For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના- આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના- આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર મરાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં પાછલા કેટલાક દિવસોથી આતંકી ગતિવિધિઓ વધી ગ છે. ઘાટીમાં પાછલા બે મહિનામાં આતંકવાદીઓની ઘૂસણખોરી વધવાથી સેના અને સુરક્ષાબળોને અલર્ટ રાખવામાં આવ્યા છે. આ દરિયાન સમવારે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ. સેનાએ એક કલાક ચાલેલ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા, જો કે હજી સુધી આતંકવાદીઓની ઓળખ નથી થઇ શકી. સેનાને આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યા છે.

army

ANI મુજબ સેનાને અનંતનાગ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી. જાણકારી મળ્યા બાદ જમ્મુ કાશ્મીર બળ અને સેનાના જવાનોએ જોઇન્ટ ઓપરેશન સાથે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. વિસ્તારની ઘેરાબંધી કરી આતંકવાદીઓની તલાશ શરૂ કરવામાં આવી. તાબડતોડ ફાયરિંગ શરૂ થયું. સુરક્ષાબળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા. એક કલાકથી ઓછા સમયમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા. સમગ્ર વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અને આતંકવાદીઓની તલાશ કરવામા આવી રહી છે.

જણાવી દઇએ કે અગાઉ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાબળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ગુપ્ત જાણકારી બાદ સુરક્ષાબળોએ કાર્યવાહી કરી અને અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આવેલ ચેવા અલ્લારમાં એક આતંકવાદીને ઠાર માર્યો, જ્યારે એ દિવસે સવારે બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આ મહિને 15 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 46 આતંકવાદીઓ ઠાર મરાયા છ. આતંકવાદીઓની મદદ કરનારાઓ સુધી પહોંચવા સનાએ અભિયાન ચલાવ્યું છે.

અમિત શાહનો રાહુલ ગાંધી પર પલટવારઃ પાકિસ્તાન-ચીનને ખુશ કરતા નિવેદનો ન આપવા જોઈએ અમિત શાહનો રાહુલ ગાંધી પર પલટવારઃ પાકિસ્તાન-ચીનને ખુશ કરતા નિવેદનો ન આપવા જોઈએ

English summary
indian army killed 3 terrorists in an encounter in anantnag
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X