For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે પાકિસ્તાનના પ્રસ્તાવને ઠુકરાવ્યુ, સાર્ક સમિટમાં નહિ થાય શામેલ

પાકિસ્તાન તરફથી સાર્ક સમિટમાં શામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યુ હતુ. પરંતુ ભારત સરકારે પાકિસ્તાનના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન તરફથી સાર્ક સમિટમાં શામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યુ હતુ. પરંતુ ભારત સરકારે પાકિસ્તાનના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધુ છે. મહત્વની વાત છે કે મંગળવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ હતુ કે સાર્ક સમિટમાં શામેલ થવા માટે ભારતને આમંત્રણ મોકલશે પરંતુ ભારતે પાકિસ્તાનને મોટો ઝટકો આપીને તેમના પ્રસ્તાવને ઠુકરાવી દીધુ છે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણી પહેલા જાણો ધર્મ આધારે વસતી, રોજગાર દર, શહેરી ક્ષેત્ર અને મુખ્ય મુદ્દાઆ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણી પહેલા જાણો ધર્મ આધારે વસતી, રોજગાર દર, શહેરી ક્ષેત્ર અને મુખ્ય મુદ્દા

pm modi

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ડૉ. મોહમ્મદ ફેસલે મંગળવારે કહ્યુ છે કે તેમનો દેશ ભારતના પીએમ નરેન્દ્ર મોદીને સાર્ક સમિટ માટે આમંત્રણ મોકલશે. 20માં દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગક સંઘ (સાર્ક) સંમેલનનું આયોજન આ વર્ષે પાકિસ્તાનમાં થવાનું હતુ પરંતુ ભારત, બાંગ્લાદેશ, ભૂટાન અને અફઘાનિસ્તાને આ સમિટમાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ આ સંમેલન રદ કરવુ પડ્યુ હતુ.

તમને જણાવી દઈએ કે સાર્કમાં દક્ષિણ એશિયાના આઠ દેશ સભ્યો છે. આમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, નેપાળ, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકા છે. છેલ્લુ સાર્ક શિખર સંમેલન 2014માં કાઠમંડૂમાં આયોજિત કરવામાં આવ્યુ હતુ.

English summary
India refuses to attend Saarc summit in Pakistan. Invitation was to be sent by Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X