‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'
ભારતે પાકિસ્તાનને એક વાર ફરીથી 26/11 આતંકી હુમલાઓના મુદ્દે આડે હાથ લીધુ છે. ભારતનુ કહેવુ છે કે દુનિયાને હવે એવુ લાગી રહ્યુ છે કે પાકિસ્તાન મુંબઈ આતંકી હુમલાઓના ગુનેગારોને સજા આપવા માટે સહેજ પણ ગંભીર નથી. લશ્કર-એ-તૈયબાનો ફાઉન્ડર આતંકી હાફિઝ સઈદ આ હુમલાઓનો ષડયંત્રકર્તા છે અને લશ્કરમાં નંબર બે જકી ઉર રહેમાન લખવી હુમલાનો માસ્ટર માઈન્ડ છે.
હવે એક્શન લેવાની જવાબદારી
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી પાકિસ્તાનના વલણ વિશે એક મોટુ નિવેદન આપવામાં આવ્યુ છે. મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યુ, 'આ પાકિસ્તાનની જવાબદારી છે કે તે કોઈ કાર્યવાહી કરે. તે પહેલા પણ ભાગતા આવ્યા છે અને દરેક વખતે તેમણે કોઈને કોઈ બહાનુ બનાવ્યુ છે કે જે એકદમ બેકાર સાબિત થયુ છે.' પાકિસ્તાન ઑથોરિટીઝ તરફથી સાત આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં લશ્કર કમાંડર લખવી પણ શામેલ છે. આ લોકોની આતંકી હુમલાઓનુ ષડયંત્ર રચવા, ફંડિંગ અને તેને અંજામ સુધી પહોંચાડવા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ આતંકી હુમલામાં 166 લોકોના મોત થઈ ગયા હતા.
સાત વર્ષોથી અટકેલી છે ટ્રાયલ
સાત વર્ષથી આ કેસની ટ્રાયલ અટકેલી છે અને વર્ષ 2015થી લખવી જામીન પર આઝાદ ફરી રહ્યો છે. હજુ સુધી હુમલામાં સઈદ સામે કોઈ પણ ઔપચારિક કેસ નોંધવામાં આવ્યો નથી. રવીશ કુમારે કહ્યુ, 'હવે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ લાગવા લાગ્યુ છે કે પાકિસ્તાન, મુંબઈ આતંકી હુમલામાં શામેલ આતંકીઓ સામે એક્શન નથી લેવા ઈચ્છતુ.' તેમણે આગળ કહ્યુ, 'આપણે બધા જાણીએ છીએ કે આ હુમલાનો ષડયંત્રકાર ક્યાં છે અને તેનો માસ્ટરમાઈન્ડ કોણ છે. આપણે બધા એ પણ જાણીએ છીએ કે હુમલાનો ષડયંત્રકાર આઝાદ ફરી રહ્યો છે અને તે પાકિસ્તાનની મહેમાનગતિની મઝા લઈ રહ્યો છે. આપણને એ પણ ખબર છે કે પાકિસ્તાની સંસ્થાઓ સાથે આ હુમલાઓનું શું કનેક્શન છે.'
આ પણ વાંચોઃ ઉન્નાવ રેપઃ મરતા પહેલા પીડિતાએ પોતાના ભાઈથી લીધુ હતુ આ વચન, મારા ગુનેગારોને છોડતા નહિ