For Quick Alerts
For Daily Alerts
મિસાઇલને મિસાઇલથી નષ્ટ કરતો ચોથો દેશ બન્યો ભારત
28 ડિસેમ્બર, 2017, ગુરૂવાર ભારત માટે એક ગૌરવવંતો દિવસ સાબિત થયો છે. ભારતે ગુરૂવારે ઇંટરસેપ્ટર મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું છે, જે પછી ભારત વિશ્વનો 4થો એવો દેશ બન્યો છે જે મિસાઇલને મિસાઇલથી નષ્ટ કરે છે. આ પરિક્ષણ ગુરૂવારે સવારે 9.45 વાગે ઓરિસ્સાના સમુદ્રતટ પાસે આવેલ વ્હીલર આઇલેન્ડ પર કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, એર ડિફેન્સ સિસ્ટમનો આ નવમો ટેસ્ટ હતો. જે વ્હીલર આઇલેન્ડ પરથી છોડવામાં આવેલ ઇન્ટરસેપ્ટ મિસાઇલે ધરતીથી લગભગ 15 કિલોમીટર ઉપર બંગાળની ખાડી પર હુમલો કરવા આવતી મિસાઇલને નષ્ટ કરી હતી.
ખાસ વાતો:
- આ મિસાઇલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડિઝાઇન ઑર્ગેનાઇઝશન(DRDO) દ્વારા બનાવવામાં આવી હતી.
- મિસાઇલની લંબાઇ 7.5 મીટર છે.
- આ સિંગલ સ્ટેજ રૉકેલ પ્રૉપેલ ગાઇડેડ મિસાઇલ છે.
- આ પ્રકારની ક્ષમતા ધારણ કરનાર દુનિયાનો ચોથો દેશ છે ભારત.
- આ પહેલા આ ક્ષમતા અમેરિકા, રશિયા અને ઇઝરાયલ પાસે હતી.
- ડિફેન્સ સિસ્ટમ આ પ્રણાલી હેઠળ દુશ્મનની બેલિસ્ટિક મિસાઇલને હવામાં જ ઓળખી તેને એન્ટિ બેલિસ્ટિક મિસાઇલ દ્વારા નષ્ટ કરવામાં આવે છે.
- પાકિસ્તાન તરફથી પરમાણુ હુમલાના જોખમને ધ્યાનમાં રાખતા આ મલ્ટિ લેયર્ડ બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવવાનું કાર્ય શરૂ થયું છે, જેમાં 40 વ્યક્તિગત અને સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ થાય છે.