પાકિસ્તાની ફાઈટર જેટ એલઓસી નજીક પહોંચ્યા, સેના હાઈ એલર્ટ
ભારતીય સેના ઘ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કર્યા પછી પાકિસ્તાનની વાયુસેના સતત ભારતીય સીમમાં ઘૂસણખોરી કરી રહી છે. સરકારી સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગઈ કાલે રાત્રે ઇન્ડિયન એર ડિફેન્સ રડાર ઘ્વારા પૂંછ સેક્ટરમાં એલઓસીથી 10 કિલોમીટર દૂર બે પાકિસ્તાની જેટ વિમાનો ફરતા પકડાયા. પાકિસ્તાનની આ હરકત પછી બધી જ ભારતીય વાયુ રક્ષા અને રડાર સિસ્ટમ હાઈ એલર્ટ પર છે.
જમ્મુના પૂંછ સેક્ટર પર મંગળવારે રાત્રે પાકિસ્તાનના બે લડાકુ વિમાન જોવા મળ્યા. કાલે રાત્રે આ વિસ્તારમાં જોરદાર ધમાકાના અવાઝ પણ સાંભળવામાં આવ્યા. સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ તેઝ અવાઝો સોનિક બૂમના હતા. પાકિસ્તાનના આ બંને લડાકુ વિમાનને ભારતીય રડાર સિસ્ટમે પકડ્યા. પાકિસ્તાન વાયુસેનાની આ હરકત પછી ભારતીય વાયુસેના અને રડાર સિસ્ટમ હાઈ એલર્ટ પર છે.
વિંગ કમાન્ડર અભિનંદનના વિમાન પર પાકિસ્તાની વિમાને છોડી હતી 5 મિસાઈલ
26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં ઇન્ડિયન એરફોર્સ ઘ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકમાં જેશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓની હકીકત દુનિયા સામે આવી ચુકી છે. એક ભારતીય અધિકારી ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર હાલમાં પાકિસ્તાનમાં 22 આતંકી કેમ્પ સક્રિય છે, જેમાં જેશ-એ-મોહમ્મદના 9 કેમ્પ સક્રિય છે. અમેરિકામાં હાજર આ ભારતીય અધિકારી ઘ્વારા વોર્નિંગ આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારના આતંકી હુમલા થવા પર ભારત તરફથી બાલાકોટ જેવો એક્શન લેવામાં આવી શકે છે. ભારત હવે કોઈ પણ પ્રકારની કાર્યવાહીથી પાછળ નહીં હટે.
એક રિપોર્ટથી ભારત હવે પાકિસ્તાનની પોલ આખી દુનિયા સામે ખોલશે
પુલવામાંમાં થયેલા આતંકી હુમલા પછી 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકી અડ્ડાઓ પર બૉમ્બ વરસાવ્યા. ભારતીય વાયુસેનાએ મિરાજ 2000 ઘ્વારા આતંકીઓના ટ્રેનિંગ સેન્ટરને બરબાદ કરી દીધું. જયારે પાકિસ્તાની વિમાનો પણ ભારતીય સીમમાં ઘુસી આવ્યા. ત્યારપછી સતત બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે. બોર્ડર વિસ્તાર પર સતત ગોળીબારી કરવામાં આવી રહી છે.