• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

|

સદીઓથી ભારત જાદુવિદ્યાની ભૂમિ રહી છે. વિશ્વમાં ભારતની ઓળખ મંચ કે ગલીઓમાં બતાવાતા જાદુ તરીકે ખ્યાતિ પામી છે. આમ છતાં ભારતની કેટલીક જાદુની કરામતોને લોકોએ સપ્રેમ વધાવી લીધાની સાથે વિશ્વ સ્તરે તેને પ્રસંશા મળી છે. જેમાં રોપ ટ્રિક, ઇન્ડિયન બાસ્કેટ ટ્રિક, ગ્રીન મેન્ગો મિસ્ટ્રી, ઇન્ડિયન કપ્સ એન્ડ બોલ અને ઉડતો વ્યક્તિ જગવિખ્યાત છે.

ભારતીય જાદુ અને જાદુગરોને ગલી મહોલ્લામાંથી બહાર લાવી પ્રોફેશનલ સ્તરના જાદુ અને તેથી પણ વધારે ભારતીય જાદુ કલાને વિશ્વમાં ઉચ્ચ સ્થાન અપાવવામાં કેટલાક નોંધપાત્ર ભારતીય જાદુગરોનું મહત્વનું યોગદાન રહ્યું છે. જાદુના આ મહારથીઓ વિશે આવો જાણીએ...

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

સદીઓથી ભારત જાદુવિદ્યાની ભૂમિ રહી છે. વિશ્વમાં ભારતની ઓળખ મંચ કે ગલીઓમાં બતાવાતા જાદુ તરીકે ખ્યાતિ પામી છે. આમ છતાં ભારતની કેટલીક જાદુની કરામતોને લોકોએ સપ્રેમ વધાવી લીધાની સાથે વિશ્વ સ્તરે તેને પ્રસંશા મળી છે. જેમાં રોપ ટ્રિક, ઇન્ડિયન બાસ્કેટ ટ્રિક, ગ્રીન મેન્ગો મિસ્ટ્રી, ઇન્ડિયન કપ્સ એન્ડ બોલ અને ઉડતો વ્યક્તિ જગવિખ્યાત છે.

ભારતીય જાદુ અને જાદુગરોને ગલી મહોલ્લામાંથી બહાર લાવી પ્રોફેશનલ સ્તરના જાદુ અને તેથી પણ વધારે ભારતીય જાદુ કલાને વિશ્વમાં ઉચ્ચ સ્થાન અપાવવામાં કેટલાક નોંધપાત્ર ભારતીય જાદુગરોનું મહત્વનું યોગદાન રહ્યું છે. જાદુના આ મહારથીઓ વિશે આવો જાણીએ...

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

મહોમ્મદ છેલ

જન્મ - 1850, નિંગલા, ગઢડા, ભાવનગર, ગુજરાત

મૃત્યુ - 1925

મહોમ્મદ છેલ મૂળ તો ફકીર હતા. તેમના ગામમાં આવેલી એક જાણીતી દરગાહની સંભાળ રાખતા હતા. તેમની પાસે કુદરતી શક્તિઓ હોવાનું કહેવાય છે. તેઓ જરૂરીયાતમંદોની જરૂરિયાત પૂરી કરવા અને સમાજ સેવા માટે પોતાની દૈવી શક્તિઓનો ઉપયોગ કરતા હતા. તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા અને એ સમયે ટિકિટ ચેકર સમક્ષ પોતાની દાઢીમાંથી ટિકિટોનો ઢગતો કરી દેતા. તેમનું આ જાદુ જોવા ઘણા લોકો વિના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા હતા.

