• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતના મહાન એથ્લેટ મિલ્ખા સિંહની 'ફ્લાઈંગ શિખ' બનવા સુધીની સફર

|
Google Oneindia Gujarati News

ભારતના મહાન એથ્લેટ મિલ્ખા સિંહે આજે 18 જૂને મોડી રાતે ચંદીગઢમાં અંતિમ શ્વાસ લીધા. મિલ્ખા સિંહ 91 વર્ષના હતા. પોસ્ટ કોવિડ 19 સંબંધિત સમસ્યાઓથી તેઓ પીડાતા હતા. મિલ્ખા સિંહે સ્પ્રિંટ (દોડ) ક્ષેત્રમાં 10થી વધુ વર્ષો સુધી પોતાનો દબદબો યથાવત રાખ્યો. મિલ્ખા સિંહે કેટલાય રેકોર્ડ બનાવ્યા અને દેશ માટે કેટલાય એવોર્ડ જીત્યા. આ ક્ષેત્રમાં તેમની બરાબરી કરનાર કોઈ નહોતું.

મિલ્ખા સિંહનો જન્મ 1929માં ભારતના પંજાબ પ્રાંત પાસે આવેલ એક ગામ ગોવિંદપુરામાં થયો હતો. 1947માં વિભાજન દરમિયાન તેઓ દિલ્હી આવી ગયા હતા. મિલ્ખા વિભાજન બાદ અનાથ થઈ ગયા હતા. ભારતીય સેનામાં આવ્યા બાદ તેમણે એથ્લેટ વિશે જાણ્યું. ભારતીય સેનામાં રહી તેમણે પોતાની દોડવાની કળાને ધાર આપી.

જ્યારે પહેલીવાર ચર્ચામાં આવ્યા

જ્યારે પહેલીવાર ચર્ચામાં આવ્યા

મિલ્ખા સિંહે સૈનિકોની દોડમાં 394 જવાનોને હરાવ્યા ત્યારે પહેલીવાર ચર્ચામાં આવ્યા હતા. જે બાદ ભારતીય સેનાએ તેમને એક પ્રોફેશનલ દોડવીર બનાવવાની ટ્રેનિંગ આપી. મિલ્ખા સિંહે 1956માં મેલબર્ન ઓલિમ્પિક, 1960માં રોમ ઓલિમ્પિક અને 1964માં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

મિલ્ખા સિંહે 1958ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે આઝાદી બાદ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ હતો. 2010માં તેમનો આ રેકોર્ડ ટૂટી ગયો. 2010 પહેલાં મિલ્ખા સિંહ કોમનવેલ્થ ગેમ્સમાં વ્યક્તિગત એથલેટિક્સ શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલા ભારતીય એથ્લેટ હતા.

ફ્લાઈંગ શિખ કેવી રીતે બન્યા મિલ્ખા સિંહ

ફ્લાઈંગ શિખ કેવી રીતે બન્યા મિલ્ખા સિંહ

મિલ્ખા સિંહને ફ્લાઈંગ શિખ તરીકે સંબોધવામાં આવતા હતા. પરંતુ આ નામ કેવી રીતે પડ્યું તેની પાછળ એક રસપ્રદ કહાની છે. 1958ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ 1960ના રોમ ઓલિમ્પિકમાં તેમને કોઈ પદક નહોતું મળ્યું. જેનું તેમને દુખ હતું. જે બાદ 1960માં જ મિલ્ખા સિંહને પાકિસ્તાનના ઈન્ટરનેશનલ એથલીટમાં જવાનો મોકો મળ્યો. મિલ્ખા સિંહે અહીં 200 મીટરની દોડમાં પાકિસ્તાનના દોડવીર અબ્દુલ ખાલિકને હરાવી ટોક્યો એશિયાઈ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો.

પાકિસ્તાનના દોડવીર અબ્દુલ ખાલિક 1958માં એશિયાના સૌથી તેજ દોડતા વ્યક્તિ હતા. મિલ્ખા સિંહે તેમને હરાવ્યા ત્યારે તેમને ધી ફ્લાઈંગ શિખની ઉપાધી આપવામાં આવી. મિલ્ખા સિંહને આ નામ પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ ફીલ્ડ માર્શલ અયૂબ ખાને આપી હતી. આ જીત સાથે જ મિલ્ખા સિંહ એશિયાના સર્વશ્રેષ્ઠ એથ્લેટ બની ગયા હતા.

