• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાયલોટ સ્ટ્રેન્થ મામલે પાકિસ્તાની એરફોર્સ કરતાં ભારતીય એરફોર્સની સ્થિતિ બહુ ખરાબ

|

ફેબ્રુઆરી 2019માં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ પર એરસ્ટ્રાઈક કરીને વાહવહી લૂંટી હતી, સૌકોઈ ભારતીય વાયુસેના પર ગર્વ મહેસૂસ કરી રહ્યા હતા એ બીજી જગ્યાએ છે પણ જ્યારે ભારતીય અને પાકિસ્તાની એરફોર્સની સરખામણી કરવામાં આવે ત્યારે ઈન્ડિયન એરફોર્સ બધી જ રીતે પાકિસ્તાની એરફોર્સથી ખરાબ સ્થિતિમાં છે, પછી તે પાયલોટથી એરક્રાફ્ટનો રેશિયો હોય કે પછી ટાર્ગેટ પ્રેક્ટિસ જ કેમ ન હોય. રક્ષા ક્ષેત્રે જોડાયેલ સૂત્રએ ધી પ્રિન્ટને જણાવ્યા મુજબ ભારતીય એરફોર્સમાં હાલ દર એરક્રાફ્ટ દીઠ 1.5 પાયલોટનો રેશિયો છે જ્યારે પાકિસ્તાન એરફોર્સમાં એરક્રાફ્ટ દીઠ પાયલોટનો રેશિયો 2.5નો છે.

અસરકારક રીતે આનો મતલબ એમ થાય છે કે પૂર્ણ-કદના યુદ્ધના કિસ્સામાં પાકિસ્તાની એરફોર્સ ભારતીય એરફોર્સની સરખામણીએ વધુ અસરકારક રીતે દિવસ-રાત ઓપરેશન પાર પાડી શકે તેમ છે. ઉપરાંત ઈન્ડિયન એરફોર્સ વાસ્તવિક બોમ્બિંગ પ્રેક્ટિસને બદલે સિમ્યુલેશન પર વધુ આધાર રાખે છે. ચીન અને પાકિસ્તાનની એર સ્પેસ પર દેખરેખ રાખતા તમામ મહત્વના વેસ્ટર્ન એર કમાન્ડ પાસે મોટા કેલિબર બોમ્બ મૂકવાની ફાયરિંગ રેન્જ જ નથી.

એરફોર્સની તાકાત

ભારતીય એરફોર્સમાં કુલ 42 લશ્કરી ટૂકડી છે અને કુલ 12500 જેટલા ઑફિસર છે. દરેક લશ્કરી ટૂકડીમાં 16-20 ફાઈટર એરક્રાફ્ટ આવે છે. જ્યારે મંજૂર અધિકારીની તાકાતના સંદર્ભમાં વર્ષે સરેરાશ 2 ટકા જ છે, નોંધનીય છે કે 1970ના દાયકામાં મંજૂરી આપવામાં આવી હતી. રક્ષા સૂત્રએ જણાવ્યું કે "બાદના વર્ષોમાં ફાઈટર પાયલોટ સહિતની મંજૂર સેન્ક્શન સ્ટ્રેંથમાં વધારો નોંધાયો. જ્યારે ભારત મિગ ફાઈટર જેટ ઉડાવી રહ્યું હતું ત્યારે જ પાયલોટની તાકાત સ્પષ્ટ થઈ ગઈ હતી. હવે આપણી પાસે 270-odd Su30 MKI છે, જે ડબલ સીટર છે, મતલબ કે વધુ પાયલોટનો ઉપયોગ કરવામાં આવે છે."

ગંગા શક્તિ

બાદના વર્ષોમાં ભારતીય વિરાટ ઓલ એર એક્સરસાઈઝ, ગંગા શક્તિ કરી હતી. આ એક્સરસાઈઝ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વૉર સ્ટ્રેટેજી માટે ભારતીય એરફોર્સની પરીક્ષા કરવાનો હતો. બે પક્ષીય યુદ્ધના મામલે રાત-દિવસ ઓપરેશન વ્યવસ્થિત રીતે થઈ શકે તેની ખાતરી કરવા માટે ભારતીય એરફોર્સે ગગન શક્તિ માટે 48 વર્ષથી નીચેની વયના તમામ તબીબી રીતે તંદુરસ્ત અધિકારીઓની ભરતી કરી. સામાન્ય રીતે વિંગ કમાન્ડર રેન્કના ઑફિસરોને ડેસ્ક સંબંધી નોકરીઓ હોવાથી તેઓ જેટ ઉડાવતા હોતા નથી. આવા પાયલોટો યાદીમાં હોવા છતાં, એરક્રાફ્ટ પાયલોટનો રેશિયો માત્ર 2 જ વધ્યો.

એરફોર્સ સાથે જોડાયેલ સૂત્રએ જણાવ્યું કે, "પરંતુ 0.5 રેશિયો વધતાં ઉડ્ડયન ઓપરેશનમાં હરણફાળ વધારો થયો છે." 8-22 એપ્રિલ, 2018થી યોજાયેલી કવાયતમાં 11,000 જેટલા આઉટપુટનો સમાવેશ થયો હતો, જેમાં ફાઇટર એરક્રાફ્ટ દ્વારા આશરે 9, 000 આઉટપુટનો સમાવેશ થતો હતો. અસ્તિત્વમાંના સંસાધનોને વધારવા માટે 1,400થી વધુ અધિકારીઓ અને 14,000 પુરુષોને પ્રશિક્ષણ સંસ્થાઓમાંથી ખેંચવામાં આવ્યા હતા અને ઓપરેશન માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

ફાયરિંગ રેન્જ

ફાયરિંગ રેન્જની વ્યવસ્થા ન હોવાથી હાલ ભારતીય એરફોર્સના પાયલોટ સિમ્યુલેટર્સ પર બોમ્બ ડ્રોપિંગ સ્કિલ્સની પ્રેક્ટિસ કરી રહ્યા છે. સૂત્રએ કહ્યું કે, "સિમ્યુલેટર પર ગમે તેટલા બોમ્બ ડ્રોપ કેમ ન કર્યા હોય, પણ જ્યારે ખરેખર બોમ્બ ડ્રોપિંગનો સમય આવે ત્યારે વાસ્વમાં કરેલ બોમ્બ ડ્રોપિંગમાં અને મોટા કોમ્પ્યુટર સામે બેસીને જોયસ્ટિકથી કરેલ બોમ્બ ડ્રોપિંગથી ટાર્ગેટ હિટમાં ઘણો ફેર પડે છે." મુખ્ય સમસ્યા એ છે કે ભારતીય એરફોર્સ પાસે એકપણ હાઈ અલ્ટિટ્યૂડ રેન્જ નથી. જમ્મુ અને કાશ્મીરના ટોસા મેદાન રેન્જ એક જ હતી તે પણ રાજ્ય સરકારે છીનવી લીધી છે.

પાકિસ્તાને ભારતીય મીડિયાને આપી ઑફર, બાલાકોટ લઈ જશે

English summary
indian air force is worse than pakistan air force regarding pilot strength
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X