
હવે વિદેશોમાં વધુ વેક્સીન નહિ મોકલે ભારત, કોરોનાના વધતા કેસો વચ્ચે ઘરેલુ માંગ પર પૂરુ ફોકસ
નવી દિલ્લીઃ કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે ભારત હવે કોવિડ-19 વેક્સીનની નિકાસને મંજૂરી નહિ આપે. ભારતનુ પૂરુ ધ્યાન હવે ઘરેલુ માંગને પૂરી કરવા પર કેન્દ્રીત રહેશે. સંબંધિત અધિકારીઓએ બુધવારે(25 માર્ચ) જણાવ્યુ કે ભારતે જે અલગ-અલગ દેશોને વેક્સીન આપવાનુ વચન આપ્યુ છે તે પ્રતિબદ્ધતાઓ પૂરી કરશે પરંતુ આવનારા અમુક મહિનાઓ માટે નિકાસને પ્રોત્સાહન નહિ આપે અને ના તેનો વિસ્તાર કરશે. ભારતમાં માર્ચ મહિના બાદથી જ કોવિડ-19ના બહુ જ કેસ સામે આવી રહ્યા છે. અધિકારીઓએ કહ્યુ છે કે આવનારા બેથી ત્રણ મહિના પહેલા આ વાતની સમીક્ષા કરવામાં આવશે. ભારતમાં વેક્સીનેશન અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરી 2021થી થઈ હતી અને વિદેશોમાં વેક્સીનનો પુરવઠો પૂરો પાડવાનુ ભારતે 20 જાન્યુઆરીથી શરૂ કર્યુ હતુ. ભારત અત્યાર સુધી લગભગ 80 દેશોને 6 કરોડ 6 લાખથી વધુ વેક્સીન ડોઝ મોકલી ચૂક્યુ છે.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર કોવિડ-19ના વધતા કેસો વચ્ચે ભારતે એસ્ટ્રાજેનેકા-ઑક્સફૉર્ડ વેક્સીનની બધી નિકાસ પર અસ્થાયી રોક લગાવી દીધી છે. આ વેક્સીન પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ દ્વારા બનાવવામાં આવે છે. સૂત્રો અનુસાર ભારતના આ પગલાંથી ડબ્લ્યુએચઓ સમર્થિત કોવેક્સ વેક્સીન-શેરિંગ અભિયાન પર અસર પડવાની છે. જેના માધ્યમથી 180થી વધુ દેશોમાં, જેમાં મોટાભાગે ગરીબ દેશોને વેક્સીનનો ડોઝ મળવાની આશા છે.
ડબ્લ્યુએચઓના કોવેક્સ વેક્સીન-શેરિંગ અભિયાન હેઠળ ભારતે અત્યાર સુધી એસ્ટ્રાજેનેકા વેક્સીનનો 17.7 મિલિયન ડોઝનો પુરવઠો પૂરો પાડ્યો છે જેને ભારતમાં સ્થાનિક સ્તરે કોવિશીલ્ડ વેક્સીન રૂપે ઓળખવામાં આવે છે. વિદેશ મંત્રાલયની વેબસાઈટ અનુસાર ગુરુવારથી ભારતમાં કોઈ વેક્સીન નિકાસ નથી થઈ.
ભારતે વેક્સીન નિકાસને રોકવાના પગલાં એવા સમયમાં લીધા છે જ્યારે દેશમાં એક એપ્રિલથી શરૂ થનાર 45 વર્ષથી વધુ વયના બધા લોકોને વેક્સીનેશન અભિયાનમાં શામેલ કરવામાં આવશે. અત્યાર સુધી 45થી પાર એવા લોોકને વેક્સીન આપવામાં આવી રહી હતી જે ગંભીર બિમારીથી પીડિત હતા.
ન્યૂઝ એજન્સી રૉઈટરના જણાવ્યા મુજબ વેક્સીનેશન સાથે જોડાયેલા એક અધિકારીએ માહિતી આપી છે કે ભારત હાલમાં રસીની કોઈ નિકાસ નહિ કરે. ભારતમાં જ્યારે કોરોનાના કેસ સ્થિર થઈ જશે ત્યારબાદ આના પર વિચાર કરવામાં આવશે. જ્યારે ભારતમાં આટલા રસીકરણની આટલી જરૂર હોય ત્યારે સરકાર હાલના સમયમાં કોઈ મોટુ જોખમ નહિ લે.
હોળી પહેલા દેશના 7 રાજ્યોમાં આંધી-વરસાદની સંભાવના, Alert