For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરપ્શન પર કેન્દ્ર કડક, 3600 કરોડની હેલિકોપ્ટર ડીલ રદ

|
Google Oneindia Gujarati News

chopper
નવી દિલ્હી, 1 જાન્યુઆરી: ભારતે ભ્રષ્ટાચારનો આરોપ લાગવાના પગલે અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલને રદ કરી દેવામાં આવી છે. રક્ષા મંત્રાલય અનુસાર રક્ષામંત્રીની વચ્ચે બુધવારે સવારે મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. 3600 કરોડ રૂપિયાની આ ડિલ વીવીઆઇપી હેલિકોપ્ટરની ખરીદી માટે કરવામાં આવ્યો હતો.

ગયા વર્ષે નવેમ્બર મહીનામાં જ સરકારના વલણમાં બદલાવના સંકેત મળવા લાગ્યા હતા. રક્ષા મંત્રાલયના સૂત્રોએ ત્યારે જ દાવો કર્યો હતો કે ડીલને રદ કરવા માટે સરકાર પાસે પૂરતા પુરાવા છે. રક્ષા મંત્રાલય અને કાયદા મંત્રી આ ડિલની સમીક્ષા કરી રહ્યા હતા. બંને મંત્રાલયને વિશ્વાસ હતો કે અગસ્ટા વેસ્ટલેન્ડની પાસે પોતાને સાચા સાબિત કરવા માટે પર્યાપ્ત સાક્ષીઓ નથી.

કારણ બતાઓ નોટિસનો જવાબ આપવા માટે કંપનીને 26 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો જોકે કંપનીએ જવાબ આપવા માટે વધુ સમય માગ્યો પરંતુ જ્યારે કંપનીએ રક્ષામંત્રાલયની સામે પોતાનો પક્ષ મૂક્યો તો સરકાર તેનાથી સંતુષ્ટ થઇ નહીં. રક્ષા મંત્રી એ કે એંટની પહેલા જ કહી ચૂક્યા હતા કે કંપનીએ કરારના નિયમોનો ભંગ કર્યો છે જોકે કંપનીના અનુરોધ પર તેને એક તક આપવાનો નિર્ણય લેવાયો હતો.

સીએજીએ પણ ડીલને લઇને આપત્તિ વ્યક્ત કરી હતી. સીએજીના રિપોર્ટ અનુસાર ડીલમાં નિયમોને અણદેખ્યા કરાયા હતા. સીએજી રિપોર્ટ અનુસાર ડીલમાં નિર્ધારિત કિંમત કરતા વધારે રૂપિયા ચૂકવવામાં આવ્યા અને લગભગ 900 કરોડની હેરાફેરી કરવામાં આવી. આ કૌભાંડના ખુલાસા બાદ ભાજપે સંસદમાં આ મુદ્દે જબરદસ્ત હોબાળો કરવામાં આવ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે 12 વીવીઆઇપી હેલિકોપ્ટરની ડીલ ઇટલીની કંપની અગસ્ટા-વેસ્ટલેન્ડની મૂળ કંપની ફિનમેકાનિકાની સાથે કરવામાં આવી હતી. જેમાં તાત્કાલીન વાયુસેના અધ્યક્ષ કેસી ત્યાગીની ભૂમિકા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. સીએજી રિપોર્ટમાં ડીલ દરમિયાન સલામતીના માપદંડોને પણ નેવે મૂકાયાની વાત સામે આવી છે.

English summary
Rs 3600 crore VVIP chopper deal with AgustaWestland scrapped in view of bribery allegations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X