For Quick Alerts
For Daily Alerts
મની લોંડરીંગ કેસ: નિરવ મોદી વિરૂદ્ધ ભારતને મળી મોટી સફળતા, બ્રિટનની કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજુરી
નીરવ મોદી સામે બ્રિટનમાં બે વર્ષ કાયદાકીય લડત બાદ ભારતને મોટી સફળતા મળી છે. ભારતની અપીલ સ્વીકારીને યુકેની કોર્ટે નીરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. યુકેની કોર્ટે પીએનબી કૌભાંડ કેસમાં ભાગેડુ નીરવ મોદી અંગે મની લોન્ડરિંગના આરોપને સ્વીકારી લીધો છે. બ્રિટનમાં નીરવ મોદીના પ્રત્યાર્પણના કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશે કહ્યું કે નીરવ મોદીએ પુરાવાઓને નષ્ટ કરવા અને સાક્ષીઓને ડરાવવાનું કાવતરું ઘડ્યું છે.
કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે નીરવ મોદી વિરુદ્ધ ભારતમાં એક કેસ છે, જેનો તેમણે જવાબ આપવો પડશે. ચુકાદામાં નીરવ મોદી વિરુદ્ધ સાક્ષીઓને ડરાવવા અને પુરાવાઓને નષ્ટ કરવાના ષડયંત્રની કલ્પના પણ કરવામાં આવી છે.
સોશિયલ મિડિયા - ઓટીટી પ્લેટફોર્મને લઇ નવા નિયમો જાહેર, 36 કલાક પહેલા હટાવવુ પડશે વિવાદીત કંટેટ