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

પી સી સોરકાર

જન્મ - 23-2-1913, અશેકપુર, તાંગિલ જિલ્લો, બંગાળ (હાલનું બાંગ્લાદેશ)

મૃત્યુ - 6-1-1971

બંગાળી મૂળના પી સી સોરકારનું મૂળ નામ પ્રોતુલ ચંદ્ર સોરકાર હતું. તેઓ 1950 અને 1960ના દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય હતા. તેમની ખૂબ જાણીતી જાદુકલામાં 'ઇન્દ્રજાલ'નો સમાવેશ થાય છે. તેઓ આ કલા લાઇવ ઓડિયન્સ તેમજ ટેલિવિઝન સમક્ષ રજૂ કરતા હતા. બારત સરકારે તેમના માનમાં 23-2-2010ના રોજ રૂપિયા 5ની પોસ્ટલ ટીકિટ પણ બહાર પાડી હતી. તેમને 1964માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેમને 1946 અને 1954માં અમેરિકામાં જાદુનો ઓસ્કાર ગણાતા ધ ફિન્ક્સ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

પી સી સોરકાર (જુનિયર)

જન્મ - 31-7-1946, અશેકપુર, તાંગિલ જિલ્લો, બંગાળ (હાલનું બાંગ્લાદેશ)

ભારતના મહાન જાદુગર પી સી સોરકારનો બીજો દીકરો એટલે પી સી સોરકાર (જુનિયર). તેમનું મૂળનામ પ્રોદીપ ચંદ્ર સોરકાર છે. તેમણે કોલકતા યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ડોક્ટરેટની પદવી મેળવી છે. તેઓ પણ 'ઇન્દ્રજાલ' મેજિક ટ્રિક માટે જાણીતા છે. તેઓ મનોરંજન ક્ષેત્રમાં સૌથી વધારે વિદેશી નાણા કમાવાનો રેકોર્ડ ધરાવે છે. તેમના પ્રખ્યાત જાદુમાં તાજમહેલ, ઇન્દોર-અમૃતસર એક્સપ્રેસને ગાયબ કરી દેવાની કલાનો સમાવેશ થાય છે.

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

પ્રો. વઝાક્કુન્નમ

જન્મ - 8-2-1903, થિરુવેગપ્પુરા, પટ્ટામ્બી, કેરળ

મૃત્યુ - 9-2-1983

પ્રો. વઝાક્કુનમને કેરળના જાદુવિશ્વના પિતામહ કહેવામાં આવે છે. તેમનું પુરું નામ વઝાક્કુન્નમ નીલકન્નથન નામ્બૂથિરી હતું. તેમણે કેરળમાં જાદુકલાને નવી પરિભાષા, દિશા અને દ્રષ્ટિ આપી હતી. તેમણે જાદુને કલાનું સન્માન અપાવ્યું હતું. તેમની 'કય્યોથુક્કમ'ની કલા ખૂબ જાણીતી છે. આ ઉપરાંત તેઓ કપ્સ, બોલ અને ચપ્પુનો ઉપયોગ કરીને પણ જાદુ કરતા હતા. તેમના જીવન પર એક દસ્તાવેજી ચિત્ર પણ બન્યું છે.

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

કે લાલ

જન્મ - જાન્યુઆરી 1924, બગસરા, ગુજરાત

મૃત્યુ - 23-9-2012

કે લાલ તરીકે વિશ્વભરમાં ગુજરાતનું નામ રોશન કરનારા જાદુગરનું મૂળ નામ કાંતિલાલ ગીરધરલાલ વોરા હતું. તેમને કેટલાક લોકો ભૌમિક ગુપ્તા તરીકે પણ ઓળખતા હતા. 62 વર્ષની જાદુગર તરીકેની કારકિર્દીમાં તેમણે 22,000થી વધારે શૉ કર્યા હતા. વર્ષ 1968માં અમેરિકાના આઇબીએમ દ્વારા તેમને વિશ્વના સૌથી ઝડપી જાદુગર તરીકેનું બિરુદ આપ્યું હતું. તેઓ તેમની વિવિધ મેજિક ટ્રિક જેવી કે ધડથી માથું અલગ થયા થતાં વાતો કરતું હોય, જાયન્ટ કિલર શૉ, ફ્લાયિંગ લેડી અને એવિલ જોકર માટે જાણીતા હતા.

