For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IAF ચીફે ઓફિસર્સને પત્ર લખી, કહ્યું કોઇ પણ સમયે થઇ શકે છે યુદ્ધ

ઈન્ડિયન એરફોર્સેના એર ચીફ માર્શલ બીએસ ઘનોઆએ તેમના ઓફિસર્સને પત્ર શોર્ટ નોટિસ પર યુદ્ધ માટે તૈયાર રહેવાનું જણાવ્યું છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય એરફોર્સના એરચીફ માર્શલ બીએસ ઘનોઆએ એક પત્ર લખીને ઓફિસર્સને કોઇ પણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેવાનું કહ્યું છે. આ પત્રમાં હાલની પરિસ્થિતિનો હવાલો આપવામાં આવ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી ખબર મુજબ 30 માર્ચ લખવામાં આવેલ આ પત્રમાં આ સિવાય પણ અનેક મહત્વના મુદ્દાઓ વિષે જણાવવામાં આવ્યું છે. આ પત્રમાં એર માર્શલની સાઇન પણ છે. અને આ પત્ર લગભગ 12,000 ઓફિસર્સ મોકલવામાં આવ્યો છે.

air force

આ પત્ર તેમણે તેમનો કારભાર સંભાળ્યાના ત્રણ મહિનાની અંદર લખી છે. ઉલ્લેખનીય છે કે આવી પહેલી વાર નથી બન્યું. આ પહેલા પણ એરફોર્સના ચીફે તેમના ઓફિસર્સને પત્ર લખીને યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ પહેલા વર્ષ 1950માં ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પા જોકીએ અને તે પછી વર્ષ 1986માં તે સમયમાં ચીફ જનરલ સુંદરજીએ પણ આ પ્રકારના સંદેશ સાથે તેમના ઓફિસર્સને પત્ર લખ્યા છે.

પ્રોક્સી વોર
એર ચીફ માર્શલ ઘનોઆએ પત્રમાં પક્ષપાતથી લઇને યૌન ઉત્પીડન જેવા મુદ્દાઓ પણ આવર્યા છે. પત્રમાં હાલની સ્થિતિમાં નાનકડો સંધર્ષ પણ યુદ્ધમાં પરિણામી શકે છે તેમ જણાવ્યું છે. સાથે જ વર્તમાન સંપત્તિ સાથે ઓપરેશન માટે તૈયાર રહેવા પણ જણાવ્યું છે. અને ટ્રેનિંગ પણ આ અંતર્ગત ચાલુ રહે તેમ જણાવ્યું છે. સાથે જ પાકિસ્તાનનું નામ લઇને આ પત્રમાં કાશ્મીર મામલે પાકિસ્તાન પ્રોક્સી વોર ચલાવી રહ્યું છે અને અશાંતિ ફેલવવા માટે પ્રયાસ કરી રહ્યું છે તેમ પણ કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં એરફોર્સ પાસે જ્યાં 42 ફાઇટર સ્ક્વાડ્રનની જરૂર છે ત્યાં 33 જ પ્લેન હાજર છે અને અન્ય લડાકૂ વિમાનો ફ્રાંસથી હજી આવી રહ્યા છે. જે પણ એક ચિંતાનો વિષય છે.

{promotion-urls}

English summary
Indian Air Force chief BS Dhanoa writes letter to officers and asks them to be ready for war.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X