India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૈંગોંગ એરિયા સહિત લદ્દાખમાં 4 એરપોર્ટ બનાવશે ભારત, ડ્રેગનનું ટેંશન વધશે

|
Google Oneindia Gujarati News

ભારત લદ્દાખમાં એર કનેક્ટિવિટી વધારવાની કોશિશમાં લાગ્યા છે. આ એટલા માટે ખાસ છે કેમ કે પાછલા 15 મહિનાથી લદ્દાખના કેટલાય વિસ્તારોમાં ચીન સાથે ભારતનો વિવાદ હજી સુધી ઉકેલાયો નથી. જ્યારે બીજી તરફ ચીન તિબેટના વિસ્તારોમાં પોતાના એરબેસ સતત વધારી રહ્યું છે. તેમનું આધુનિકિકરણ કરી રહ્યું છે અને નાના મોટા એરસ્ટ્રિપને પણ મિલિટ્રીના જંગી માલ-સામાન લાવતા વિમાનોને ઉતારવા રનવેમાં તબ્દીલ કરી રહ્યા છે. હવે ભારત પણ લદ્દાખ ક્ષેત્રમાં 4 નવા એરપોર્ટ અને 37 હેલીપેડ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે, જે આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટૂરિઝ્મને પ્રોત્સાહન આપશે અને સાથે જ પ્રાકૃતિક આપદાઓ દરમિયાન પણ ત્યાં સુધી રાહત સામગ્રી પહોંચાડવામાં મોટું કામ કરી શકે છે.

લદ્દાખમાં 4 નવા એરપોર્ટ અને 37 હેલીપેડ બનાવવાની યોજના

લદ્દાખમાં 4 નવા એરપોર્ટ અને 37 હેલીપેડ બનાવવાની યોજના

ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટે ચીનનું ટેંશન વધારી દીધું છે. જે મુજબ બારતે લદ્દાખમાં 4 નવા એરપોર્ટ બનાવવા માટે જમીન તલાશી લીધી છે, જેના પર હવાઈ જહાજો પણ ઉતારવામાં આવી શકે છે. આ ઉપરાંત લદ્દાખમાં 37 હેલીપેડના નિર્માણનું કામ પણ ચાલુ છે. આ હેલીપેડ એવા ડઝનેક મિલિટ્રી ઈંસ્ટોલેશન ઉપરાંત છે, જે દશકોથી કામ કરી રહ્યા છે. નવા હેલીપેડ લદ્દાખના એવા છેવાડાના વિસ્તારોમાં બનાવવામાં આવી રહ્યા છે, જ્યાં પહોંચવું અત્યાર સુધી બહુ મુશ્કેલ રહ્યું હોય. નવા હેલીપેડ વિશાળ ચિનૂક સીએચ 47 હેલીકોપ્ટરને પણ સહજતાથી લેન્ડ કરાવવામાં સક્ષમ હશે. આનાથી આપદા અને આપાત સ્થિતિ અથવા સૈનિય અભિયાનોમાં મોટી મદદ મળવાની ઉમ્મીદ છે. જેમાંથી મોટાભાગના હેલીપેડ તો આ વર્ષે જ શરૂ થઈ જાય તેવી સંભાવના છે.

