાંકે છે, ટેક્નોલોજીની ક્ષમતાની સરખામણીએ ભારત ઘણું નીચે છે, તેમા તેને 17મુ સ્થાન આપવામાં આવ્યું છે અને ઉર્જા સુરક્ષાની યાદીમાં તેને 20મુ સ્થાન આપવામાં આવ્યું છે, ભારત પાસે વિદેશી મામલાઓમાં મહારત હોય પરંતુ એ યાદીમાં તે 11માં ક્રમાંકે છે.

English summary
India ranks 8th among 27 most powerful nations in world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X