For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારનું સૌથી સફળ સંસદ સત્ર ખતમ, બન્યા ઘણા રેકોર્ડ

સંસદનું મોનસુન સત્ર ખતમ થઈ ગયુ છે. આ સત્રનું કામકાજ પહેલાના સત્રોના મુકાબલે ઘણુ સારુ રહ્યુ. આને મોદી સરકારનું અત્યાર સુધીનું સૌથી સફળ સત્ર માનવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

સંસદનું મોનસુન સત્ર ખતમ થઈ ગયુ છે. આ સત્રનું કામકાજ પહેલાના સત્રોના મુકાબલે ઘણુ સારુ રહ્યુ. આને મોદી સરકારનું અત્યાર સુધીનું સૌથી સફળ સત્ર માનવામાં આવે છે. આ સત્ર દરમિયાન સંસદમાં 17 દિવસો સુધી સંસદની કાર્યવાહીમાં 21 બિલ મંજૂર કરવામાં આવ્યા. બજેટ સત્રના મુકાબલે આ સત્ર ખૂબ જ સફળ માનવામાં આવી રહ્યુ છે. આ સત્રમાં કુલ 112 કલાક સુધી સંસદની કાર્યવાહી ચાલી. સંસદે 20 કલાક 43 મિનિટ સુધી બેસીન મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. આ સત્ર દરમિયાન સંસદ સામે રજૂ થયેલા 22 સરકારી બિલોમાંથી 21 ને મંજૂર કરવામાં આવી.

rajyasabha

રાજ્યસભાની વાત કરીએ તો મોન્સુન સત્ર દરમિયાન કુલ 74 ટકા કામકાજ થયુ અને 14 બિલોને ઉપલા ગૃહમાં મંજૂર કરવામાં આવ્યા. જ્યાં ગયા સત્રમાં ઉપલા ગૃહમાં માત્ર 25 ટકા કામ થયુ હતુ ત્યાં આ સત્ર દરમિયાન કામના ટકા ઘણા સારા રહ્યા. આ સત્રમાં ઉપલા ગૃહમાં 14 બિલ પસાર થયા ત્યાં સંસદના ગયા 2 સત્રો દરમિયાન માત્ર 10 બિલો પસાર થઈ શક્યા હતા. સત્ર દરમિયાન ઉપલા ગૃહમાં હોબાળાને કારણે સંસદનું કામકાજ 27 કલાક 42 મિનિટ બગડ્યુ.

આ પણ વાંચોઃ 'બીફ ખાનારા નહેરુ, પંડિત નથી, નામ આગળ પંડિત લગાવવું બ્રાહ્મણોનું અપમાન'આ પણ વાંચોઃ 'બીફ ખાનારા નહેરુ, પંડિત નથી, નામ આગળ પંડિત લગાવવું બ્રાહ્મણોનું અપમાન'

આ સત્ર દરમિયાન સંસદના એસસી એસટી અત્યાચાર નિવારણ સુધારા બિલ ભારે મતો સાથે મંજૂર કરવામાં આવ્યુ. વળી, રાષ્ટ્રીય ખેલકૂદ વિશ્વવિદ્યાલય બિલ, ભાગેડુ આર્થિક ગુનેગાર બિલ, ગુનાહિત કાયદો (સુધારો) બિલ ઉપરાંત રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપનાર બિલ સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યુ. આ સત્ર દરમિયાન જ મોદી સરકાર સામે પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો અને બહુમતથી અસ્વીકર કરી દીધો. વળી આ સત્ર દરમિયાન ઉપલા ગૃહને નવા ઉપસભાપતિ મળ્યા. એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહ અને વિપક્ષી ઉમેદવાર બી કે હરિપ્રસાદ વચ્ચે મુકાબલો થયો અને મતદાન દ્વારા એનડીએના ઉમેદવાર હરિવંશને નવા ઉપસભાપતિ ચૂંટવામાં આવ્યા.

English summary
India's most productive monsoon session of the Lok Sabha in 18 years ended on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X