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ખુદા બક્ષ

જન્મ - 1906

મૃત્યુ - 5-2-1981

તેમનું સાચું નામ શું હતું તે અંગે વધારે વિગતો મળતી નથી. તેઓ આંખે પાટા બાંધવા છતાં બધું જોઇ શકતા હતા. તેઓ સળગતા અગ્નિ પર ચાલતા હતા, છતાં તેમના પગ ગરમ થતા ન હતા. તેમની આ અદભુત શક્તિ પર વર્ષ 1950માં એક ફિલ્મ 'ખુદા બક્ષ - હિન્દુ મિસ્ટિક' બની હતી. તેમનાથી પ્રેરાઇને બ્રિટિશ લેખક ર્હોલ્ડ ડેલે એક ટૂંકી વાર્તા હેન્રી સુગર લખી હતી. મેનહટ્ટનમાં આવેલા એનબીસી રેડિયો સિટી સ્ટેશન ખાતે 2-8-1938માં એક શૉ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે સળગતા કોલસા પર ચાલી બતાવ્યું હતું. તેમની આવી કમાલો ટીવી બાયોગ્રાફી બિલિવ ઇટ ઓપ નોટમાં દર્શાવવામાં આવી છે.

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ગોપીનાથ મુથુકડ

જન્મ - 10-4-1964, કવાલામુક્કટ્ટા ગામ, નિલામ્બુર, કેરળ

ગોપીનાથ મુથુકડ જાદુગર, અદ્રશ્ય થવાની કળાના જાણકાર અને સ્ટન્ટ પરફોર્મર છે. તેઓ ભ્રમજાળના માસ્ટર છે. જાદુ કળામાં તેમને એટલો રસ પડ્યો કે તેમણે લૉનો અભ્યાસ છોડી દીધો હતો. તેમણે સમાજમાંથી દૂષણ દૂર કરવાનો સંદેશ ફેલાવવા માટે જાદુના માધ્યમનો ઉપયોગ કર્યો છે.

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

યુગેશ સરકાર

તેઓ ભારતના જાદુ જગતના ઉગતા સિતારા છે. એક ટીવી ચેનલ પર તેમના મેજિક શૉ થર્ડ ડીગ્રીએ લોકોને ઘેલુ લગાડ્યું છે. તેઓ સ્પાઇડરમેનની જેમ દીવાર પર ચાલી શકે છે. તે લોકોના મનના વિચારો જાણી શકે છે.

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

માણેકા સરકાર

તેઓ ભારતના પ્રથમ મહિલા જાદુગર છે. તેમનું મૂળ નામ પરમા સોરકાર છે. તેઓ પી સી સોરકાર જુનિયરના દીકરી છે. તેમણે પિતાને તાજમહેલ અને દાલ લેક ગાયબ કરી પાછો લાવવામાં સહયોગ આપ્યો હતો.

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ફિલિપ તીજુ અબ્રાહમ

જન્મ - 22-4-1986, કોત્તરાકારા, કોલ્લમ, કેરળ

ભારતના યુવાન જાદુગર તરીકે ફિલિપનું નામ આવે છે. તેઓ એમસીએ થયેલા છે. તેઓ ગોપીનાથ મુથુકડ, સારંગ, અબ્દુલ્લા અને સુભાષ જેવા જાદુગરો પાસેથી જાદુ શીખ્યા છે. તેઓ દક્ષિણ ભારતની અનેક ટેલિવિઝન ચેનલ્સ માટે જાદુના શૉ કરે છે.

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

કે લાલ જુનિયર

કે લાલ જુનિયર કે લાલ સિનિયરના દીકરા છે. તેઓ પણ પિતાની જેમ વિશ્વભરમાં શૉ કરે છે. તેમણે પિતા સાથે મળીને સતત 32 વર્ષ જાદુના શૉ કર્યા છે.

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ભારતમાં જાદુગરીના સદાકાળ મહારથીઓ

ફિલિપ તીજુ અબ્રાહમ

જન્મ - 22-4-1986, કોત્તરાકારા, કોલ્લમ, કેરળ

ભારતના યુવાન જાદુગર તરીકે ફિલિપનું નામ આવે છે. તેઓ એમસીએ થયેલા છે. તેઓ ગોપીનાથ મુથુકડ, સારંગ, અબ્દુલ્લા અને સુભાષ જેવા જાદુગરો પાસેથી જાદુ શીખ્યા છે. તેઓ દક્ષિણ ભારતની અનેક ટેલિવિઝન ચેનલ્સ માટે જાદુના શૉ કરે છે.

English summary
All time top magicians of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more