For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોંકાવનારો ખુલાસોઃ 16 જાન્યુઆરીએ સંસદ તરફ કૂચ કરવાની હતી સેના

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરીઃ ત્રણ અઠવાડિયા પહેલાં નિવૃત થયેલા લેફ્ટિનેન્ટ જરનલ એકે ચૌધરીએ એ વાતની પૃષ્ટિ કરી છે કે, જાન્યુઆરી 2012માં સેનાની બે ટૂકડીએ દિલ્હી તરફ કૂચ કરી હતી અને તેને લઇને યુપીએ સરકારના ટોચના નેતૃત્વમાં હડકંપ મચી ગયો હતો. તેમણે કહ્યું કે, રક્ષા સચિવ શશિકાંત શર્માએ તેમને અડધી રાત્રે બોલાવ્યા અને કહ્યું કે, તે તુરંત સત્તાશીર્ષ પર બેસેલા લોકોને મળીને આવે અને તે ચિંતિત છે. ચૌધરી અનુસાર તત્કાળ સેન્ય ટૂકડીને પરત મોકલવા અને સરકારને રિપોર્ટ ફાઇલ કરવા માટે કહ્યુ. જે તેમણે બીજા જ દિવસે કરી નાંખ્યું હતું.

lt-gen-ak-choudhary
અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસમાં લેફ્ટિનેન્ટ જનરલ ચૌધરીનું આ નિવેદન છપાયું છે. આ જ સમાચાર પત્રએ 4 એપ્રિલ 2012માં આ અંગે પહેલીવાર ખુલાસો કર્યો હતો, પરંતુ સરકાર અને સેનાના અધિકારીઓએ તેને ખોટો અહેવાલ ગણાવ્યો હતો, પરંતુ હવે પહેલીવાર સેનાના મોટા અધિકારીએ આ અંગે નિવેદન આપ્યું છે.

લેફ્ટિનેન્ટ જનરલ ચૌધરી ત્રણ અઠવાડિયા પહેલા બંગાળ એરિયા કમાન્ડર પદ પરથી નિવૃત થયા છે. ચૌધરીએ કહ્યું કે બે લોકો વચ્ચે વધતા અવિશ્વાસ અને બન્ને પક્ષોની અપરિપક્વતાના કારણે આ ભ્રમની સ્થિતિ બની હતી. જો સમુચિત સંવાદ બનાવવામાં આવ્યો હોત તો આ સ્થિતિથી બચી શકાયું હોત. તેમણે કહ્યું કે, મને ખરાબ લાગી રહ્યું હતું. હું દર કલાકે રક્ષા મંત્રાલયના સંપર્કમાં હતો. તેમ છતાં મારી સાથે આ અંગે પહેલાં કોઇ વાત કરવામા આવી નહોતી.

ચૌધરીએ માન્યુ કે જો એ જાણકારી હોત કે વીકે સિંહ પોતાના જન્મદિને સરકાર વિરુદ્ધ 16 જાન્યુઆરી, 2012ના રોજ જ સુપ્રીમ કોર્ટ જઇ રહ્યા છે, તો સૈનિકોની કૂચને રોકી શકાઇ હોત. ચૌધરીએ આ વાતની પૃષ્ટિ કરી છે કે, 16 જાન્યુઆરી, 2012એ મોડી રાત્રે હિસ્સારથી સેનાની એક ટૂકડીએ દિલ્હી તરફ કૂચ કરવાની અને પારાટ્રૂપર્સના આગરાથી ડિટેચ થવાની ઘટના બની હતી અને આ અંગે માહિતી આપવા માટે તેમને રક્ષા સચિવે બોલાવ્યા હતા.

ચૌધરીએ જણાવ્યું કે, રક્ષા સચિવ સાથે મુલાકાતના એક દિવસ પહેલા તેમણે હિસાર યુનિટના સૈનિકોની મૂવમેન્ટ અંગે માહિતી મળી હતી. તેમના એક અધિકારીએ કોલ કરીને તેમને આ અંગેની જાસૂસી એજન્સીઓની ચિંતા અંગે માહિતગાર કર્યા હતા. તેમણે રક્ષા સચિવ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ સેનાનો નિયમિત અભ્યાસ હતો અને અભ્યાસ બાદ સૈનિક પરત જતાં રહેશે. પરંતુ રક્ષા સચિવે કહ્યું કે, તેઓ સત્તાના ટોચના લોકોને મળીને આવ્યા છે અને તેઓ આ વાતને લઇને ચિંતિત છે. આ અંગે ચૌધરીએ જણાવ્યું કે, સૈનિકોને બીજા રૂટ પર જવાનો આદેશ પહેલાં જ આપી દેવામાં આવ્યો છે અને તેઓ પણ ડ્રીલ બાદ પરત જતાં રહેશે.

English summary
Two years after both the government and the army denied that two Army units had marched towards New Delhi under General VK Singh's command, a top official Lt Gen AK Choudhary, who was then Director General of Military Operations in 2012, has confirmed that there was alarm at the highest levels of the UPA government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X