For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સત્તાની લાલચમાં ભૂલી ગયા શિષ્ટાચાર, જોરદાર કરે છે વ્યક્તિગત હુમલા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 નવેમ્બર: ચૂંટણી નજીક આવતાં પાર્ટીઓ પોતાને ચઢિયાતા અને વિપક્ષીને નિષ્ક્રિય ગણાવવા માટે પ્રચાર અને પ્રસાર કરે છે અને આરોપ પ્રત્યારોપનો દોર ચાલુ રહે છે, પરંતુ જ્યારે ટિપ્પણીઓ વ્યક્તિગત રીતે કરવામાં આવે તો તેને શરમજનક કહેવામાં આવશે. આ પ્રકારની પ્રથમ ઘટના નથી જ્યારે સપા નેતા નરેશ અગ્રવાલે નરેન્દ્ર મોદી પર હલકી ટિપ્પણી કરી અને કહ્યું કે એક ચા વેચનાર દેશના વડપ્રધાન ન બની શકે. આવી ટિપ્પણીઓ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર રાહુલ ગાંધીના સંદર્ભમાં જોવા મળે છે, તો શું એમ માની લેવું જોઇએ કે ભારતનું રાજકારણ અને સામાન્ય માણમાં રાજકિય સહિષ્ણુતા રહી નથી?

ગત કેટલાક સમયમાં મીડિયા દ્વારા રાહુલ ગાંધીને 'પપ્પુ' તો નરેન્દ્ર મોદીને 'ફેંકુ' કહેવામાં આવ્યા. હવે વરિષ્ઠ નેતાઓની વાત સમજ્યા વિના પોતાની રીતે અર્થઘટન કરી ભ્રમ ફેલાવવામાં આવે છે. જો નરેન્દ્ર મોદીની વાત કરીએ તો શું તે સાચું છે કે ઓછી આવકના તબક્કામાંથી વડાપ્રધાન પદના ઉમેદવાર સુધી પહોંચ્યા છે, તેને ફક્ત તેમના શરૂઆતી જીવનના આધારે નકારી કાઢવામાં આવે અથવા તેની મજાક ઉડાવવામાં આવે. એ પણ ધ્યાન આપવા જેવી બાબત છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસના પથ પર આગળ વધાર્યું અને ત્યાં પાણી અને વિજળી જેવી સમસ્યાઓને દૂર કરી અને હવે પોતાના વિકાસના મોડલના દમ પર આ પદના દાવેદાર બન્યા.

narendra-modi-rahul-gandhi-10-600

રાહુલ ગાંધીએ પોતાની રેલીમાં કહ્યું હતું કે આઇએસઆઇ મુજફ્ફરનગર રમખાણોના શિકાર યુવકો સાથે સંપર્ક કરી રહ્યાં છે. તેમના શબ્દો જરૂર ખોટા હોઇ શકે, પરંતુ શું એ સાચું નથી કે આતંકવાદી સંગઠનોના એજન્ટ એમ સમજે છે કે સામાજિક દુર્ભાવનાનો શિકાર થયેલા યુવકોને હિંસાના માર્ગે લઇ જવા આસાન છે અને તેમને સંપર્ક કરે છે. (ધ હિંદુમાં છપાયેલા પ્રવીણ શામીના લેખના આધારે) અહીં રાહુલ ગાંધીની વાતોને સમજ્યા વિના તેમની મજાક ઉડાવવામાં આવી.

આ ઉપરાંત મધ્યપ્રદેશના એક ધારાસભ્યએ ફિલ્મ અભિનેત્રી રેખા દ્વારા કોંગ્રેસ માટે પ્રચાર કરવાની વાત પર કહ્યું હતું કે 'રેખા, અમિતાભ બચ્ચનને રિજવી શકે છે પરંતુ વોટરોને નહી.' ઉપરોક્ત ઘટનાઓ ભારતીય રાજકારણ અને સામાન્ય જનતામાં ફેલાયેલી અસહિષ્ણુતાને દર્શાવે છે. એવામાં આપણે નેહરુ અને સરદાર પટેલ યુગ પર નજર નાખવી જોઇએ અને સીખવું જોઇએ કે આ દરમિયાન વિરોધીઓનું પણ સન્માન કરવામાં આવતું હતું અને મુદ્દાઓને સમજીને તેમની ટીકા કરવી જોઇએ.

English summary
Cracking 'Pappu' jokes on internet, making fun of Narendra Modi for the humble background he comes from - Isn't Indian politics becoming largely intolerant and cheesy when it comes to judgement and criticism?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X