
મોટી સફળતા, ભારતીય નેવીની પ્રથમ સ્વદેશી એન્ટી-શિપ મિસાઇલનું સફળ પરીક્ષણ!
નવી દિલ્હી, 18 મે : છેલ્લા ઘણા સમયથી ચીનનો ભારત સાથે વિવાદ ચાલી રહ્યો છે, તો બીજી તરફ પાકિસ્તાન પણ કાશ્મીર ખીણમાં નાપાક હરકતો કરી રહ્યું છે. જેના કારણે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં સતત પોતાને મજબૂત કરી રહ્યું છે. આ સાથે ત્રણેય સેનાના પ્રયાસો દેશમાં વધુને વધુ હાઇટેક હથિયારો અને સાધનો તૈયાર કરવાનું છે. હવે ભારતીય નૌસેનાએ આ દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે.

ઓડિશામાં પરીક્ષણ
નેવીએ બુધવારે પ્રથમ સ્વદેશી એન્ટિ-શિપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલને ભારતમાં સંપૂર્ણપણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવી છે. નૌકાદળના જણાવ્યા અનુસાર, આ પરીક્ષણ ઓડિશાના બાલાસોરમાં સંકલિત ટેસ્ટ રેન્જમાં પૂર્ણ થયું હતું. ત્યાં સીકિંગ 42બી હેલિકોપ્ટરથી મિસાઈલ છોડવામાં આવી હતી, જેણે લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યુ હતું. આ પરીક્ષણને ભારતીય નૌકાદળ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.

બ્રહ્મોસનું સફળ પરીક્ષણ
ભારતીય નૌકાદળ ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના દરિયાઈ સુરક્ષા હિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાની જાતને મજબુત કરી રહી છે. ગયા મહિને ભારતીય નૌકાદળ અને આંદામાન-નિકોબાર કમાન્ડે સંયુક્ત રીતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના એન્ટિ-શિપ સંસ્કરણનું પરીક્ષણ કર્યું હતું. આ પછી મંગળવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારતીય નૌકાદળના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોને લોન્ચ કર્યા. જેમાં INS સુરત અને INS ઉદયગીરીનો સમાવેશ થાય છે.
#WATCH | Indian Navy in association with DRDO successfully undertook the maiden firing of the first indigenously developed Naval Anti-Ship Missile from Seaking 42B helicopter on 18 May at ITR Balasore, Odisha pic.twitter.com/mFhJJl5NQO
— ANI (@ANI) May 18, 2022
વાયુસેનાની મોટી સફળતા
ગયા મહિને ભારતીય વાયુસેનાને એક મોટી સફળતા મળી હતી, જ્યાં જેસલમેરમાં આકાશ મિસાઇલના એડવાન્સ વર્ઝનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં થયું હતું. આને વિકસાવવામાં DRDOની પણ મહત્વની ભૂમિકા છે. ડીઆરડીઓ અનુસાર, આ મિસાઈલ આકાશમાંથી જમીન પર પ્રહાર કરવામાં સક્ષમ છે. આ સિવાય મિસાઈલ દુશ્મનના વિમાનોને પણ સતત નષ્ટ કરી શકે છે.