For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેજર ગોગોઈ પર સાબિત થયા આરોપ, થઈ શકે છે કોર્ટ માર્શલ

સેનાની કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (સીઓઆઈ) માં મેજર લિતુલ ગોગોઈને દોષિત ગણવામાં આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

સેનાની કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (સીઓઆઈ) માં મેજર લિતુલ ગોગોઈને દોષિત ગણવામાં આવી શકે છે. 23 મે ના રોજ મેજર ગોગોઈને જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરની હોટલમાં એક સ્થાનિક કાશ્મીરી મહિલા સાથે જોવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ઘણો વિવાદ થયો હતો અને સેનાના મેજર ગોગોઈ સામે ઈન્ક્વાયરીની શરૂઆત થઈ હતી. ઈંગ્લિશ ડેઈલી ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી મળતી માહિતી મુજબ જે ફાઈન્ડિંગ્ઝ આવી છે તે બાદ મેજર ગોગોઈ સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

major gogoi

મેજર ગોગોઈએ તોડ્યા બે નિયમ

ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલાથી લખ્યુ છે કે ઈન્ક્વાયરી રિપોર્ટ XV કોર પાસે મોકલી દેવામાં આવી છે અને આ રિપોર્ટના આધાર પર મિલિટ્રી લૉ હેઠળ તેમના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. સૂત્રોની માનીએ તો મેજર ગોગોઈને બે આરોપો હેઠળ દોષિત ગણવામાં આવ્યા છે - પહેલા કે તે એક ઓપરેશનલ એરિયામાં એક્ટિવ સર્વિસમાં હોવા છતાં પોતાની ડ્યુટી પ્લેસથી દૂર હતા. બીજો કે તેમણે એક સ્થાનિક મહિલા સાથે દોસ્તી કરીને સેનાની નીતિનું ઉલ્લંઘન કર્યુ છે. 23 મે ના રોજ મેજર ગોગોઈની એક સ્થાનિક મહિલા અને એક વ્યક્તિ સમીર અહમદ સાથે પોલિસે ધરપકડ કરી હતી. સમીર અહમદ પણ સેનામાં છે. આ ત્રણે સાથે શ્રીનગરના એક પોલિસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી હતી. મેજર ગોગોઈની તે સમયે ધરપકડ કરવામાં આવી જ્યારે શ્રીનગરની હોટલ ગ્રાન્ડ મામતાએ એક મહિલાને અંદર લાવવાનો ઈનકાર કરી દીધો હતો. 31 મે ના રોજ જમ્મુ કાશ્મીર પોલિસની સ્ટેટસ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે, 'મેજર ગોગોઈ સામે કોઈ કેસ બનાવવામાં આવ્યો નથી અને હોટલ માલિક કે તે યુવતી તરફથી પણ કોઈ ફરિયાદ દાખલ કરાવવામાં આવી નથી.'

ટૂંક સમયમાં આવશે નિર્ણય

આ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીને એક બ્રિગેડિયર રેંકના ઓફિસર તરફથી અંજામ આપવામાં આવ્યો છે. તેમણે મેજર ગોગોઈની સાક્ષી પણ નોંધી હતી. વળી બીજા સંબંધિત આર્મી ઓફિસર્સને પણ આ કેસ સાથે જોડાયેલા ડોક્યુમેન્ટસ જોવા અને પરખવા માટે શામેલ કરવામાં આવ્યા હતા. ઈન્ક્વાયરીની જે ફાઈન્ડિંગ્ઝ આવી છે તેને એક મેજર જનરલ તરફથ પ્રસ્તાવિત કરવામાં આવી છે. હવે તેના પર XV કોરના કમાન્ડરનું અપ્રૂવલ મળ્યુ છે. સૂત્રોએ જણાવ્યુ છે કે આ અપ્રૂવલ માટે કોઈ પણ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં આના પર કોઈ ચૂકાદો આવી શકે છે. કોર કમાન્ડરના અપ્રૂવલ બાદ આર્મી એક્ટ હેઠળ ગોગોઈ પર આરોપ નક્કી થશે. આર્મી ઓથોરિટીઝ એ નક્કી કરશે કે મેજર ગોગોઈને માત્ર સજા આપવી જોઈએ કે પછી તેમને કોર્ટ માર્શલ કરવામાં આવે. 26 મે ના રોજ આર્મી ચીફ જનરલ બિપિન રાવતે પણ કહ્યુ હતુ કે જો મેજર ગોગોઈએ કંઈ ખોટુ કર્યુ હશે તો પછી તેમને સજા આપીને એક ઉદાહરણ રજૂ કરવામાં આવશે. આર્મી ચીફે ગયા વર્ષે એ સમયે મેજર ગોગોઈનું સમર્થન કર્યુ હતુ જ્યારે તેમણે પેટા ચૂંટણી દરમિયાન પત્થરબાજીથી બચવા માટે એક વ્યક્તિનો જીપ હ્યુમન શીલ્ડ તરીકે ઉપયોગ કર્યો હતો.

English summary
Indian Army to indict Major Leetul Gogoi in its Court of inquiry who was seen with a local Kashmiri woman in Srinagar, Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X