For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને ફરી ઉજાળી માની કોખ, ફાયરિંગમાં જવાનનું મોત

|
Google Oneindia Gujarati News

જમ્મૂ, 16 ઓક્ટોબર: પાકિસ્તાન તરફથી છેલ્લા એક અઠવાડિયામાં 7 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વારંવાર પાકિસ્તાન નિયમોને નેવે મુકીને ભારતની સીમા પર ગોળીઓનો વરસાદ કરતું રહ્યું છે. જોકે આપણા જાબાંજ જવાન દરેક વખતે ઝડબા તોડ જવાબ આપે છે, પરંતુ પાકિસ્તાન સુધરવાનું નામ જ નથી લઇ રહ્યું.

જમ્મુ કાશ્મીરની ભારત-પાક સીમાના પુંછ સેક્ટરમાં એકવાર ફરી પાકિસ્તાન દ્વારા સીઝફાયરના નિયમોને તોડીને નિયંત્રણ રેખા પર સ્થિત બાલાકોટ ઉપક્ષેત્રમાં ગોળીબાર કર્યો. પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થઇ ગયો છે. સાંજે સાડા 5 વાગ્યાની આસપાસ પાકિસ્તાન તરફથી ફાયરિંગની શરૂઆત કરવામાં આવી.

loc
ત્યારબાદ ભારત તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી, એક કલાક સુધી ચાલેલા આ ગોળીબાર બાદ ફાયરિંગ શાંત થઇ ગઇ. શહીદ થયેલા જવાનની ઓળખ 15 બિહાર રેઝિમેન્ટના લાંસનાયક એમ.એસ ખાન તરીકે કરવામાં આવી છે.

આ પહેલા પાકિસ્તાની સેનાએ ગઇકાલે સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમાની પાસે કાટવ સીમા ચોકી પર ગોળીબારી કરી જેમાં સરહદી સુરક્ષાનો એક જવાન ઘાયલ થઇ ગયો હતો.

English summary
An Army jawan was killed tonight when Pakistani troops opened fire at Indian forward posts in Balakote sub sector along the LoC in Poonch district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X