For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-રશિયા વચ્ચે 50 કરોડની ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર, નેવીને મળશે જંગી જહાજ

ભારતીય નેવીને મળશે જંગી જહાજ, રશિયા સાથે ડીલ થઈ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને રશિયા વચ્ચે 500 મિલિયન ડોલર એટલે કે 50 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર થયા છે, જેમાં ઈન્ડિયન નેવીના ફાઈટર જહાજ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, 2027 સુધી ઈન્ડિયન નેવીમાં બે જંગી જહાજ સામેલ થશે, જે દુશ્મન પર લપાઈને અટેક કરવા સક્ષમ હશે. ગ્રીગોરોવિ-ક્લાસ પ્રોજેક્ટ 1135.6 જંગી જહાજ બનાવવા માટે રશિયાની હથિયાર બનાવતી સરકારી કંપની રોસોબોરોનએક્સપોર્ટ અને ભારતની ગોવા શિપયાર્ડ લિમિટેડ મળીને આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે. આ જહાજો બનાવવા માટે રશિયા પોતાની ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.

રશિયા સાથે ડીલ થઈ

રશિયા સાથે ડીલ થઈ

આ ડીલ એવા સમયે થઈ છે જ્યારે તાજેતરમાં ભારતે રશિયાથી 1 બિલિયન ડોલરના જંગી જહાજ ખરીદવાની ડીલ ફાઈનલ કરી છે. આ બંને જહાજ ઈન્ડિયન નેવીમાં 2022-23 સુધીમાં સામેલ કરવામાં આવશે. એક સરકારી અધિકારીએ કહ્યું કે ભારતમાં બનાવવામાં આવનાર યુદ્ધ જહાજો પાછળ 500 મિલિયન ડોલરથી વધુ ખર્ચ થશે, જેડીલની સૌથી મોટી કિંમત છે. તેમના મુજબ 500 મિલિયનમાં જહાજનું મટિરિયલ, ડિઝાઈન અને વિશેષજ્ઞની સહાયતા પણ સામેલ છે.

અમેરિકા પ્રતિબંધોની ધમકી આપી શકે

અમેરિકા પ્રતિબંધોની ધમકી આપી શકે

રશિયા સાથે 39000 કરોડમાં એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ડીલ પર હસ્તાક્ષર થયાના એક મહિના બાદ ભારતે મોસ્કો સાથે મોટી ડિફેન્સ ડીલ કરી છે. નિષ્ણાંતોનું માનીએ તો ભારત અને રશિયા વચ્ચે થઈ રહેલ ડિફેન્સ ડીલથી આગામી દિવસોમાં અમેરિકા તરફથી પ્રતિબંધોની ધમકીઓ અને વધુ આકરી પ્રતિક્રિયા જોવા મળી શકે છે. ભારતને જો અમેરિકી પ્રતિબંધોમાં છૂટ ન મળે તો, રશિયા સાથે થયેલ એસ-400 અને જંગી જહાજ ડીલ માટે ટ્રમ્પ પોતાના CAATSA પ્રતિબંધોને પ્રભાવિત થવાનું રટણ રટી શકે છે.

પહેલા પણ ભારતને ધમકી આપી ચૂક્યું છે અમેરિકા

પહેલા પણ ભારતને ધમકી આપી ચૂક્યું છે અમેરિકા

જો કે આ મામલામાં ભારત હજુ અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું છે ભારત માટે રશિયા સૌથી મોટો હથિયાર સપ્લાયર દેશ રહ્યું છે, એવામાં નવી દિલ્હી નહિ ઈચ્છે કે ભવિષ્યમાં કોઈપણ ત્રીજા દેશના કારણે મોસ્કો સાથે કોઈપણ પ્રકારની હથિયાર ડીલ પ્રભાવિત થાય. પરંતુ અમેરિકા પોતાનું નાક વચ્ચે ઘૂસાવી શકે છે અને ટ્રમ્પ પણ પહેલેથી જ ભારતને જોઈ લેવાની ધમકી આપી ચૂક્યા છે.

સચિવાલયમાં કેજરીવાલ પર હુમલો, મરચાનો પાવડર ફેંકી ગોળી મારવાની ધમકી આપી સચિવાલયમાં કેજરીવાલ પર હુમલો, મરચાનો પાવડર ફેંકી ગોળી મારવાની ધમકી આપી

English summary
India, Russia sign $500 million navy deal for 2 stealth frigates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X