For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અડધી રાતે જ્યારે આંખ ખુલી તો મારા શરીર પર કપડાં નહોતા', મહિલા એરફોર્સ અધિકારીનો સીનિયર પર રેપનો આરોપ

તમિલનાડુના કોઈમ્બતૂર જિલ્લામાં એરફોર્સની એક મહિલા અધિકારીએ પોતાના સીનિયર ફ્લાઈટ લેફ્ટનન્ટ અધિકારી પર રેપનો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ તમિલનાડુના કોઈમ્બતૂર જિલ્લામાં એરફોર્સની એક મહિલા અધિકારીએ પોતાના સીનિયર ફ્લાઈટ લેફ્ટનન્ટ અધિકારી પર રેપનો આરોપ લગાવ્યો છે ત્યારબાદ પોલિસે આરોપીની ધરપકડ કરીને રેપની કલમો હેઠળ કેસ પણ નોંધી લીધો છે. ત્યારબાદ આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી હાલમાં જેલમાં બંધ છે. માહિતી મુજબ આ સમગ્ર કેસ ઈન્ડિયન એરફોર્સ કૉલેજ ઈન રેડફીલ્ડ્ઝનો છે જ્યાં 2 સપ્તાહ પહેલા એક મહિલા અધિકારીઓ આરોપ લગાવ્યો છે કે તેની સાથે તેના સીનિયર અધિકારીએ રેપ કર્યો.

rape

મહિલાએ લગાવ્યો આ આરોપ

29 વર્ષની મહિલા અધિકારીનો આરોપ છે કે 10 સપ્ટેમ્બરના રોજ કૉલેજ કેમ્પસમાં રમતા-રમતા તેને ઈજા થઈ ગઈ હતી ત્યારબાદ તેણે રાતે દવા લીધી અને પોતાના રૂમમાં સૂઈ ગઈ હતી. જ્યારે તે રાતે ઉઠી તો તેણે જોયુ કે આરોપી તેની સામે હતો અને તેના શરીર પર કપડા નહોતા. મહિલાએ જણાવ્યુ કે આરોપી અધિકારી પણ કપડા વિના હતો, આ દરમિયાન તેની સાથે રેપ કરવામાં આવ્યો.

વાયુસેનાના અધિકારીઓએ યોગ્ય રીતે નથી કરી તપાસઃ મહિલા

મહિલાનો આરોપ છે કે પહેલા તો તેણે વાયુસેનાના અધિકારીઓ પાસે જ એ ફરિયાદ પહોંચાડી હતી પરંતુ તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન થઈ. ત્યારબાદ મહિલા કોઈમ્બતૂર પોલિસ પાસે પહોંચી જ્યાં તેણે પોતાની ફરિયાદમાં ભારતીય વાયુસેનાના અધિકારીઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે તે તેમની તપાસથી સંતુષ્ટ નથી.

આરોપી પક્ષના વકીલ છે આ દલીલો

મહિલાએ બાદમમાં કોઈમ્બતૂર પોલિસ કમિશ્નરના કાર્યાલયમાં ફરિયાદ કરી જેણે ગાંધીપુરમમાં અખિલ મહિલા પોલિસ સ્ટેશનને તપાસ કરવાના નિર્દેશ આપ્યા. તપાસ બાદ છત્તીસગઢના ફ્લાઈટ લેફ્ટનન્ટ અમરિંદરને એક જજના ઘરે લઈ જવામાં આવ્યા . અમરિંદરના વકીલે અદાલતમાં રજૂ કર્યુ હતુ કે કોઈમ્બતૂર પોલિસ પાસે વાયુસેનાના કર્મીઓ સામે તપાસનો અધિકાર નથી. આગળ કહ્યુ કે એક બચાવ અદાલતમાં એક પરીક્ષણ કરવુ જોઈએ. પોલિસે જવાબી આરોપનામુ દાખલ કરવા માટે સમય માંગ્યો છે.

English summary
Indian Air Force women officer allegation on Lieutenant, police arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X