બ્રહ્મપુત્ર નદીની નીચેથી ગુફા બનાવી ચીનને ઘેરવાની તૈયારી, આ પ્રોજેક્ટને મંજૂરી મળી
નવી દિલ્હીઃ ચીન સાથે પૂર્વી લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચાલી રહેલ ટકરાવ વચ્ચે જ ભારત સરકારે હવે આસામ અને અરૂણાચલ પ્રદેશમાં નિર્માણ કાર્યોને આગળ વધારવાનું મન બનાવી લીધું છે. હિન્દુસ્તાન ટાઇમ્સ તરફથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મોદી સરકારે બ્રહ્મપુત્ર નદીની નીચે ચાર લેન વાળી ટનલના નિર્માણ કાર્યને મંજૂરી આપી દીધી છે. આ ટનલ આસામના ગોહપુર અને નુમાલિગઢ ટાઉનને જોડશે. જણાવી દઇએ કે બ્રહ્મપુત્ર નદી આસામ અને અરુણાચલ પ્રદેશથી થઇ તિબેટ અને પછી ચીન સુધી જાય છે.

ચીન બોર્ડરની નજીક પહેલી ગુફા
પહેલીવાર છે જ્યારે ભારત કોઇ નદીની નીચેથી સુરંગનું નિર્માણ કરશે. ચીન બોર્ડર પાસે પહેલીવાર ટનલનુ નિર્માણ થશે. કહેવાઇ રહ્યું છે કે આ ટનલ ચીનના જિયાંગ્સૂ પ્રાંતના તાઇહુ નદીની નીચે નિર્મિત ઇથ રહેલ સુરંગથી લાંબી હશે. આ ટનલ ભારત માટે રણનૈતિક રીતે ઘણી મહત્વપૂર્ણ સાબિત થશે કેમ કે આની મદદથી આસામ અને અરુણાચલ પ્રદેશ આખું વર્ષ આંતરીક રીતે જોડાયેલા રહી શકશે. આ ઉપરાત આ સુરંગની મદદથી મિલિટ્રી સપ્લાઇ અને હથિયારોની આપૂર્તિમાં પણ મદદ મળી શકશે. ટનલની અંદર વાહન આસાનીથી 80 કિમી પ્રતિ કલાકની ગતિએ દોડી શકશે.

અમેરિકી કંપની સાથે કરાર કરામાં આવ્યો
હાલ નેશનલ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે અમેરિકી કંપની લુઈસ બર્જર સાથે આ અંડરવોટર ટનલ માટે હાથ મિલાવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી માર્ચ મહિનામાં જ આ પ્રોજેક્ટને મંજૂરી મળી ગઇ હતી. એનએચએઆઇડીસીએલના સીનિયર ઑફિસર્સનુ કહેવું છે કે આ સુરંગનું નિર્માણ ડિસેમ્બરમાં શરૂ થશે, તેને ત્રણ તબક્કામાં તૈયાર કરવામાં આવશે. જે 14.85 કિમી લાંબી હશે. ચીનના જિયાગસૂમાં જે સુરંગ છે તે 10.79 કિમી લાંબી છે. આ ઉપરાંત તેને ડિઝાઇન કરવામાં સુરક્ષાના આકરા માપદંડોનું ધ્યાન રાખવામાં આવશે જેથી કોઇપણ પ્રકારે તેની અંદર પાણી ના જઇ શકે.

આકરી સુરક્ષાના ઇંતેજામ
આ ઉપરાંત તેમાં વેંટીલેટર સિસ્ટમ, આગથી બચાવતા સુરક્ષા તંત્ર, ફુટપાથ, ડ્રેનિંગ સિસ્ટમ અને ઇમરજન્સી એક્ઝિટ જેવા મહત્વના સુરક્ષા ઉપાય પણ કરવામાં આવશે. આ ટનલ ક્રેશ બેરિયર્સથી સજ્જ હશે. સેનાનું માનવું છે કે દુશ્મનો પુલનો આસાનીથી નિશાન બનાવી શકે છે પરંતુ સુરંગ હોવાથી આવું નહિ થઇ શકે. લદ્દાખમાં એલએસી પર ટકરાવ ચાલુ છે ત્યારે સરકાર તરફથી આ ફેસલો લેવામાં આવ્યો.

દુનિયાની 9મી સૌથી મોટી નદી
બ્રહ્મપુત્ર નદીને તિબેટમાં યારલુંગ સાંગપો, અરુણાચલ પ્રદેશમાં સિયાંગ/ દિહાંગ નદી અને આસામમાં લુઇત દિલાઓના નામે ઓળખવામાં આવે છે. આ નદી ચીન, ભારત અને બાંગ્લાદેશની સીમાની જેમ છે અને એક પ્રકારે ટ્રાંસ- બોર્ડર તરીકે વહે છે. પાણીના વહાવના હિસાબે આ દુનિયાની 9મી સૌથી મોટી લંબાઇના હિસાબે 15મી સૌથી મોટી નદી છે. બ્રહ્મપુત્ર નદી 3969 કિમી લાંબી છે. નદીની એવરેજ ઉંડાઇ 124 ફીટ છે. આ નદી માનસરોવર નદી ક્ષેત્રથી નીકળે છે જે કૈલાશ પર્વતની નજીક છે. આ દક્ષિણી તિબેટથી વહેતી અરુણાચલ પ્રદેશ આવે છે. આસામમાં આ દક્ષિણ- પશ્ચિમ દિશાથી વહેતી બાંગ્લાદેશ જાય છે ત્યારે ત્યાં તેને જમુના નામે ઓળખવામાં આવે છે.
સામાન્ય લોકોને ક્યારેથી મળશે કોરોના વેક્સિન, રશીયાએ જણાવી તારીખ