26 જાન્યુઆરીની પરેડમાં પુરુષ સેના દળનુ નેતૃત્વ કરશે કેપ્ટન તાનિયા શેરગિલ
ભારતીય સેનાના કેપ્ટન તાનિયા શેરગિલેએક નવુ મુકામ મેળવ્યુ છે. કેપ્ટન શેરગિલ 26 જાન્યુઆરીના રોજ યોજાનાર ગણતંત્ર દિવસ પરેડ પર પહેલા મહિલા ઓફિસર હશે જે પુરુષ દળનુ નેતૃત્વ કરશે અને પહેલી એવી મહિલા છે જે પરેડ એડજુટન્ટ એટલે કે પરેડ સહાયક તરીકે દળનુ નેતૃત્વ કરતી જોવા મળશે. ગયા વર્ષે કેપ્ટન ભાવના કસ્તૂરીને આ ગૌરવ મળ્યુ હતુ.
આખુ ખાનદાન સેના સાથે જોડાયેલુ
કેપ્ટન તાનિયા માર્ચ 2017માં ચેન્નઈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાંથી પાસ આઉટ છે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન્સમાં બીટેકની ડિગ્રી ધરાવનાર તાનિયા એક આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના પિતા, દાદા અને પરદાદા બધા સેનામાં રહી ચૂક્યા છે. કેપ્ટન શેરગિલના પિતા આર્મીની 101 મીડિયમ રેજીમેન્ટ (આર્ટીલરી)માં પોસ્ટેડ રહી ચૂક્યા છે. તેમના દાદા 14મી આર્મર્ડ રેજીમેન્ટ (સિંડી હોર્સ)માં હતા અને તેમના પરદાદા સિખ રેજીમેન્ટમાં પોસ્ટેડ હતા. ગયા વર્ષે રાજપથ પર કેપ્ટન ભાવના કસ્તૂરી સેનાની પહેલી મહિલા અધિકારી હતા જે પરેડમાં પુરુષોના દળનુ નેતૃત્વ કરતા દેખાયા હતા. પરેડ એડજુટન્ટ પર પરેડની આખી જવાબદારી હોય છે.