• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સહકર્મી સાથે રિલેશન બનાવી રહ્યો હતો કર્નલ, જવાનોએ વીડિયો બનાવી મોકલ્યો સંરક્ષણ મંત્રીને

|

સેનાના બે જવાનો તરફથી મોકલાયેલ વીડિયો બાદ કર્નલ સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ જવાન ઈન્ફેન્ટ્રીના છે અને તેમણે કર્નલનો એક વીડિયો એ સમયે શૂટ કર્યો હતો જ્યારે તે ઓફિસમાં અસૈન્ય મહિલા સાથે ફિઝિકલ રિલેશન્સ બનાવી રહ્યા હતા. આ કર્નલ ઘટના સમયે પંજાબના અબોહરમાં પોસ્ટેડ હતા અને વર્તમાન સમયમાં રિટાયર થઈ ચૂક્યા છે.

કર્નલને મઝા ચખાડવાનો હેતુ

જવાનોએ આ વીડિયો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને મોકલ્યો હતો. ઈંગ્લિશ ડેલી ઈન્ડિયન એક્પ્રેસ તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે જવાન 25 રાજપૂતાના રાઈફલ્સથી આવે છે. જવાનોએ રાજનાથ સિંહને એ વખતે ફરિયાદ કરી જ્યારે તેમણે કર્નલની કરતૂત વિશે ખબર પડી ગઈ હતી અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા હતા.

જવાનોએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે કર્નલને મઝા ચખાવવા માટે જ તેમણે આ વીડિયો બનાવ્યો હતો. જવાનોનુ કહેવુ છે કે કર્નલ તેમની સાથે ખોટો વ્યવહાર કરતા હતા. કર્નલ હાલમાં રિટાયર છે અને સેનાના નિયમો હેઠળ તેમને ઈન્ક્વાયરીનો સામનો કરવો પડશે. આ ઈન્ક્વાયરીમાં એ અંગેની તપાસ પણ કરવામાં આવશે કે શુ કર્નલ બંને જવાનોને બ્લકમેલ કરતા હતા.

આ પણ વાંચોઃ દિલ્લીની જનતાએ ભાજપ અને અમિત શાહને લગાવ્યો કરન્ટઃ અમાનતુલ્લાહ ખાન

English summary
Indian Army jawans film colonel having sex, write about it to Rajnath Singh now probe ordered.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X