For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે પાકિસ્તાનની ખેર નહિ, ભારત ખરીદી રહ્યુ છે આ ખતરનાક હથિયાર, જાણો ખાસિયત

ભારતીય સેના અમેરિકાથી એક્સકેલીબર ગાઈડેડ લૉન્ગ રેંજ ઑર્ટિલી એમ્યુનેશન ખરીદવાની તૈયારી કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય સેના અમેરિકાથી એક્સકેલીબર ગાઈડેડ લૉન્ગ રેંજ ઑર્ટિલી એમ્યુનેશન ખરીદવાની તૈયારી કરી રહ્યુ છે. આ દારૂગોળાનો ઉપયોગ તોપ (આર્ટિલરી)માં કરવામાં આવે છે. એક્સકેલિબર ગાઈડેડ આ ગોળાથી 50 કિલોમીટરથી વધુ અંતરથી પણ લક્ષ્ય પર જોરદાર નિશાન સાધી શકાય છે. સરકારી સૂત્રોએ કહ્યુ, 'ભારતીય સેના ઈમરજન્સી ખરીદ પ્રક્રિયા હેઠળ અમેરિકાથી એક્સરેલિબર તોપના ગોળા ખરીદવાની યોજના બનાવી રહ્યુ છે.'

indian army

હથિયાર પ્રણાલિઓ અને દારૂગોળો ખરીદવા માટે હાજર ઈમરીજન્સી અધિકારી હેઠળ આ ખરીદીની સમીક્ષા કરવામાં આવી રહી છે જેનાથી ભવિષ્યમાં પુલવામા હુમલા બાદ બનેલી સ્થિતિ માટે પૂરતી તૈયારી કરી શકાય. આ દારીગોળો નિયંત્રણ રેખા પર તૈનાત યુનિટો માટે ખરીદવામાં આવી રહ્યો છે જ્યાં પાકિસ્તાન તરફથી ગોળીબાર થતો રહે છે. આ બોમ્બ હવામાં અને બંકર જેવા ઢાંચામાં ઘૂસ્યા બાદ પણ ધમાકો કરી શકે છે. હાલમાં જ સંપન્ન થયેલ એક બેઠકમાં સેનાના અધિકારીઓએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને અમેરિકાથી ગાઈડેડ દારૂગોળો ખરીદાયાની જાણકારી આપી.

આ સાથે જ સેનાએ અમેપિકા નિર્મિત એમ-777 અત્યંત હળવી હોવિત્જર તોપ પણ પોતાના બેડામાં શામેલ કરવી શરૂ કરી દીધી છે જેનાથી એક્સકેલિબર ગોળાને તાકી શકાય છે. સેના ટેંક રોધક ગાઈડેડ મિસાઈલ સ્પાઈક ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે આ ગોળાને અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમયે તોપથી તાકવામાં આવતા નિશાનને ખૂબ જ ચોક્કસ બનાવવા માટે અમેરિકાએ વિકસિત કર્યુ હતુ. અમેરિકી સૈનિક છેલ્લા બે દશકથી અફઘાનિસ્તાનમાં લડી રહ્યા છે. હાલમાં જ ભારતીય વાયુસેનાએ ઈઝરાયેલ પાસેથી સ્પાઈસ 2000 અનેઅન્ય બોમ્બ તેમજ મિસાઈલોને ખરીદવાનો સોદો કર્યો છે. એર સ્ટ્રાઈકમાં ઉપયોગ કરેલ સ્પાઈસ 2000 બોમ્બને ઈઝરાયેલે જ વિકસિત કર્યો છે.

આ પણ વાંચોઃ સુરજેવાલે કહ્યું- CWC ની બેઠકમાં સોનિયા અને રાહુલ સામેલ થશેઆ પણ વાંચોઃ સુરજેવાલે કહ્યું- CWC ની બેઠકમાં સોનિયા અને રાહુલ સામેલ થશે

English summary
indian Army to buy American howitzer ammo, Know full features.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X