સરકારનો મોટો નિર્ણય, તમારા ફોનમાં પણ આ ચાઇનીઝ એપ હોય તો ડિલિટ કરો
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સીમા વિવાદ વચ્ચે ભારત સરકારે મોટો ફેસલો લીધો છે. સરકારે 59 ચાઇનીઝ મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવવાનો ફેસલો લીધો છે. જે મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં ટિકટૉક અને યૂસી બ્રાઉઝર પણ સામેલ છે. જણાવી દઇએ કે પાછલા કેટલાક સમયથી ચીની એપ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું, પરંતુ સરકાર તરફથી પહેલીવાર ચીની કંપનીઓની એપ વિરુદ્ધ સત્તાવાર રૂપે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સરકારે શેરચેટ, એમઆઇ વીડિયો કૉલ, વીગો વીડિયો, બ્યૂટ્રી પ્લસ, લાઇકી, વી મેટ, યૂસી ન્યૂજ જેવી એપ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે, જે લોકોમાં ઘણી લોકપ્રિય હતી. જણાવી દઇએ કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચાઇનીઝ એપની એક યાદી તૈયાર કરી હતી અને સરકારને અપીલ કરી હતી કે આ એપ પર પ્રતિબંધ લગાવવામાં આવે અને લોકોને કહેવામાં આવે કે તેઓ તરત આ એપ્સને પોતાના ફોનમાંથી હટાવી દે. સુરક્ષા એજન્સીઓની દલીલ છે કે આ એપ દ્વારા ભારતના ડેટા હેક કરવામાં આવી શકે છે. જે બાદ સરકારે મોટી કાર્યવાહી કરતા આ તમામ 59 ચીની એપને બેન કરી દીધી છે.
List of 59 apps banned by Government of India "which are prejudicial to sovereignty and integrity of India, defence of India, security of state and public order”. pic.twitter.com/p6T2Tcd5rI
— ANI (@ANI) June 29, 2020
આઇટી મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે આ એપ ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતની રક્ષા, ભારતની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા પ્રત્યે પક્ષપાતપૂર્ણ હતી. મંતરાલયે આ એપ પર પ્રતિબંધ લગાવવા માટે આઇટી એક્ટની કલમ 69નો ઉપયોગ કર્યો છે. જણાવી દઇએ કે 2015થી 2019 દરમિયાન ચીનની અલીબાબા, ટેન્સેંટ, ટીઆર કેપિટલ, હિલહાઉસ કેપિટલ જેવી કંપનીઓએ ભારતના સ્ટાર્ટઅપમાં 5.5 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. એવામાં સરકારના આ ફેસલા બાદ જોવાનું રહેશે કે તેઓ તમામ ભારતીય કંપનીઓ જમાં ચીની કંપનીઓએ રોકાણ કર્યું છે, તેમનું ભારત સરકારના ફેસલા પર કેવું વલણ રહે છે.
અમદાવાદમાં કોરોના સંક્રમિતનો આંકડો 20 હજારને પાર, વાયરસ 1423 લોકોના જીવ ભરખી ગયો