For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે હિમવર્ષાના કારણે નાથુલામાં ચીન બોર્ડર પાસે ફસાયેલા 2500 પર્યટકોને સેનાએ બચાવ્યા

સિક્કિમની રાજધાની ગંગટોક અને પશ્ચિમ બંગાલના દાર્જિલિંગમાં 10 વર્ષ બાદ ભારે હિમવર્ષા રેકોર્ડ થઈ છે. આ હિમવર્ષામાં ભારત-ચીન સીમા પાસે સ્થિત નાથુલામાં લગભગ 2500 પર્યટકો ફસાઈ ગયા હતા.

|
Google Oneindia Gujarati News

સિક્કિમની રાજધાની ગંગટોક અને પશ્ચિમ બંગાલના દાર્જિલિંગમાં 10 વર્ષ બાદ ભારે હિમવર્ષા રેકોર્ડ થઈ છે. આ હિમવર્ષામાં ભારત-ચીન સીમા પાસે સ્થિત નાથુલામાં લગભગ 2500 પર્યટકો ફસાઈ ગયા હતા. સેનાએ આ બધા પર્યટકોના જીવ બચાવ્યા છે. શુક્રવારે ગંગટોકના ઉપરના હિસ્સામાં ભારે હિમવર્ષા નોંધવામાં આવી હતી. જે પર્યટકોના જીવ બચાવવામાં આવ્યા છે તેમાંથી અમુક ભારતીય તો વિદેશી પણ છે. હિમવર્ષાના કારણે દાર્જિલિંગનું તાપમાન -2 ડિગ્રીથી -4 ડિગ્રી વચ્ચે આવી ગયુ છે.

nathula

10 વર્ષ બાદ દાર્જિલિંગ અને ગંગટોકમાં હિમવર્ષા

એક દિવસ પહેલા જ દાર્જિલિંગમાં તડકો ખિલ્યો હતો પરંતુ અચાનકથી હવામાન બદલાઈ ગયુ. શુક્રવારે અહીં બર્ફીલા તોફોને દરેકને હેરાન કરી દીધા. દાર્જિલિંગના સિંગામારી, ઘૂમ, જોરબંગલો અને સુખપોખરીમાં શુક્રવારે સાંજે લગભગ 4.30 વાગ્યાથી બરફ પડવો શરૂ થઈ ગયો. દાર્જિલિંગમાં 14 ફેબ્રુઆરી 2008ના રોજ છેલ્લી હિમવર્ષા થઈ હતી. વળી, સિક્કિમના ઉપરના ભાગો જેવા કે ગંગટોક, નાથુલા, શાંગુ લેક અને રાવાંગ્લામાં પણ ભારે હિમવર્ષા થઈ. આ હિમવર્ષાના કારણે રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા અને પર્યટકો નાથુલામાં જ ફસાઈ ગયા. ઈસ્ટ સિક્કિમના ડીએમ કપિલ મીણાએ આ વિશે વધુ જાણકારી આપી. તેમણે જણાવ્યુ, 'અડધા પર્યટકોને ગંગટોકથી પોલિસ, સેના અ સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદથી બચાવવામાં આવ્યા છે. વળી, અડધા પર્યટકોને નાથુલા અને આસપાસ સ્થિત આર્મી બેઝ પર લાવવામાં આવ્યા છે.' મીણાએ જણાવ્યુ કે રવાંગ્લામાં 1 વર્ષો બાદ હિમવર્ષા રેકોર્ડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સોહરાબુદ્દીન કેસમાં હત્યારાઓને નહિ, નેતાઓને ફસાવવા ઈચ્છતી હતી CBI: કોર્ટઆ પણ વાંચોઃ સોહરાબુદ્દીન કેસમાં હત્યારાઓને નહિ, નેતાઓને ફસાવવા ઈચ્છતી હતી CBI: કોર્ટ

English summary
Indian Army has rescued around 2500 tourists stranded at Nathula Indo-China border due to snowfall.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X