પૈંગોંગ વિસ્તારમાં પણ એરપોર્ટ બનાવવાની તૈયારી

પૈંગોંગ વિસ્તારમાં પણ એરપોર્ટ બનાવવાની તૈયારી

લદ્દાખમાં જે ચાર નવા એરપોર્ટ બનાવવાની યોજના છે, તેમાંથી એક લેહમાં પણ છે, જે હાલના એરપોર્ટ ઉપરાંત એક વૈકલ્પિક એરફીલ્ડના રૂપમાં હશે. સાથે જ જંસ્કાર વેલીમાં પણ એક એરફિલ્ડ બનાવવાની યોજના છે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતની આ એર કનેક્ટિવિટી યોજનામાં લદ્દાખનો મશહૂર ચાંગથંગનો વિસ્તાર પણ સામેલ છે, જેની નજીક જ પૈંગોંગ સરોવર આવેલું છે. ઉલ્લેખનીય છે કે પૈંગોંગ સરોવર કાંઠે ચોટીઓ પર પાછલા વર્ષે ભારતીય સૈનિકોએ એવો દમ દેખાડ્યો હતો કે ચીની સેનાએ આખરે વાતચીતના ટેબલ પર આવવું પડ્યું અને પછી બંને સેના આ વિસ્તારમાંથી પીછેહટ માટે તૈયાર થઈ. નવી યોજનાઓ અંતર્ગત કારગિલમાં પણ એક વૈકલ્પિક એરપોર્ટ બનાવવાની તૈયારી છે, જેના માટે જમીન તલાશી લેવામાં આવી છે. ત્યાં અત્યારે જે એરપોર્ટ છે તે મિલિટ્રી એરફિલ્ડ છે અને તેના પર યાત્રી વિમાનોને ઉતારવાની મંજૂરી નથી.

એરપોર્ટ માટે જમીનોની ઓળખ થઈ

એરપોર્ટ માટે જમીનોની ઓળખ થઈ

જાણકારી મુજબ નવા એરપોર્ટ માટે જમીનોની ઓળખાણ કરવાની સાથે જ પ્રારંભિક ચર્ચા પૂરી થઈ ચૂકી છે. જે બાદ ડીજીસીએ, એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા અને ઈન્ડિયન એરફોર્સ જેવા સંગઠનો તરફથી સંયુક્ત રિપોર્ટ આપવામાં આવશે. જાણકારી મુજબ લદ્દાખની તમામ મહત્વપૂર્ણ ઘાટીઓમાં જંગી વિમાનો ઉતારવા અને ઉડાણ ભરવા લાયક એરફિલ્ડ હંમેશા તૈયાર રહે તે અસલી યોજના છે. હાલ લેહ ઉપરાંત નુબ્રા વેલીના થોઈસેમાં જ જંગી વિમાન અને તમામ પ્રકારના સૈન્ય વિમાન ઉતારવામાં આવી શકે છે. લદ્દાખને શ્રેષ્ઠ એરકનેક્ટિવિટી આપવાની આ યોજના શ્રેષ્ઠ ઑલ વેધર લિંક રોડ ઉપરાંત જેમાં જંસ્કાર વેલી વાળો રસ્તો પણ સામેલ છે, જે મનાલી-લેહ હાઈવેનો વૈકલ્પિક માર્ગ છે.

ભારતની તૈયારીથી ડ્રેગનનું ટેંશન વધશે

ભારતની તૈયારીથી ડ્રેગનનું ટેંશન વધશે

ઉલ્લેખનીય ચે કે પાછલા વર્ષે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર કેટલીય જગ્યાએ ચીન તરફથી પીપુલ્સ લિબ્રેશન આર્મીના તણાવ ભડકાવનારા પગલાં બાદથી જ ચીન તિબેટમાં તેજીથી પોતાનો એરબેસ વધારવામાં લાગ્યું છે અને કેટલાય નાના રનવેને પણ સૈન્ય વિમાનોને ઉતારનારા રનવેમાં તબદિલ કરવાની કોશિશ કરી રહ્યું છે. એલએસીની પેલેપાર એટલે કે તિબેટમાં ચીન જેવી રીતે તૈયારીમાં લાગ્યું છે, તેમાં રનવેનો વિસ્તાર, સૈનિકો માટે પાક્કા નિર્માણની સાથે જ નવા રડાર અને એર ડિફેંસ સિસ્ટમની તૈનાતી સામેલ છે. ડ્રેગન આ ખેલ આખા લદ્દાખમાં કરી રહ્યું છે.

English summary
India to build 4 airports in Ladakh including Pangong area, detailed report in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X