For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે દાંતને રોટલો આપતી ભારતની અન્ન યોજનાઓ

|
Google Oneindia Gujarati News

વિશ્વ બેંક દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભારતની 70 ટકા વસતી આજે પણ દૈનિક રૂપિયા 120 કરતા ઓછી રકમમાં પોતાનો દિવસ ગુજરે છે. ચૂન બાદ ભારત વિશ્વમાં સૌથી વધારે ઘઉં અને ચોખાનો ઉત્પાદક દેશ હોવા છતાં અહીં વિશ્વની એક ચતુર્થાંશ વસતી ભૂખ્યા પેટે ઉંઘે છે.

ભારત સરકાર આ બાબતે ચિંતિત છે. આ કારણે સરકારે વિવિધ સસ્તા અનાજની યોજનાઓ જાહેર કરી છે. તાજેતરમાં સરકારે ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ જાહેર કર્યો છે. આ વર્ષે સરકારે ગરીબોને સસ્તા દરે અનાજ ઉપલબ્ધ કરાવવા માટે 900 અબજ રૂપિયાની ફાળવણી કરી છે.

સરકારે તાજેતરમાં સંસદમાં ખાદ્ય સુરક્ષા ખરડો પસાર કરી લોકોને અન્નનો અધિકાર આપવાની દિશામાં પગલું ભર્યું છે. ભારતમાં આ પહેલા પણ અનેક યોજનાઓ ચાલતી આવી છે. આ યાદી સંપૂર્ણ નથી પણ આવો જાણીએ આવી કેટલીક યોજનાઓ કઇ છે.

ભારત સરકારની ખાદ્ય સુરક્ષા યોજનાઓ

ભારત સરકારની ખાદ્ય સુરક્ષા યોજનાઓ

ભારત સરકાર ખાદ્ય સુરક્ષા બાબતે ચિંતિત છે. આ કારણે સરકારે વિવિધ સસ્તા અનાજની યોજનાઓ જાહેર કરી છે. તાજેતરમાં સરકારે ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ જાહેર કર્યો છે. આ વર્ષે સરકારે ગરીબોને સસ્તા દરે અનાજ ઉપલબ્ધ કરાવવા માટે 900 અબજ રૂપિયાની ફાળવણી કરી છે.

બીપીએલ - ગરીબી રેખા હેઠળ

બીપીએલ - ગરીબી રેખા હેઠળ

બીપીએલ રેશન કાર્ડ હેઠળ આવનારા લોકોને રૂપિયા 5.65 પ્રતિ કિલોના ભાવે 35 કિલો ઘઉં અને રૂપિયા 4.15 પ્રતિ કિલો ગ્રામના ભાવે 35 કિલો ચોખા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

એએવાય - અંત્યોદય અન્ન યોજના

એએવાય - અંત્યોદય અન્ન યોજના

ડિસેમ્બર 2000માં રજૂ કરવામાં આવેલી યોજનામાં બીપીએલ ધારકોમાં પણ સૌથી ગરીબ વર્ગના લોકોને 35 કિલો અનાજ અત્યંત ઓછી કિંમતે પૂરું પાડવામાં આવે છે. ગરીબોને દર મહિને 25 કિલો ઘઉં માત્ર રૂપિયા બે પ્રતિ કિલોના ભાવે અને 10 કિલો ચોખા માત્ર ત્રણ રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે.

એપીએલ - ગરીબી રેખા ઉપર

એપીએલ - ગરીબી રેખા ઉપર

જે લોકો બીપીએલ કે એએવાય યોજના અંતર્ગત આવતા નથી છતાં ગરીબ છે તેમને મહિને 35 કિલોગ્રામ અનાજ પુરું પાડવામાં આવે છે. આ અનાજમાં ચોખા પ્રતિ કિલોગ્રામ રૂપિયા 8.3 અને ઘઉં પ્રતિ કિલોગ્રામ રૂપિયા 6.10ના ભાવે આપવામાં આવે છે.

મિડ ડે મીલ સ્કીમ - મધ્યાહન ભોજન યોજના

મિડ ડે મીલ સ્કીમ - મધ્યાહન ભોજન યોજના

મધ્યાહન ભોજન યોજના સમગ્ર દેશમાં ચલાવવામાં આવે છે. યોજના અંતર્ગત દેશના 120 લાખ બાળકોને દરરોજ બપોરે શાળામાં ભોજન આપવામાં આવે છે. આ વિશ્વનો સૌથી મોટો શાળામાં ભોજનનો સરકારી કાર્યક્રમ છે. તેનો હેતુ બાળકોને ભોજન મારફતે જરૂરી પોષણ તત્વો પૂરા પડવાનો છે, જેથી શારીરિક રીતે તેઓ સ્વસ્થ રહે.

અન્નપૂર્ણા યોજના

અન્નપૂર્ણા યોજના

આ યોજના હેઠળ 65 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને, જેઓ પેન્શન મેળવતા નથી તેમને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ યોજાન હેઠળ લાભાર્થીને દર મહિને 10 કિલો અનાજ નિ:શુલ્ક મળે છે.

