ભારતીય નૌકાદળે સૈનિકો માટે ફેસબુક અને સ્માર્ટ ફોન પર મૂક્યો પ્રતિબંધ, જાસૂસીની ઘટના બાદ કાર્યવાહી
ભારતીય નૌકાદળે સૈનિકો માટે ફેસબુકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ ઉપરાંત સ્માર્ટ ફોન પણ ફરજ દરમિયાન પ્રતિબંધિત થઈ ગયો છે. નવા આદેશ બાદ હવે નૌકા દળના સેનિક નેવેલ બેસેજસ, ડૉકયાર્ડ અને વૉરશિપ્સ પર ફરજ દરમિયાન સ્માર્ટ ફોન નહિ લઈ જઈ શકે. નેવી તરફથી આ પ્રતિબંધ એવા સમયે મૂકવામાં આવ્યો છે જ્યારે થોડા દિવસ પહેલા નૌકાદળના સૈનિકોને સંવેદનશીલ સૂચનાઓને સોશિયલ મીડિયા દ્વારા દુશ્મનને લીક કરવાના દોષી ઠેરવવામાં આવ્યા હતા.
મેસેજિંગ એપ્સ પર પણ લાગશે પ્રતિબંધ
ભારતીય નૌકાદળ તરફથી કહેવામાં આવ્યુ છે કે મેસેજિંગ એપ્સ, નેટવર્કિંગ અને બ્લોગિંગ ઉપરાંત કન્ટેન્ટ શેરિંગ, હોસ્ટિંગ અને ઈ-કૉમર્સ સાઈટ્સને પણ પ્રતિબંધિત કરવા માટે ચર્ચા-વિચારણા ચાલુ છે. જે સાત સૈનિકો પર થોડા દિવસ અગાઉ કાર્યવાહી થઈ હતી તેમને આંધ્રપ્રદેશ પોલિસે પકડી લીધા હતા. સૂત્રોની માનીએ તો આ રેકેટનો પાકિસ્તાન સાથે સંપર્ક હતો. જે સાત સૈનિક પકડાયા હતા તેમની સાથે એક હવાલા ઑપરેટરને પણ પકડવામાં આવ્યો હતો. આ બધાને નૌકાદળના જહાજો અને સબમરીન વિશે સંવેદનશીલ માહિતીઓ પાકિસ્તાનને લીક કરવા માટે આરોપી ઠેરવવામાં આવ્યા છે. પકડાયેલા સૈનિકોમાંથી ત્રણ વિશાખાપટ્ટનમ સ્થિત ઈસ્ટર્ન નેવલ કમાન્ડ હતા. આ કમાન્ડ રણનીતિની દ્રષ્ટિએ ઘણા મહત્વપૂર્ણ છે. ત્રણ મુંબઈ સ્થિત નેવલ કમાન્ડ અને એક નૌકાદળ સૈનિક કર્ણાટકના કરવારમાં પોસ્ટેડ હતો. આ બધા વર્ષ 2015 બાદ નેવીમાં શામેલ થયા હતા.