આ દોડ માટે હંમેશા યાદ કરાશે

આ દોડ માટે હંમેશા યાદ કરાશે

મિલ્ખા સિંહે 1960માં રોમ ઓલિમ્પિક ગેમ્સમાં 400 મીટર ફાઈનલમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઓલિમ્પિક ગેમ્સમાં મિલ્ખા સિંહનું દોડવું ઈવેન્ટના શોપીસ બની ગયા હતા. મિલ્ખા સિંહ આ ઓલિમ્પિકમાં ઘણા મશહૂર થયા. મિલ્ખા સિંહને આ દોડ માટે હંમેશા યાદ રાખવામાં આવશે.

ટેલિગ્રામ ચેલનમાં મેળવો લેટેસ્ટ સમાચાર-

1960માં રમાયેલ રોમ ઓલિમ્પિકની દોડ પર મિલ્ખા સિંહે એએફઆઈને કહ્યું હતું કે, "મેં મારી દોડ બહુ સારી રીતે શરૂ કરી અને 250 મીટરની દૂરીથી હું આગળ વધી રહ્યો હતો. જે બાદ મારા દિમાગમાં અજીબ વિચાર આવ્યો કે શું હું બહુ તેજ દોડી રહ્યો છું? શું હું દોડ પૂરી કરી શકીશ? શું આ સ્પીડે દોડવું યોગ્ય છે? આ બધું વિચારી મેં મારી ગતી ધીમી કરી લીધી. જેમ કે તમે જાણો છો કે એકવાર જ્યારે તમે કોઈ એક સ્પીડે દોડતા હોવ તેની ગતી ઘટાડો તો પછી પાછી તે ગતી હાંસલ કરવી મુશ્કેલ હોય છે. બાકી એથ્લેટ જેઓ મારાથી બહુ પાછળ દોડી રહ્યા હતા તેમણે મને ઓરટેક કર્યો અને હું તેમની પાછળ એક મીટરની દૂરી પર રહી ગયો. જે બાદ હું પાગલ થઈ ગયો હતો અને કવર કરવાની કોશિશમાં લાગી ગયો. પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. હું દક્ષિણ આફ્રીકાના મૈલ્કમ સ્પેંસથી કાંસ્ય પદક હારી ગયો, જેને કોમનવેલ્થ ગેમ્સમાં મેં હરાવ્યા હતો આ વિશે વિચારીને હું આજે પણ પરેશાન થઈ જાવ છું."

રોમ ઓલિમ્પિકમાં ચોથું સ્થાન

રોમ ઓલિમ્પિકમાં ચોથું સ્થાન

મિલ્ખા સિંહનું રોમ ઓલિમ્પિકનું ચોથું સ્થાન ભારતીય દોડવીર માટે રાષ્ટ્રીય રેકોર્ડ બની ગોય અને લગભગ 40 વર્ષ સુધી ન ટૂટ્યો. મિલ્ખા સિંહે ચાર વખત એશિયાઈ ગેમ્સમાં ગોલ્ડ જીત્યું અને 1958માં કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન રહ્યા. મિલ્ખા સિંહ હજી પણ એશિયાઈ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર ભારતીય એથ્લેટ છે. મિલ્ખા સિંહને તેમની ઉપબ્ધીઓ માટે ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મિલ્ખા સિંહ પર બની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ

મિલ્ખા સિંહ પર બની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ

મહાન દોડવીર મિલ્ખા સિંહના જીવન પર 2013માં બૉલીવુડ ફિલ્મ આવી, 'ભાગ મિલ્ખા ભાગ'. બૉક્સ ઑફિસ પર આ ફિલ્મ હિટ રહી હતી અને ફિલ્મના ખુબ વખાણ પણ થયાં હતાં. ફિલ્મમાં મિલ્ખા સિંહની અનાથ હોવાથી લઈ મહાન એથ્લેટ બનવા સુધીની કહાણી દેખાડવામાં આવી છે. બૉલીવુડ અભિનેતા ફરહાન અખ્તરે આ ફિલ્મમાં ધી ફ્લાઈંગ શિખ મિલ્ખા સિંહની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ આવ્યા બાદ આખા દેશના યુવાનો મિલ્ખા સિંહથી પ્રભાવિત થયા હતા.

English summary
India's great athlete Milkha Singh's journey to becoming a 'Flying Sikh'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X