તત્કાળ અન્ન યોજના

તત્કાળ અન્ન યોજના

આ યોજના ઓરિસ્સાના આઠ અત્યંત પછાત જિલ્લાઓમાં ચલાવવામાં આવે છે. આ જિલ્લાઓમાં કાલાહાંડી - બાલાંગિર -કોરાપુત (કેબીકે) તરીકે ઓળખાતા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ યોજાન હેઠળ એક વર્ષ સુધી લાભાર્થીઓને એક ટંકનું પકવેલું ભોજન આપવામાં આવે છે. જેમાં ભાત, કઠોળ અને શાકભાજીનો સમાવેશ થાય છે

કિશોરી સશક્તિકરણ માટે રાજીવ ગાંધી યોજના

કિશોરી સશક્તિકરણ માટે રાજીવ ગાંધી યોજના

આ કાર્યક્રમ હેઠળ 11થી 18 વર્ષની કિશોરીઓને તેમના સ્વાસ્થ્યની સુધારણા અને સંભાળ માટે માર્ગદર્શન અને મદદ આપવામાં આવે છે. તેમને હેલ્થ ચેક અપની સાથે વર્ષના 300 દિવસ સુધી પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે.

બીપીએલ - ગરીબી રેખા હેઠળ
બીપીએલ રેશન કાર્ડ હેઠળ આવનારા લોકોને રૂપિયા 5.65 પ્રતિ કિલોના ભાવે 35 કિલો ઘઉં અને રૂપિયા 4.15 પ્રતિ કિલો ગ્રામના ભાવે 35 કિલો ચોખા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

એએવાય - અંત્યોદય અન્ન યોજના
ડિસેમ્બર 2000માં રજૂ કરવામાં આવેલી યોજનામાં બીપીએલ ધારકોમાં પણ સૌથી ગરીબ વર્ગના લોકોને 35 કિલો અનાજ અત્યંત ઓછી કિંમતે પૂરું પાડવામાં આવે છે. ગરીબોને દર મહિને 25 કિલો ઘઉં માત્ર રૂપિયા બે પ્રતિ કિલોના ભાવે અને 10 કિલો ચોખા માત્ર ત્રણ રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે.

એપીએલ - ગરીબી રેખા ઉપર
જે લોકો બીપીએલ કે એએવાય યોજના અંતર્ગત આવતા નથી છતાં ગરીબ છે તેમને મહિને 35 કિલોગ્રામ અનાજ પુરું પાડવામાં આવે છે. આ અનાજમાં ચોખા પ્રતિ કિલોગ્રામ રૂપિયા 8.3 અને ઘઉં પ્રતિ કિલોગ્રામ રૂપિયા 6.10ના ભાવે આપવામાં આવે છે.

મિડ ડે મીલ સ્કીમ - મધ્યાહન ભોજન યોજના
મધ્યાહન ભોજન યોજના સમગ્ર દેશમાં ચલાવવામાં આવે છે. યોજના અંતર્ગત દેશના 120 લાખ બાળકોને દરરોજ બપોરે શાળામાં ભોજન આપવામાં આવે છે. આ વિશ્વનો સૌથી મોટો શાળામાં ભોજનનો સરકારી કાર્યક્રમ છે. તેનો હેતુ બાળકોને ભોજન મારફતે જરૂરી પોષણ તત્વો પૂરા પડવાનો છે, જેથી શારીરિક રીતે તેઓ સ્વસ્થ રહે.

અન્નપૂર્ણા યોજના
આ યોજના હેઠળ 65 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને, જેઓ પેન્શન મેળવતા નથી તેમને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ યોજાન હેઠળ લાભાર્થીને દર મહિને 10 કિલો અનાજ નિ:શુલ્ક મળે છે.

તત્કાળ અન્ન યોજના
આ યોજના ઓરિસ્સાના આઠ અત્યંત પછાત જિલ્લાઓમાં ચલાવવામાં આવે છે. આ જિલ્લાઓમાં કાલાહાંડી - બાલાંગિર -કોરાપુત (કેબીકે) તરીકે ઓળખાતા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ યોજાન હેઠળ એક વર્ષ સુધી લાભાર્થીઓને એક ટંકનું પકવેલું ભોજન આપવામાં આવે છે. જેમાં ભાત, કઠોળ અને શાકભાજીનો સમાવેશ થાય છે.

કિશોરી સશક્તિકરણ માટે રાજીવ ગાંધી યોજના
આ કાર્યક્રમ હેઠળ 11થી 18 વર્ષની કિશોરીઓને તેમના સ્વાસ્થ્યની સુધારણા અને સંભાળ માટે માર્ગદર્શન અને મદદ આપવામાં આવે છે. તેમને હેલ્થ ચેક અપની સાથે વર્ષના 300 દિવસ સુધી પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે.

English summary
India’s cheap food schemes started for food security
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X